Abtak Media Google News

કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસ મુદ્દે દરખાસ્ત મુકાય તેવી ધારણા

ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટન્સ ટેકસનું ભારણ હવે રોકાણકારો ઉપર નાખવામાં આવે તેવી વિચારણા સરકાર કરી રહી છે જેનાં કારણે આગામી સમયમાં શેરબજાર ઉપર જોખમ જોવા મળશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં રજુ થનાર બજેટમાં આ પ્રસ્તાવ મુકાશે. હાલ કંપનીઓ સરકારને ડિવિડન્ડ ઉપરનો ટેકસ ચુકવે છે જેનાં કારણે હવે રોકાણકારોને આ ટેકસ ચુકવવો પડશે. છેલ્લા ઘણા સમયથી ભારતીય અર્થતંત્રની ગાડી પાટા પરથી નીચે ઉતરી હોવાનાં આક્ષેપો થઈ રહ્યા છે. સરકારનાં આર્થિક સુધારણાની નકારાત્મક અસર અર્થતંત્ર પર પડી હોવાનો આરોપ પણ મુકવામાં આવે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હવે ડિવિડન્ડ પરનો ટેકસ રોકાણકારો ઉપર ઝીંકવાની તૈયારીનાં કારણે શેરબજાર પર નકારાત્મક અસર પડી શકે તેવી સ્થિતિ છે. પાછલા થોડા મહિનામાં સરકારે કોર્પોરેટ ટેકસ તેમજ આંતરરાષ્ટ્રીય ફંડ પરનો કરવેરો હટાવવા સહિતનાં પગલા લીધા છે જે અર્થતંત્રની ગાડી ફરીથી પાટે ચડાવવાનાં પ્રયત્નોનો એક ભાગ છે.

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

જોકે બેંકોની સ્થિતિ સુધારવા માટે સરકારનાં પગલા પુરતા નથી તેવું નિષ્ણાંતોનું માનવું છે. જો આગામી સમયમાં હવે રોકાણકારો પર ટેકસનું ભારણ નખાશે તો સ્થિતિ વધુ બગડી શકે તેવું જોખમ છે. ભારતીય કંપનીઓને ડિવિડન્ડ માટે ૧૫ ટકા જેટલો ટેકસ ચુકવવો પડે છે જેમાં ૫ ટકાનો સરચાર્જ ઉમેરીને કુલ ૨૦ ટકાનું ચુકવણું કરવું પડે છે હવે રોકાણકારોને કમાણી પર આ ટેકસ ચુકવવો પડે તેવી ધારણા છે. સરકારની તિજોરીમાં દર વર્ષે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન્સ ટેકસનાં કારણે ૬૦૦ બિલીયન રૂપિયા જેટલી અધધ આવક થાય છે. હવે આ ટેેકસ રોકાણકારો ઉપર નાખવામાં આવશે તો સરકારની તિજોરીને કોઈ ફરક પડશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.