Abtak Media Google News

હિન્દુ-મુસ્લિમ સમાજની બાળાઓ એક સાથે ગરબા રમી એકતાનું ઉદાહરણ પુરુ પાડે છે

પડધરી તાલુકાના મોવૈયા ગામમાં નવરાત્રીના પ્રથમ દિવસે પડધરીના જાબાઝ પી.એસ.આઈ જે.વી.વાઢીયાના હસ્તે રીબીન કાપી ફરતો મંડપ ખુલ્લો મુકાયો હતો. પડધરી પોલીસ સ્ટેશન સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ગુજરાત રાજયમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જગદંબાના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે પ્રાચીન ગરબીમાં પણ અર્વાચીન ટેકનોલોજી દ્વારા મોવૈયાના યુવાનોએ જહેમત ઉઠાવી તે ખરેખર બિરદાવવા પાત્ર છે.

મોવૈયા ગામના મોભી એવા રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય ધીરૂભાઈ તળપદા, સરપંચ નિલેષભાઈ તળપદા, ઉપસરપંચ સુરેશભાઈ ખુંટ, મોવૈયા ગામ મંડળીના પ્રમુખ ચતુરભાઈ સવેરા તેમજ ફરતા મંડપનું માર્ગદર્શન હરહંમેશ આપનાર અને ખેડુત વૈજ્ઞાનિક કહેવાય એવા ભીમજીભાઈ મુંગરાના સહીયારા પ્રયાસથી આ ગરબીનું સુંદર, દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવે છે.Img 20181010 Wa0113આ ફરતા મંડપમાં જયારે બાળાઓ રાસ રમતી હોય ત્યારે સાક્ષાત માં જગદંબા રાસ રમતી હોય તેવી અનુભુતી કરાવે છે. ગામમાં રહેતા બટુકભાઈ પટોળીયા નામના ખેડુત પણ દર વર્ષે નિ:શુલ્ક અને નિ:સ્વાર્થ ભાવે પોતાના મધુર કંઠથી લોકોને મંત્રમુગ્ધ બનાવી દે છે. આ ગામ ઉત્સવપ્રિય ગામ છે. મોવૈયા ગામમાં દરેક ઉત્સવો હર્ષોઉલ્લાસથી થનગનાટ અને આનંદભેર ઉજવવામાં આવે છે.

નવરાત્રી મહોત્સવને અનેરી રીતે ઉજવવામાં આવે છે. નવરાત્રીમાં માં આદ્યશકિતના ગુણગાન માતાજીના અતિ આકર્ષક અને ભવ્ય મંડપ નીચે ગવાય છે. ખાસ તો આ ગામના અભણ ખેડુતોની કોઠાસુઝના પરીણામે માતાજીનો દિવ્ય અને ભવ્યની સાથે ફરતો મંડપ બનાવવામાં આવેલ છે.

દર વર્ષે મોવૈયા ગામની ગરબી અને માં આદ્યાશકિતના દર્શન કરવા આજુબાજુના ગામ જ નહીં પરંતુ આજુબાજુના તાલુકાઓમાં રાજકોટ, મોરબી અને જામનગર જીલ્લાના હજારો લોકો દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. નવદુર્ગા ગરબી મંડળના સંચાલક ધી‚ભાઈ તળપદા અને નિલેષભાઈ તળપદા તેમજ નવદુર્ગા યુવા ગ્રુપ અને સમસ્ત મોવૈયા ગામવતી બધી જ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવે છે કે માં જગદંબાના દર્શન કરવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.