Abtak Media Google News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મારૂતી વિસ્તારનો વિજયાદશમી ઉત્સવ ઉજવાયો

ગાંધી જયંતિ અને લાલબહાદૂર શાસ્ત્રીજીના જન્મદિને  શિવાજી ગાર્ડન, રેસકોર્સ ખાતે ભવ્ય સમારોહ  યોજાયો હતો.શિસ્તબધ્ધ, ગણવેશધારી સ્વયંસેવકો ના શારિરીક કાર્યક્રમો, દંડ, યોગાસન, ધોષ, રાષ્ટ્રભકિત ના ભાવ સાથે યોજાયા હતા.  નાના નાના શીશુ સ્વયંસેવકો નું ” સેોનું ધ્યાન ખેંચતું હતું.  તરૂણો દવારા દંડ, સંચલન, વ્યાયામયોગ તથા કતારબધ્ધ સ્વયંસેવકો એ સાથે મળીને ગાયેલું ગીત એ બધું જ વાતાવરણમાં રાષ્ટ્રભકિતની સેોરભ પ્રસરાવતું હતું.

પ્રાંતના સહવ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવેએ પોતાના ઉદબોધનમાં વ્યકિતના ઘડતરથી જ રાષ્ટ્રનું ઘડતર થશે એ વિષય પર મનનીય પ્રવચન કર્યુ હતું.  વિજયાદશમી એ સંંઘનો સ્થાપના દિવસ છે, વિજયનું પર્વ છે.  સત્ય, શીલ, સંયમ નો જ વિજય થાય છે આપણું ભારત પણ હજારો વર્ષથી પોતાની સંસ્કૃતિને ટકાવી શકયું છે તેનું કારણ પણ એવું જ છે કે ભારત હંમેશા માનવતા ટકાવી રાખવા માટે સતત સંઘર્ષશીલ રહયું છે.   શસ્ત્રની પૂજા હિંસા માટે નહીં પરંતુ રાષ્ટ્રના રક્ષણ માટે છે.  આપણા બધા દેવી દેવતાઓના હાથમાં શસ્ત્ર છે.  આપણી સંસ્કૃતિ શસ્ત્રની પણ છે અને શાસ્ત્રની પણ છે.

આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા પર્યાવરણવિદ અને સેવાકર્મી શ્રી વિજયભાઈ ડોબરીયાએ સંઘના સંગઠન, સેવાભાવ, પ્રકૃતિરક્ષા, કુટુંબ વ્યવસ્થા બચાવવાના કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે વિશ્વમાં બે સમસ્યાઓ મુખ્ય છે.  (1) આતંક અને (ર) પર્યાવરણની સમસ્યા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર્યાવરણની સુરક્ષા માટે સક્રિય ભૂમિકા ભજવી રહયો છે.  પ્લાસ્ટીકના બહિષ્કાર માટે સમાજને તૈયાર કરવાની, વધુ વૃક્ષારોપણ કરવાની તથા ધરતીના પ્રદુષણ ને ઘટાડવાની મહત્વની ભૂમિકા સંઘ ભજવી રહયો છે.  જો પર્યાવરણની સુરક્ષા થશે તો જ જીવન બચશે, પશુઓ બચશે, વનસ્પતિ ટકશે.

આ કાર્યક્રમમાં મહાનગર સંઘચાલક જાણીતા યુરોલોજિસ્ટ ડોક્ટર જીતેન્દ્રભાઈ અમલાણી તથા વિસ્તાર સંઘચાલક જાણીતા આંખના સર્જન ડો. કમલભાઈ ડોડિયા પણ ઉપસ્થિત રહયા હતા.

જનમેદની દવારા સમૂહ આરતીના દિવડાઓ સંધ્યા સમયે પ્રગટયા ત્યારે પ્રકાશની હાજરીને કારણે સમગ્ર કાર્યક્રમને ચૈતન્યસભર બનવામાં મદદ મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.