Abtak Media Google News

માતૃપિતૃ ભકત શ્રવણે તેમના અંધ માતા પિતાની મનોકામનાને સંતૃપ્ત કરવા કાવડમાં બેસાડીને તિર્થસ્થાનોની યાત્રા કરાવી હતી એ કારણે આપણા પૂર્વજોએ એને શ્રવણ-સસ્કૃતિ તરીકે વર્ણવી હતી, જે આપણા ઈતિહાસમાં અજરઅમર છે

શ્રાવણ મહિનામાં શિવશંકરની ભકિત અને આરાધનાનો અવસર ગણાવ્યો છે. આ મહિનામાં એકટાણા-પૂર્ણઉપવાસનો પણ મહિમા છે. પૂણ્યપ્રાપ્તીના શુભદિન રીતે પણ આ મનિ મહિમાવંતી છે. સંસ્કૃતિને સજીવ રાખવાની ગરજ અ મહિનો સારે છે !

આ પવિત્ર મહિનાનાના શુભારંભે અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના નિર્માણનો વડાપ્રધાનની પૂનિત ઉપસ્થિતિમાં શિલાન્યાસ વિધિ થનાર છે. દેશભરમાંથી રામભકત આબાલવૃધ્ધ નરનારીઓ આપણા દેશના હમણા સુધીનાં અભૂતપૂર્વ અવસરે ખુશાલી આનંદ ઉમંગના ઘંટારવ કરશે તેમજ અયોધ્યા નગરીને જયઘોષ વચ્ચે શણગારશે એમ મનાય છે.આ પ્રસંગે વડાપ્રધાન કેવી રીતે માહિતી આપશે, તે જાણવા આખો દેશ આતૂર રહેશે એવી આગાહી થઈ શકે છે !

આવતા દિવસોમાં કેટલીક બહુ મહત્વની ઘટનાઓ આપણા દેશમાં બનવાની છે!

એમાંની એક પવિત્ર શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે, એ છે, અને બીજી, અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનાં નિર્માણનાં શ્રી ગણેશ થનાર છે એ છે.

આમતો આપણો દેશ અત્યારે ‘કોરોના’ વાયરસના અભૂતપૂર્વ કહેર વચ્ચે ઝઝૂમી રહ્યો છે. અને સમગ્ર વિશ્ર્વની જેમ આપણાદેશની પ્રજા પણે અસંખ્ય હાલાકીઓની પીડા ભોગવી રહી છે.

આપણા દેશની પ્રજાને કોઈ બહુ મોટા સ્વરૂપના આનંદ ઉમંગની અને ખુશાલીઓ માણવાની હોશ નથી. તો પણ શ્રાવણનું આગમન અને અયોધ્યા મંદિરના ઐતિહાસીક શિલાન્યાસની ઘડીએ બંને આપણાદેશની પ્રજાના ગમે તેવા દુ:ખા અને આપત્તીઓને કોરાણે મૂકી દે તેમ છે.

કોઈપણ સમાજ માટે અને માનવો માત્ર માટે કસોટીની ઘડીઓ આવે જ છે.

આપણા રામાયણ, મહાભારત તેમજ ભાગવત સહિતના તમામ પૂરાણગ્રંથો આ સનાતન સત્યના સાક્ષીઓ છે, અને માનવજાત માટે માર્ગદર્શક પણ છે.

આપણે ત્યાં અત્યારે ચોમાસાની ઋતુ છે, વરસાદની મોસમ છે. નદીઓમાં પૂરની, ઘોડાપૂરની અને જળાશયોમાં નાની મોટી ઉથલપાથલોની ઘટનાઓ બન્યા કરવાની આ મોસમ છે. હરિમંદિરોમાં ભકતોની ભીડનીને ધરમકરમની સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવાનો માહોલ પણ આપણા શહેરો તેમજ ગ્રામ્ય પ્રદેશોમાં પ્રવર્તે છે.

પ્રજાની મુશિબતો અને મુંઝવણો વચ્ચે આપણા શાસકો તેમજ સુકાનીઓની જવાબદારીઓ વધે છે. વહિવટી તંત્રનો બોજ પણ વધે છે.

પ્રજાની પડખે નહિ ઉભા રહેનારા સુકાનીઓએ કરોડો ગરીબો પ્રત્યેનો તેમનો ધર્મબજાવવો જ પડે તેમ છે.

શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રો આપણા હાલના કોરોનાગ્રસ્ત કહેર વચ્ચે નિષ્ફળતા સિવાય અને હાલાકીઓ સિવાય પ્રજાને કાંઈ જ આપી શકતા નથી, એવી બૂમરાણ છે.

આપણો દેશ અને માનવ સમાજ શ્રાવણ મનિનો યથાર્થ ઉપયોગ કરે, શ્રવણ-સંસ્કૃતિને પૂનર્જીવિત છે. કથાશ્રવણ કરે, ધર્મપ્રધાન અને કર્તવ્ય પ્રધાન બને તો જ શ્રાવણ મહિનાની સાર્થકતા જળવાશે.

આપણે અયોધ્યા-મંદિરને પર આપણાદેશની તવારિખી ઘટના ગણીએ અને રામ-મંદિર દ્વારા રામરાજય પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ કરીએ…

આપણા દેશમાં રામરાજય સ્થાપવાની પ્રતિજ્ઞા આપણા નેતાઓઐ અને આપણી ધર્મસત્તાએ લીધી હતી.

આપણે એક આપણી સંસ્કૃતિને સજીવન અને ચેતનાવંત બનાવવીના પ્રતિજ્ઞા લઈએ એકતાને સંગીત અને મજબૂત બનાવીએ અને ભારતને મહાનરાષ્ટ્ર બનાવવાના મહાયજ્ઞમાં સામેલ થઈ જઈએ…

દશરાજાએ કરેલી ભૂલ અંગે આપણે સજાગ કરીએ. આ મહાયજ્ઞ પવિત્ર છષ, અને એને અપવિત્ર ન જ થવા દઈએ.

રાજકીય પ્રપંચો અને રાજગાદીલક્ષી રાજકારણે આ દેશને બરબાદ કર્યો છે. અને આ દેશમાં રામરાજય થવા દીધું નથી. ‘કોરોના’ની રાષ્ટ્રીય આપત્તિ વખતે કમસેકમ આપણે દેશના અધ:પતનને રોકવાના તમામ પ્રયત્નો કરીએ નહિતર, રામમંદિર રાજકારણથી ખરડાશે અને દેશના વધુ ભાગલાને અને વિખવાદને એ વકરાવ્યા વિના નહિ રહે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.