Abtak Media Google News
દરેક વ્યક્તિમાં કોઈને કોઈ પ્રતિભા છુપાયેલી હોય છે બસ તેમને જરા દીશા આપવાની જરૂર હોય છે, મોરબીના બેલા ગામે ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલના પ્રારંભે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીએ ઉપરોક્ત શબ્દ કહ્યા હતા અને જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જન્મથી સાધુ, સંત કે કલાકાર, રાજનેતા નથી હોતા પરંતુ તેને કેવી સંગત મળે છે અને કેવો માહોલ મળે છે તેના પર નિર્ભરતા રહેલી છે.
Img 20180309 Wa0055મોરબી ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશન અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા  બેલા ગામના વિશાળ ગ્રાઉન્ડમાં ઓપન સૌરાષ્ટ્ર યંગ ઇન્ડિયા ફૂટબોલ કપ ૨૦૧૮ નો મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Img 20180309 Wa0058ફૂટબોલની રમતને વધુને વધુ લોકપ્રિય બનાવવા છેલ્લા ઘણા સમયથી મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યુવકો અને યુવતીઓને તાલીમ આપી તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આ તાલીમની ફલશ્રુતિ સ્વરૂપે ગઈકાલથી મોરબીના બેલા ગામના આંગણે  મોરબી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન અને યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડમાં ઓપન સૌરાષ્ટ્ર યંગ ઇન્ડિયા ફૂટબોલ કપ ૨૦૧૮ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Img 20180309 Wa0047વધુમા આ ફૂટબોલ ટુર્નામેન્ટ નોકઆઉટ રાખવામાં આવી છે જેમાં બોયઝ અને ગર્લ્સ ની અનેક ટીમો ભાગ લઇ રહી છે, ફૂટબોલ ટૂર્નામેન્ટનું વિધિવત ઉદ્ઘઘાટન ગઈકાલે સાંજે મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું.
Img 20180309 Wa0048આ તકે, મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા, ક્લોક એસોસિએશન પ્રમુખ શશાંકભાઈ દંગી, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા સહિતના મહાનુભાવો હાજર રહયા હતા અને યંગ ઇન્ડિયા ગ્રુપના પ્રયત્નોને બિરદાવ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.