Abtak Media Google News

ગૌ વિજ્ઞાની, ગાય પર પી.એચ.ડી. કરનાર દેવરક્ષીતાજી મહાસતીજીની અબતક સાથે ચાય પે ચર્ચા

ગાયના એક અડાયા છાણા પર એક ચમચો ઘી નાખીને ધુપ કરવામાં આવે તો એક ટન હવા શુધ્ધ થાય છે એવું હવે વિજ્ઞાને સાબીદ કર્યું છે ત્યારે ગાયનું માત્ર આધ્યાત્મીક જ નહી પણ અન્ય પાસાઓ પણ ઘણા મૂલ્યવાન છે તે સાબીત થાય છે. ગાય ઉપર પી.એચ.ડી. કરનાર ગૌ વિજ્ઞાની પૂ. ડો. દેવરક્ષીતા મહાસતિજી અબતક મીડીયા હાઉસ ખાતે પધાર્યા હતા. અને ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ગાયને કેન્દ્રમાં રાખીને પેરણાદાયી વાતો કરી હતી જેના અંશો અત્રે પ્રસ્તુત કર્યા છે.

અંગ્રેજોએ ભારતનું ગૌધન ખતમ કરી આપણને ગરીબીમાં ધકેલી દીધા !

ગાયનું આધ્યાત્મીક મૂલ્ય જ આપણે સ્વીકાર્યું છે વાસ્તવમાં આર્થીક આયુર્વેદીક, સહિતના મૂલ્યો વિશે આપણે મંથન કર્યું નથી એવું કેમ? એવું પૂછતા તેમણે કહ્યું કે ગાય ગઈકાલે કામઘેનુ હતી. આજે છે, આવતીકાલે પણ રહેશે. કામઘેનુ એટલે આપણી દરેક સમસ્યાનું સમાધાન કરનારી. માત્ર ગાય જ નહી પણ આખો ગૌવંશ આપણી આર્થીક આધારશીલા છે એ વાત આપણે કયારેય ભૂલવી ન જોઈએ.અંગ્રેજો ભારત આવ્યા ત્યારે તેમણે જાણી લીધુ કે ભારતનું સાચુ ધન ગૌ ધન છે. એટલે તેણે ગૌ ધન પર પ્રહાર કર્યો અને ઘર ઘર ગાય તથા ગામ ગામ ગૌશાળાનો નાશ કરવા લાગ્યા.અંગ્રેજોએ નારી અને ગવતરીને રોડ પર લાવી મૂકયા રોબટ પ્લાય નામનો એક અંગ્રેજ ભારતમાંથી 900 જહાજ હીરા-મોતી સોનુ લુંટી ગયો છતા ભારત ગરીબ નહોતુ પણ 300 કરોડ જેટલા ગૌધનનો નાશ કર્યો એટલે આપણે ગરીબ થઈ ગયા.

Dsc 6269 Scaled

ઘરે ઘરે ગાય બંધાય તો ભારત આર્થિક રીતે ઉન્નત બને

ભારતની ગરીબી દૂર કરવામાં ગાય કેટલી સમક્ષ ગણાય ? એવું પૂછતા દેવ રક્ષીતા મહાસતીજીએ કહ્યું કે ઘરે ઘરે ગાય બંધાય તો સૌથી પહેલાતો સુધ્ધ દુધ, દહી મળે અને એનો ખર્ચ બચી જાય. બીજુ ગાય દ્વારા બળદ મળે એટલે ભારતની ખેતી સમૃધ્ધ થાય ને ખાતર વગેરે દ્વારા પ્રાકૃતીક ખેતી નિર્માણ પામે જેને કારણે ભારત તંદુરસ્ત બને અને દવા ખર્ચ બચી જાય એમ તમામ રીતે ભારતને ફાયદો થઈ શકે છે.

તો ગાયના એક ગૌબરની કિંમત રૂ.1 થી 3 લાખ હશે !

ભારતમાં અગાઉ હરીયાળી ક્રાંતી આવી, એ પછી શ્ર્વેત ક્રાંતી આવી ને હવે ગાયના ગોબર દ્વારા બ્રાઉનરીવોલ્યુલેશન એટલે કે બદામી ક્રાંતી આવશે આ કેટલુ સાચુ એવું પુછતા તેમણે જણાવ્યું કે, અગાઉની ક્રાંતી લોહીયાળ ક્રાંતી બની રહી છે પણ ગૌબર દ્વારા થનારી ક્રાંતી ફાયદારૂપ હશે કેમકે ગૌબરમાં આઠ પ્રકારની લક્ષ્મીનો વાસ હોય છે. ગૌબરનું ખાતર શ્રેષ્ઠ ગણાય છે. જયાં સુધી આપણે ગૌમુત્ર અને ગૌબરનુંખાતર વાપરતા હતા ત્યાં સુધી ભારતની ધરતી અને લોકો બીમાર નહોતા. ગૌબરમાં સોનું-ચાંદી હીરાના કણ, તાંબુ જેવા તત્વો છે. અત્યારે સંશોધન ચાલે છે જેમાં ગૌબરમાં સીલીકોન છે કે કેમ? જો એ સાબીત થશે કે ગૌબરમાં સીલીકોન છે તો એક ગોબરની કિંમત રૂ.1 થી 3 લાખ થશે.

સૌરાષ્ટ્ર માટે ગીર ગાય તો કચ્છ માટે ક્રાંકરેજી શ્રેષ્ઠ

જુદાજુદા પ્રકારની ગાયોની નસ્લ ભારતમાં છે તો તેમા સૌથી સારી કઈ? એવું પુછતા મહાસતીજીએ કહ્યું કે સૌથી પહેલા જર્સી ગાયને અમે ગાય માનતા નથી કેમકે એ ભૂંડની એક પ્રજાતી છે. બીજુ તમે જે વિસ્તારમાં રહેતા એ વિસ્તારમાં થતી ગાય તમારા શ્રેષ્ઠ હોય છે જેમકે સૌરાષ્ટ્રમાં ગીર ગાય, કચ્છમાં કાંકરેજી, રાજસ્થાનમાં રાઠી, જેવી કુલ 350 જાતીની ગાયો આપણે ત્યાં હતી અત્યારે માંડ 32 થી 40 પ્રજાતી બચી છે.

શહેરોમાં ગાય બાંધવી કયાં? એનું સોલ્યુશન પણ છે…

આજે શહેરોમા ઘણા લોકોને ગાય રાખવી છે પણ બાંધવી કયાં? એ સવાલ છે એવુ પૂછતા તેમણે જણાવ્યું કે જો સુખી લોકો ઘરમાં કુતરો રાખી શકતા હોય તો ગાય કેમ ન રાખી શકે? છતા ગાય રાખવાથી પાડોશીઓને પણ તકલીફ થાતી હોય તો પાંચ-દશ લોકોએ સાથે મળીને કોઈ ખૂલ્લા પ્લોટમાં અથવા કોઈ ફેકટરીના પાર્કીંગમાં કે એવી જગ્યાએ ગાયને રાખવી જોઈએ. મુંબઈમાં ઘણા લોકોએ આવો પર્યોગ કર્યો છે. સુખીમાણસો પોતાના ફાર્મ હાઉસમાં ગાય રાખી શકે છે.

પંચગવ્યથી બનતા સૌદર્ય પ્રસાધનો ફાયદા રૂપ

સૌદર્ય માટે ગાય કેવી રીતે ઉપયોગી બની શકે એવા સવાલના જવાબમા મહાસતીજીએ જણાવ્યું કે ગાયના પંચગવ્યથી પગની પાનીથી માંડી માથાના વાળ સુધીના સૌદર્ય પ્રસાધનો બને છે. ભારતમાં સૌદર્ય પ્રસાધનોનું માર્કેટ રૂ. 1200 કરોડનું છે. એ પ્રસાધનોથી કેમીકલ વાળી વસ્તુ લોકો પોતાના શરીર પર લગાવે છે. પણ પંચગવ્યના પ્રસાધનો તમારા માટે ખૂબ ફાયદાકારક સાબીદ થાય છે.

શું મહાસતીજીનો સંદેશો ?

લોકો માટે મહાસતીજીનો સંદેશો એ છે કે, સૌ આજથી જ સંકલ્પ કરે કે હું ગાયનું પાલન કરીશ. જો ગાય પાળવી શકય ન હોય તો ગાયના દુધ, દહીં, ઘીનો ઉપયોગ કરીશ અને સૌદર્ય પ્રસાધનો પણ ગાયના પંચગવ્યથી બનેલા વાપરીશ. ટુંકમાં દરેક વ્યકિતએ ગૌવ્રતી બનવું અનિવાર્ય છે.

ગાય પર મહાસતીજીએ શા માટે કર્યું પી.એચ.ડી.?

તમે ગાય પર પી.એચ.ડી. કર્યું છે એ વિશે થોડી વાત કરશો? એવું પૂછતા મહાસતીજીએ જણાવ્યું કે અમે અચલગચ્છના સાધુ-સાધ્વીઓ ગાયનો મહીમા ગાઈએ છીએ કેમકે અચલગચ્છના કેન્દ્રમાં ગાય છે. એક વખત દ્વારકા મંદિરમા આરતી વખતે અમે ઉભા હતા ત્યારે મને પ્રેરણા મળી કે દ્વારકાધીશ કૃષ્ણને પણ ગાયના સહારે ઉભા રહેવુ પડતુ હોય તો આપણે એ દિશામાં કામ કરવું જોઈએ. સાધુ-સાધ્વીજીઓના આગ્રહથી મે પહેલા ગાય પર એમફીલ પછી પીએચડી કર્યું મારા અભ્યાસમાં આવ્યુ કે ભારતના દરેક રાજયના સાહિત્યમાં અને દરેક ધર્મમાં ગાયના ગુણગાન ગવાયા છે.

ગાયના દુધ, દહી, ઘી,ગૌ મુત્ર, ગોબર અમૃત સમાન છે

ગાયનું પંચગવ્ય એ ખરેખર શું છે? એવું પૂછતા તેમણે જણાવ્યું કે ગાયના દુધ, દહીં, ઘી, ગૌમુત્ર અને ગોબર આ પાંચ વસ્તુ અમૃત સમાન છે પંચગવ્ય પર સતત 12 વર્ષ રોજના ત્રણ કલાક બોલીએ તો પણ ખૂટે નહી તેવો મોટો આ વિષય છે. આજે જમીન, પાણી, હવા, વનસ્પતી બધુ જ વિષમય બની ગયું છે. ત્યારે મનુષ્યને ઝેર માથી પંચગવ્ય બચાવી શકે છે.

ગાય વાસ્તુ અને ગ્રહનો દોષ દૂર કરે છે

વાસ્તુશાસ્ત્ર મુજબ જયાં ગાય બાંધી હોય ત્યાં વાસ્તુ દોષ લાગતો નથી એ વાત કેટલી સાચી? એવું પુછતા તેમણે કહ્યું કે સાવ સાચી વાત છે વાસ્તુદોષ વાળા ખુલ્લા પ્લોટમાં તમે રાત્રે ગાયને બાંધો તો એ પ્લોટમાંથી વાસ્તુદોષ દૂર થાય છે. વળી વાસ્તુદોષ વાળી જગ્યાએ ગાયના ઘીનો દીવો કરો તો પણ શુભતત્વ પ્રાપ્ત થાય છે. ગ્રહોની દશા પણ ગાય બદલી શકે છે.

મેડીકલ સાયન્સ જયાં સમાપ્ત થાય ત્યાંથી ગૌ વિજ્ઞાન શરૂ થાય

ગાયનું આયુર્વેદીક મૂલ્ય કેટલું? એવું પુછતા મહાસતીજીએ જણાવ્યું કે ગાય એટલે હાલતુ ચાલતુ ઔષદ્યાલય. વિશ્ર્વમાં 144 પ્રકારની સારવાર પધ્ધતીઓ એટલે કે પથીઓ અમલમાં છે. પણ આજે નહી તો કાલે ગૌપથીને સરણે ગયા વિના વિશ્ર્વનો ઉધ્ધાર થવાનો નથી. ગાય જેમ ઔષદ્યાલય છે એમ સૌંદર્યાલય પણ છે. મેડીકલ સાયન્સ જયાં સમાપ્ત થાય છે ત્યાંથી ગૌ વિજ્ઞાન શરૂ થાય છે.

આપણા દાંત, હોજરી, પાચનતંત્ર માંસાહાર માટે યોગ્ય નથી !

લોકો માંસાહાર તરફ વળ્યા છે ખાસતો વિદેશી ફૂડ કંપનીઓ માંસાહાર માટે યુવાધનને પ્રોત્સાહીત કરે છે, આવતા દિવસો ચિંતાજનક ખરા? એવું પુછતા તેમણે ક્હ્યુંં કે ચોકકસ પણે ચિંતા કરવી પડે પણ સંતો,સમાજ સુધારકો, કવિઓ, કલાકારો, વ્યાખ્યાન આપનારાઓ શાકાહારનો પ્રચાર કરે એ જરૂરી છે. લોકોને એ સમજાવવું પડશે કે આપણા દાંત, હોજરી, પાંચનતંત્ર વગેરે માંસાહાર માટે યોગ્ય નથી. કોઈ જીવની હિંસા કરીને તમે ભોજન કરો એ તમારા માટે પણ સારૂ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.