Abtak Media Google News
મલ્ટી મીડિયા પ્રોજેકટર દ્વારા યંગ ઈન્ડિયા ન્યુ ઈન્ડિયા, સંકલ્પ સિઘ્ધી થીમ પર લાઈવ

ભારત દેશ એ યુવાનોનો દેશ છે. માનવ જીવનનું યથાર્થ મૂલ્ય એ જ કરી શકે છે જેની ગરિમાથી પરિચિત હોય. પંડિત દીનદયાલ ઉપાધ્યાય શતાબ્દી અને સ્વામિ વિવેકાનંદજીના ‘વિશ્ર્વ ધર્મ સંસદ-શિકાગો’ ખાતેના પ્રખ્યાત પ્રવચનની ૧૨૫માં વર્ષની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યંગ ઈન્ડીયા, ન્યુ ઈન્ડીયા સંકલ્પ સિદ્ધિ થીમ પર રાષ્ટ્રને સંબોધન અંગેના દિલ્હીથી વેબકાસ્ટ કરવામાં આવેલ કાર્યક્રમનું આયોજન યુ.જી.સી., ન્યુ દિલ્હી તથા કે.સી.જી.ના પત્ર અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો.ધીરેન પંડયા તથા કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેકટર ડો.નયન જોબનપુત્રા દ્વારા યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ભવનો તથા સંલગ્ન કોલેજોમાં લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિવિધ ભવનોમાં તેમજ સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓ સમક્ષ આ કાર્યક્રમનું લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવેલ હતું. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાઓને યંગ ઈન્ડિયા, ન્યુ ઈન્ડિયા સંકલ્પ સિદ્ધિ થીમ પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોના ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેમજ સંલગ્ન કોલેજોના એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધનને નિહાળ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુચન અનુસાર ઉભરતી ટેકનોલોજીના માધ્યમથી દેશના તમામ યુવાનો એક સાથે આ કાર્યક્રમ નિહાળી શકે તે હેતુથી સમગ્ર કાર્યક્રમનું વેબકાસ્ટીંગ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા કરવામાં આવેલ હતું. નેશનલ ઈન્ફોર્મેટીકસ સેન્ટર, નવી દિલ્હી તેમજ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલય દ્વારા ઉપરોકત વેબકાસ્ટીંગ  www.webcast.gov.in/mhrd  પરથી લાઈવ કરવામાં આવેલ હતું. યુનિવર્સિટી કેમ્પસના વિદ્યાર્થીઓને તેને લાઈવ જોઈ શકે તે માટે યુનિવર્સિટીના ભવનોમાં મલ્ટીમીડિયા પ્રોજેકટર તેમજ ઓડીયો સંશાધનો મારફતે મોટા પડદા પર દરેક ભવનોના વિદ્યાર્થીઓ કાર્યક્રમ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ઉપરોકત કામગીરી કઈ રીતે કરવાની રહે તે અંગેનું માર્ગદર્શન યુનિવર્સિટી સંલગ્ન કોલેજોને પુરુ પાડવામાં આવેલ હતું અને સંલગ્ન કોલેજોમાં આ જ પઘ્ધતિથી કાર્યક્રમનું લાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવેલ હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોમ્પ્યુટર સેન્ટરના ડાયરેકટર ડો.નયન જોબનપુત્રા તથા તેમની સમગ્ર ટીમે અને તમામ ભવનોના અધ્યક્ષ અને અધ્યાપકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.