Abtak Media Google News

હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોઈને ઝડપી લેવામાં એસઓજી ટીમને સફળતા મળી હતી અને આરોપીને ઝડપી લઈ હળવદ પોલીસ મથકને હવાલે કરાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, અક્ષયરાજ મકવાણા તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી.પો.ઈન્સ એસ.એન.સાટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી. હેડ કોન્સ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વાધડીયા ને ખાનગી રાહે મળેલ હકિકત આધારે હળવદ પોલીસ સ્ટેશન ફરટ ગુર.નં-૧૨૦/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૩૭૯,૧૧૪ વિ. મુજબના કામનો નાસતો ફરતો આરોપી હસમુખભા પુંજાભા સાદૈયા જાતે,ગઢવી ઉવ.૨૫ ઘંઘો ડ્રાંઇર્વીગ રહે, વેકરા તા.રાપર જી,કચ્છ (ભુજ) વાળો હળવદ સરા ચોકડી પાસે આવેલ છે અને તેણે દુઘીયા જીન્સ તથા કાળો સફેદ છપ્પા વાળો શર્ટ પહેરેલ છે જેથી તુરતજ હકીકત વાળી જગ્યાએ જતા વર્ણન મુજબનો ઇસમ મળી આવતા વર્ણન વાળો ઇસમ જ નાસતો ફરતો આરોપી હોય ઝડપી લેવાયો હતો.

બાદમાં પંચો રૂબરૂ પુછપરછ કરી મજકુરના ઓળખ અંગે ના આધાર પુરાવા મેળવી જેની ખાતરી કરી આરોપી ને ઉપરોક્ત ગુન્હા ના કામે Cr.P.C કલમ ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.