Abtak Media Google News

સોમવારે મતદાન અને ૨૪મીએ મત ગણતરી

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી અલગ અલગ કારણોસર ખાલી પડેલી ૭ બેઠકો પૈકી ૬ બેઠકો માટે આગામી ૨૧મી ઓકટોબરના રોજ યોજાનારી પેટા ચૂંટણી માટે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સોમવારે સવારથી સાંજ સુધી મતદાન હાથ ધરવામાં આવશે. જ્યારે ૨૪મી મત ગણતરી હાથ ધરાશે.

રાદ, અમરાઈવાડી, ખેરાલુ અને લુણાવાડા વિધાનસભા બેઠક પરી ચૂંટાયેલા ધારાસભ્યો ગત એપ્રીલ-મે માં યોજાયેલી લોકસભાની ચૂંટણી લડી સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવતા તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા આ ચાર બેઠકો ખાલી પડી છે. જ્યારે વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં રાધનપુર અને બાયડ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપના કેસરીયો ખેસ ધારણ કરી લઈ ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધુ હતું. જેના કારણે આ બે બેઠકો ખાલી પડી હતી. આગામી ૨૧મી ઓકટોબરના રોજ મહારાષ્ટ્ર અને હરીયાણા વિધાનસભાની સામાન્ય ચૂંટણી સાથે ગુજરાત સહિતના ૧૮ રાજયોની ૭૦ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં રાજ્યની ૬ બેઠકોનો પણ સમાવેશ થાય છે. રાદ, અમરાઈવાડી,ખેરાલુ, રાધનપુર, બાયડ અને લુણાવાડા બેઠક કબજે કરવા માટે ભાજપ અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવી દીધુ છે. આજે સાંજે પ્રચારના ભુંગળા શાંત ઈ જશે. અને આવતીકાલે ડોર ટુ ડોર સંપર્ક કરી મતદારોને મનાવવા માટે આખરી દમ સુધી મહેનત કરશે. આગામી સોમવારે સવારથી લઈ સાંજ સુધી મતદાન હાથ ધરવામાં આવશે અને ૨૪મીના રોજ મત ગણતરી હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.