Abtak Media Google News

સદસ્યનો પતિ આવાસ દીઠ રૂ.૧૦ હજાર ઉઘરાવતો હોવાની રાવ: મંજુર યેલ આવાસમાં લાર્ભાીઓની યાદી બિનસત્તાવાર રીતે સદસ્યનાં પતિ પાસે કેમ પહોંચી તે મોટો સવાલ

દામનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી ઓ પાસેથી નાણાં ઉઘરાતી ટોળકી સામે લાભાર્થી ઓ માંથી ફરિયાદો ઉઠતા પાલિકા તંત્ર હરકત માં આવ્યું છે. દામનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામકરતી એજન્સી માર્ચ ડેવલોપમેન્ટ કંપનીના માધ્યમ થી દામનગર શહેરી વિસ્તાર માં પ્રથમ રાઉન્ડમાં ૧૪૦ અને બીજા રાઉન્ડમાં ૧૨૪ મળી ૨૬૪ આવાસ ને મંજૂરી મળી તેમાં ખાનગી કલ્સટીંગ એજન્સી માર્ચ ડેવલોપમેન્ટના દામનગર સ્થિત મેનેજર દ્વારા પાલિકા તંત્ર ને જાણ બહાર મહિલા સદસ્ય ના પતિ ને મંજુર થયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના ની યાદી હતી. અપાતા અનેક તર્ક વિર્તક સર્માયા છે. દામનગર નગરપાલિકા ના મહિલા સદસ્ય ના પતિ લાભાર્થી ઓ નો સંપર્ક કરી એક આવાસ ના રૂપિયા ૧૦ હજાર જેવી રકમ ઉઘરાવી અત્યાર સુધી માં ૨૬૪ પ્રધાનમંત્રી આવાસ યોજના માંથી ૨૫ લાખ થી વધુ ની રકમ ઉઘરાવી હોવા ની ચર્ચા થતા પાલિકા પ્રમુખે પ્રધાનમંત્રી અવાસ યોજના ના મેનેજર અને દામનગર ખાતે ના કર્મચારી પાસે ખુલાસો પૂછતાં જ મંજુર આવાસ યોજનાની યાદી મહિલા સદસ્યના પતિ પાસે થી પરત મેળવાય હતી દામનગર શહેરી વિસ્તાર માં મંજુર થયેલ ૨૬૪ પ્રધાનમંત્રી આવાસ યોજના ની લાભાર્થી ના નામો મોબાઈલ નંબર વાળી યાદી મહિલા સદસ્ય ને કેમ આપી ? તે સૌથી મોટો સવાલ છે દામનગર નગર પાલિકા ના ક્યાં સદસ્ય આમા સામેલ છે ક્યાં લાભાર્થી પાસે કોના મારફતે આવાસ યોજના ના કેટલા નાણાં મેળવ્યા ? મદદ ના નામે મલાઈ લેતા પાલિકા ના સદસ્યો ની ભૂંડી ભૂમિકા સામે આવતા જ સામેલ સદસ્યો માં ચિંતા જોવા મળી રહી છે દામનગર નગરપાલિકા વિસ્તાર માં મહિલા સદસ્ય દ્વારા લાભાર્થી ની મુલાકાતો લેવાતી અને મહિલા સદસ્ય દ્વારા લાભાર્થી પરિવારો ને ચોક્કસ વ્યક્તિ નો સંપર્ક કરવા જણાવતું હતું આ બાબતે ખૂબ મોટા પ્રમાણ માં લાભાર્થી ઓ પાસે આવાસ મંજૂર કરાવી આપવા ના નામે મંજુર થયેલ આવાસ ની યાદી મેળવી નાણાં મેળવતા હોવા ની વિગતો જાણવા મળે છે પાલિકા નું નામ આવતા દામનગર પ્રમુખે ખુલાસો માંગતા આ વચેટીયા નો ભાંડો ફૂટ્યો હતો આ અંગે છેલ્લા ચાર માસ ની કોલડિટેઇલ્સ મેળવી તપાસ કરાય તો ૨૫ લાખ થી વધુ ની રકમ આવાસ ના નામે જમી જનાર ખુલ્લા પડી શકે છે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.