Abtak Media Google News

સમાજ માટે લાલબતી સમાન કિસ્સો

Advertisement

કારખાનામાં કામ કરતી એક સંતાનની માતા સાથે આંખ મળીજતા પરિણીત  પુરૂષ સાથે માંડેલું ઘર છ માસમાં તૂટયું

પતિને ત્યજી દેનાર પત્નીને  પુરૂષ મિત્રે  મારમાર્યા બાદ સામાજીક ભાન થયું

રાજકોટ-ગોંડલ ધોરી માર્ગ પર આવેલા   શાપર વેરાવળ ખાતે કલ્પવન  ગોલ્ડન  હાઈટસમાં રહેતી પરિણીતાને મૈત્રી કરાર કરી  સાથે રહેતા શખ્સે મારમારી  જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વધુ વિગત મુજબ મુળ   માણાવદર તાલુકાના નાકરા ગામનીવતની અને કાલાવડ ગામે પિયર ધરાવતી  જલકબેન સંદીપભાઈ ધડુકે  આશીષ રમેશ રામોલીયા નામના શખ્સે મૈત્રી કરાર કર્યા બાદ મારમારી કાઢીમૂકયાની શાપરપોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક  તપાસમાં જલકબેન શાપર-વેરાવળના   કલ્પન ગોલ્ડન હાઈટસમાં રહી ઘરઘંટીના કારખાનામાં  નોકરી કર છે અને આઠ વર્ષ પહેલા જ્ઞાતિના  રીત રીવાજ મુજબ સંદીપભાઈ ધડુક સાથે   થયા હતા અને સંતાનમાં છ વર્ષનો 1 પુત્ર છે.

કારખાનામાં નોકરી દરમિયાન   કાલાવડના આશીષ રમેશ રામોલીયા  નામના શખ્સ સાથે કંપનીના કામ દરમિયાન  મોબાઈલ  ફોન પર વાતચીત  થયેલીબાદ બંને વચ્ચે ગાઢ પરિચય પ્રેમમાં પરિવર્તન થતા બંને પરિણીત બાદ જલકબેન ધડુક એ પતિ સંદીપભાઈ  ધડુકને છૂટાછેડા કાગળો કરી આશિષ રામોલીયા સાથે મૈત્રી કરાર   કરી બંને સાથે રહેવા લાગ્યા હતા.

બાદ આશિષ  રામોલીયાએ  પોતાની  પત્નીને  છૂટાછેડા ન આપતા અને મારી સાથે લગ્ન કરવાની ના પાડતા બંને વચ્ચે  અવાર નવાર   ઝઘડા થતા આશિષ રામોલીયાના  પિતાએ કહેલ કે  આ છોકરી આપણા ઘરમાં ન જોઈએ  તેમ કહી બંને વચ્ચે ઝઘડો કરી અને મારે તારી સાથે રહેવું નથી અને તું તારા પતિ સાથે  જતી રહે તેમ કહી મારમાર્યો હતો. અને પતિ સંદીપને વાત કરતા દિવાળીના આગલા દિવસે પતિ સંદીપ તેડી ગયો હતો. અને પાછી આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.