Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દર સપ્તાહે નવી-નવી જાહેરાતો કરવામાં આવે છે. જેમાં ખમીરવંતી ગુજરાતની પ્રજાને મફ્તમાં સુવિધાઓ આપવાની ઘોષણાઓ કરવામાં આવી રહી છે.

Advertisement

કોઇપણ દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે ખરેખર મફ્ત તો શું પરંતુ સબસીડીનું કલ્ચર પણ બંધ થવું જોઇએ. આ નીતીને વળગી રહેવામાં આવે તો ખરેખર અર્થતંત્ર મજબૂતાઇ સાથે ઉભરી આવે છે. પરંતુ કેજરીવાલે શરૂ કરેલું મફ્તનું રેવડી કલ્ચર હવે ગુજરાત માટે અધોગતિ ન નોતરે તો સારૂં ગણાશે. કારણ કે મફ્તમાં સુવિધાઓ મેળવ્યા બાદ જનતા આળસું થઇ જાય છે.

તેની સિધી અસર અર્થતંત્ર પર પડે છે. હાલ વિકાસ મોડેલ એવા ગુજરાતમાં જનતા સ્વમાનથી જીવે છે. જો તેને મફ્તમાં બધુ આપવામાં આવશે તો એ દિવસો દૂર નથી કે જ્યારે દેશના સૌથી સમૃદ્વ પૈકીના એક એવા ગુજરાતની દશા પણ પાકિસ્તાન અને શ્રીલંકા જેવી થઇ જશે. મન મોહક જાહેરાતથી જનતા જો ભોળવાઇ જાય તો તેની કિંમત ભવિષ્યમાં ચૂકવવી પડશે.

મફ્તમાં જનતાને સુવિધાઓની લ્હાણી કરી કોઇ રાજ્ય કે રાષ્ટ્ર ક્યારેય સમૃદ્વિના દ્વાર સુધી પહોંચી શક્યુ નથી. આવી મતલક્ષી જાહેરાતના કારણે સરવાળે જનતાને જ બધું ભોગવવાનું વારો આવે છે. સમય રહેતા જો હજી રેવડી કલ્ચર બંધ કરાવવામાં નહી આવે તો વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રની હાલત શું થશે તેની કલ્પના કરવી પણ ધ્રૂજાવી દેનારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.