સચિન…સચિન….સચિન….ફરી માસ્ટર બ્લાસ્ટરને રમતો જોવાની તક

ભારતમાં ક્રિકેટનું ઘેલું લગાડવા પાછળ બે વ્યક્તિ જવાબદાર છે, એક છે કપિલ દેવ અને બીજું નામ છે સચિન. સચિનને આપણા દેશમાં ક્રિકેટ ચાહકો ભગવાનનું સ્વરૂપ ગણે. ક્રિકેટની દુનિયામાંથી સચિને 16 નવેમ્બર 2013માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી. સચિનની નિવૃતિથી કરોડો ફેન્સ ખુબ જ નારાજ થયા હતા. તેઓ આજીવન ક્રિકેટના ભગવાનને રમતા જોવા માગતા હતા. જો કે આ ફેન્સને ફરી તેમના ભગવાન બેટ-હેલ્મેટ સાથે રમતા જોઇ શકે છે.

રોડ સેફ્ટી વર્લ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટની પ્રથમ ટી20 મેચ આજથી એટલે કે શુક્રવાર 5 માર્ચથી શરૂ થવા જઇ રહી છે. જેની પ્રથમ મેચ રાયપુરના શહીદ વીર નારાયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં દેશ અને દુનિયાના દિગ્ગજ ખેલાડીઓ કે જેઓ નિવૃત થઇ ગયા છે તેઓ રમતા દેખાશે. આ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલના હસ્તે કરવામાં આવશે.

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવાસ્કરની કંપની પ્રોફેશનલ મેનેજમેન્ટ ગૃપ દ્વારા આયોજીત રોડ સેફ્ટી વર્લ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટની પ્રથમ ટી20 મેચ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટનો ઉદેશ્ય લોકોમાં માર્ગ અકસ્માતને લઇને જાગૃતી લાવવાનો છે. તો આ ટૂર્નામેન્ટમાં ભારત, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેંડ, વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટરો ફરી મેદાને ઉતરશે.

ભારતની ટીમ

ભારત તરફથી આ ટૂર્નામેન્ટમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, મોહમ્મદ કેફ, યુસુફ પઠાન, નમન ઓજા, આર. વિનય કુમાર, સુબ્રમણ્યમ બદ્રીનાથ, પ્રગ્યાન ઓઝા, નોએલ ડેવિડ, મુનાફ પટેલ, ઇરફાન પઠાન, મનપ્રીત ગોની.