Abtak Media Google News

ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, 2023 વર્ષ પૂરું થતા જ 2023 આવી જાય ત્યારે દરેક ક્ષેત્રનાં લોકો સૌપ્રથમ જાહેર રજાઓ કેટલી મળશે તે આપણે જોતા હોઈએ છે. એટલા માટે થઈ અહીં 2024 માં આવતા તમામ તહેવારો ને ધ્યાનમાં રાખી ને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ 2024 જાહેર કરવામાં આવ્યું છે. અહીં તમને તમામ જાહેર રજાઓ 2024ની યાદી ફાઈલમાં આપવામાં આવી છે.

Advertisement

રાજ્ય સરકારની કચેરીઓ 21 દિવસ માટે બંધ રહેશે, જ્યારે 4 રજાઓ રવિવારે આવી રહી છે

કુલ 41 મરજીયાત રજાઓ છે જ્યારે 7 મરજીયાત રજાઓ રવિવારે આવી રહી છે

જો વાત કરીએ આ રજાઓની તો આવનારા 2024 વર્ષ માં તમને 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, , ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ તહેવારની રજા મળશે.રાજ્ય સરકારે જાહેર કરેલ રજા અનુસાર રાજ્ય સરકારની કચેરીઓ 21 દિવસ માટે બંધ રહેશે. જ્યારે 4 રજાઓ રવિવારે આવી રહી છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે મરજીયાત રજાની યાદી પણ જાહેર કરી છે. જે અનુસાર કુલ 41 મરજીયાત રજાઓ છે. જ્યારે 7 મરજીયાત રજાઓ રવિવારે આવી રહી છે. રાજ્ય સરકારે બેંકો માટે પણ રજાની જાહેરાત કરી છે. જેમાં વર્ષ 2024માં 16 દિવસ બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત 4 એવી રજાઓ છે જે રવિવારે આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.