Abtak Media Google News

કેમીકલથી સ્કીનને નુકશાન પહોંચી શકે જો કે છે નેચરલ પદાર્થોના ઉપયોગનું ચલણ: વેજ-નોનવેજ ઇગ્રીડીયન્સના વપરાશ અંગે ગ્રીન અને રેડ લેબલ લગાવવું જરુરી

Vlcsnap 2018 05 24 08H45M40S102સ્ત્રી અને સુંદરતા એકબીજાના પર્યાપ છે. આદિ અનાદિ કાળમાં વુક્ષો, ફૂલો જેવી કુદરતી સામગ્રી તો ઉપયોગ સ્ત્રીની સુંદરતાના વધારા માટે કરવામાં આવતો હતો પરંતુ વર્તમાન સમયની વાત કરીએ તો સુંદરતાના વિષયમાં આધુનિકતા એ પોતાનો હાથ અજમાવ્યો છે જી હા… આપણે વાત કરી રહ્યા છીએ કોસ્મેટીકસનો કોસ્મેટીકસનો યુઝ દિવસને દિવસે વધતો જાય છે.

જયારે લોકોને ખરેખર કોસ્મેટીકસ તો મીનીંગ શું છે ? એ જ ખબર નથી. કોસ્મેટીકસ એ નેચરલ ઇગ્રીડીવન્સ અને ફુડ કેમીકલનું બ્લેન્ડિંગ હોય છે. આપણે જાણીએ છીએ કે નેચરલ પ્રોડનું રીઝલ્ટ લોગ ટર્મ પર મળે છે. પરંતુ જયારે કેમીકલ પ્રોડકટનું રિઝલ્ટ ઇન્સટન્ટ મળે છે. માટે કોસ્મેટીકસમાં કેમીકલ જોવા મળે છે.

જેમાં હર્બલ, નેચરલ ઇગ્રીન્ડિયન્સ યુઝ કરવામાં આવે છે. પરંતુ ઘણા અંશે કેમીકલ સ્કીનને નુકશાનકારક પુરવાર થયા છે. વાત કરીએ તો આજે કોસ્મેટીકસમાં વેજ-નોનવેજ ઇગ્રીડિયન્સ ઉમેરવામાં આવે છે? જેને લઇને પ્રોડકટ પર ગ્રીન અને રેડ લેબલ લાગડવું જરુરી બન્યું છે કે લોકોને અવરનેસ આવે.

અંતે કોસ્મેટીકસ નો યુઝ કેરી રીતે કરવો જોઇએ અને નોનવેજ જેવા ઇગીડિયન્સ કહીએ તો ફીશ ઓઇલ, ફીશ સ્કેલ વગેરે લીપસ્કીક જેવામાં ઉમેરવામાં આવે છે. જેમાં હેરને રીપેર કરવા  શીપના કેરાટીનનો યુઝ થતો હોય છે. તેમના જ માટે તો મંતવ્યો અબતક દ્વારા કોસ્મેટીકસ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે તો જાણીએ શું છે લાભો અને ગેરલાભો અને રેડ અને ગ્રીન લેબલીંગ વિશે.

ઇલા રાજદેવ

Vlcsnap 2018 05 25 10H33M59S119‘કોસ્મેટીકમાં વેજ અને નોનવેજ પદાર્થને લઇ અમુક પ્રશ્ર્નો ઉદભવે છે’

સીલ્કી બ્યુટી સલુન ઇલાબેન રાજદેવ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે  ખાસ તો હાલના સમયમાં લેડીઝ મેકઅપને લઇને વધુને વધુ જાગૃત હોય છે છતાંપણ અમુક અંશે વેજ અને નોનવેજ કોસ્મેકિટસને લઇને પ્રશ્ર્નો ઉદ્દભવે છે. સાથો સાથ હાલના સમયમાં લોકો જાગૃત થઇ ગયા છે.

કે કેવા પ્રકારની વસ્તુ છે તેના કેવા ઇનગીડીયન્સ છે. તે તમામ માહીતી લોકો મેળવતા હોય છે. પહેલા લોકો કોઇપણ  લીપસ્ટીક કે ક્ધસીલર યુઝ કરી લેતા પરંતુ હવેની પરિસ્થિતિ એવી નથી. હવેથી કોસ્મેટીકસમાં પણ વેજ અને નોનવેજનો સિંબોલ આવશે જેનાથી નકકી થશે કે પ્રોડકટ વેજ છે કે નોન વેજ ખાસ કરીને નોનવેજ લીપસ્ટીક ઓઇલ વધારે હોય છે.

જેથી તેમાં લીપ્સનીકેર ખુબ જ સારી રીતે લઇ શકાય. ઉપરાંત લોકોમાં એવી વિચારસરણી હોય છે કે નોનવેજ કે વેજ કોસ્મેટીકસ નુકશાનકારક હોય છે તો એવું નથી. કારણ કે કોઇપણ કોસ્મેટીક બને એટલે તેની ચકાસણી કરવામાં આવે છે. માત્ર બ્રાન્ડનું ઘ્યાન રાખવામાં આવે તો કોઇપણ પ્રશ્ર્ન ઉદ્દભવે નહી.

ભાવીનભાઇ

Vlcsnap 2018 05 24 08H47M40S19‘ગાઈડન્સ વગર કોસ્મેટીક પ્રોડકટનો ઉપયાગે હાનિકારક’

બોનાન્ઝા બ્યુટી પાર્લરના ભાવીનભાઈએ કહ્યું હતુ કે, કોસ્મેટીક પ્રોડકટ સારી છે. પણ એને ટેકનીકલ વેથી સારા ગાઈડન્સથી સલાહ લઈને ઉપયોગ કરતા હોય તો એ બેસ્ટ છે.

અત્યારે એવું જોવા મલે છે કે ક્ધઝયુમર રેન્જ બહુ જ બહોળા પ્રમાણમાં છે. ટીવીમાં સારી એડ આવી કે કરીશ્મા કે કરીના કપૂર યુઝ કરે છે તો આપણણે પણ યુઝ કરવા મંડીએ એકચ્યુલીમાં એવું હોતુ નથી કોસ્મેટીક પ્રોડકટ એક એવી વસ્તુ છે જે ટેકનીકલ એમનું સ્ટડી કરવું પડે કે ઉદાહરણ આપુ તો હું છેલ્લા સાત વર્ષથી લંડન શીખવા જાવ છું તો અમે ટોટલી કોસ્મેયીક, હેરકટીંગને લઈને ગાઈડન્સ લેતા હોય અને ટેકનીકલી કેવી રીતે યુઝ કરવું એ પણ ખ્યાલ આવતો હોય છે.

અમે બોનાન્ઝાં ઘણા બધા પ્રકારના હેર ને લઈને કોસ્મેટીકયુઝ કરીએ છીએ જે એમના ટેકસચર પ્રમાણે યુઝ થતો હોય છે. અત્યારે જોવો તો બજારમાં ઘણી બધી બ્રાન્ડ છે. અને એડ આવતી હોય છષ. પરંતુ અમે લોકો જે ઝ કરતા હોય એ ટેકનીકલી અને હેરના ટાઈપ્સ, ટેકસચર પ્રમાણે કરતા હોય છે. અને એવી રીતે અમે કસ્ટમરને ગાઈડ કરતા હોય છીએ કે આવી રીતે કોસ્મેટીકસ યુઝ કરાય, શેમ્પુ યુઝ કરાય તો ઘણી બધી કોસ્મેટીક પ્રોડકટ છે. પરંતુ જો ટેકનીકલી ઉપયોગ કરતા હોય તો વધુ સા‚ છે.

નૈની સેરાજાની

Vlcsnap 2018 05 24 12H16M21S63‘કોસ્મેટીકના ઉપયોગમાં પ્રી-કેરની જેમ પોસ્ટકેર પણ કરવી અત્યંત જ‚રી’

હાઇટેકના નૈનીસે રાજાનીએ કહ્યું હતું કે કોસ્મેટીક હાનીકારક નથી. ઇન્ફેકટ કોસ્મેટીક આપણને આત્મ વિશ્ર્વાસ આપે છે.આજના આપને કોમ્પીટીટીવ વર્લ્ડમાં આપણે જોવા જોઇએ તો કોન્ફીડન્ટ વુમન માટે મહત્વનો ટોપીક છે.

ઘણાં બધા ટાઇપ્સના કોસ્મેટીક હોય છે. મેકઅપ છે, હેર છે હેરમા અલગ અલગ ટ્રીટમેન્ટ છે. સ્કીનના પણ ટ્રીટમેન્ટ ને બધુ હોય છે. ગર્લ્સને વુમનને પોતાનો કોન્ફીડન્ટ બુસ્ટ કરવા માટે હેલ્પ ફુલ છે.

કોસ્મેટીકનો યુઝ કેરફુલી કરવો જોઇએ આજે આપણે મેકઅપ જ કરીએ છીએ તો પ્રીકેર કરવી પડે અને મેકઅપ પછી પોસ્ટકેર પણ કરવી પડે જો પોસ્ટ કેર ના કરો. તો પછી તેનું ખરાબ પરીણામ પણ આવી શકે છે. ઘણીવાર લોકો કહેતા હોય છે કે મેકઅપ કરવાથી મારી સ્કીન ડેમેજ થાય છે.

પરીણામે મેકઅપ કર્યા પછી જે પોસ્ટકેર નથી કરતા એનાથી તે ડેમેજ થાય છે. પ્રોપરલી મેકઅપ રીમુવ ન થયું હોય કે લોંગ લાસ્ટીંગ જે મેકઅપ નું ડયુરેશન હોય એનાથી વધારે તે રાખ્યુ હોય અને પ્રોપરલી રીમુવર ન થયું હોય તેનાથી સ્કીન ડેમેજ થઇ શકે.

સ્કીન ડેમેજ ન થાય તે માટે પ્રીકેર કરવી પડે ઘણા બધા ઇન્સ્ટીટયુટમાં પ્રીકેર અને પોસ્ટકેર પણ દેખાડતા હોય છે. અમારા ઇન્સ્ટીટયુટમાં પણ પ્રીકેર છે. અમારે હાઇટેક ઇન્સ્ટીટયુટ છે. તેમાં પણ અમે લોકો પ્રીકેર કરાવીએ છે અને પછી પોસ્ટ કેર પણ કરાવીએ છીએ.

અનુજ મિશ્રા

Vlcsnap 2018 05 24 12H11M59S254‘કઇ બ્રાન્ડનો ઉપયોગ કરવો તે સ્કીનના પ્રકાર ઉપર આધારીત’

હરેલાઇનના ટેકનીકલ પર્સલ અનુજ મીશ્રાએ કહ્યું હતું કે બેઝીકલી આજની જનરેશન બ્યુટી કોન્સીયસ છે. યુઝ કરવો ન કરવો ને તેના સ્કીન ટાઇપ પર ડિપેન્ડ કરે છે. અને એમના સોસાયટી પર ડિપેન્ડ કરે છે. કોસ્મેટીકમાં ઘણા બધા કેટેગરી છે પણ જો બ્રાન્ડની વાત કરીએ તો ટોપ બ્રાન્ડમાં એચયુએફ, આઇટીસી ની પ્રોડકટ, હર્બલ, આયુર્વેદીક લોકો માટે પતંજલી છે.

જયારે અમારી પણ એક કોસ્મેટીકની બ્રાન્ડ છે. વાયવા કરીને જે  બહુ જ સારી છે. અમારી જે પ્રોડકટ છે એ બધી વેજીટેરેયન જ છે. જેમાં સ્કીનની ટાઇપને નજર રાખીને કલાઇન્ટસ પ્રમાણે આ પ્રોડકટ બનાવેલી છે. જે પુરી ટેસ્ટેડ છે તો પેલા જ અમે ફાઇનલ ટેસ્ટીંગ અમારા જ સબૂત પર કરીએ છીએ અને ત્યાં સુધી બહારના લોકો ન નઇ યુઝ કરવા દેતા. જયાં સુધી અમે સેટીસ્ફાઇડ ન થઇ જાઇએ ત્યાં સુધી અમે કસ્ટમરને યુઝ કરવા નહીં દેતા. કોસ્મેટીકસ તો ઉપયોગ કરવાનો જે પ્રોડકટ સાથે જ અથવા તો પ્રોડકટના રેપર પર જ લેબલ લગાડેલું હોય છે અને ડીરેકશન લખેલી હોય છે કે કેવી રીતે યુઝ કરવો ? પરંતુ લોકો એ રીડ કરતાં જ નથી એમાં ગાઇડલાઇન્સ પણ હોય છે જેના દ્વારા લોકોને કેવી રીતે એપ્લીકેશન કરવી એ ખબર પડે છે.

વિરલબેન

Vlcsnap 2018 05 24 08H48M24S212‘બ્રાન્ડેડ કંપનીઓની પ્રોડકટમાં પણ યોગ્ય ટેકનીકનો ઉપયોગ જ‚રી’

ક્રિએટીવ કરસન વિરલબેન દ્વારા જણાવાયું હતું કે, કોસ્મેટીકસની વાત કરીએ તો આજની કોઇપણ લેડીઝ કોસ્મેટીકસ વગર અધૂરી છે. એટલે જ કોસ્મેટીકસનો યુઝ કરવો જરુરી છે. પ્રોડકટસનો આપણે પ્રોફેશનલી યુઝ કરવો જોઇએ.

કોસ્મેટીકસ એ સ્કીન ટાઇપ પ્રમાણે હોય છે તો સ્કીનના ટાઇપ ચેક કરીને યુઝ કરવામાં આવે છે ઓયલી સ્કીન છે ડાર્ક સ્કીન છે જો તમને ખ્યાલ ન આવતો હોય તો તમે બ્યુટીશીયનની સલાહ લઇ શકો છો. જેમ કે લોરીયલ છે, જે બ્રાન્ડ તમે યુઝ કરી શકો છે. તમે જે રુટીન લાસફમાં ફાઉન્ડેશન છે. લીપગ્લોઝ છે. લાઇનર છે, લીપ્સસ્ટીક છે વગેરેનો યુઝ કરી શકો છો.

તમે બ્રાન્ડેડ કંપનીના કોસ્મેટીકસ યુઝ કરો છો તો તમે ઘણા બધા કોસ્મેટીકસના નુકશાનથી બચી શકો છો. કોસ્મેટીકસના યુઝ કયા પછી પણ એમનો રીમુવ નથી કરતા તો તેનો સાઇડ ઇફેકટ થતી હોય છે. કોસ્મેટીકસ વેજ-નોનવેજ ઇન્ગ્રીડિયન્સ વાળા ઘણા બધા કોસ્મેટીકસ છે.

પરંતુ ઇન્ડીયામાં બહુ જ ઓછા પ્રમાણમાં યુઝ થાય છે હા, તમે કોઇપણ કોસ્મેટીક પ્રોડકટ તમે ટેકનીક વગર યુઝ કરો છો તો નુકશાન થાય છે. અને તમે ટાઇમસર કોસ્મેટીકસ અથવા લીપ્સટીક ને રીમુવ નથી કરતા તો એ વધુ નુકશાન કારક છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.