Abtak Media Google News
  •  ઈંગ્લીશ દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

  • પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી

જામનગર ન્યૂઝ

જામનગર , પડાણા અને જોડિયામાં પોલીસે દારૂ અંગેના જુદા–જુદા ત્રણ દરોડા પાડી ત્રણ શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ કબ્જે કરવામાં આવી છે.

જામનગર નજીકના વિભાપર ગામે મધુરમ્ સોસાયટીમાં રહેતો સાહિલ મૂળજીભાઈ મકવાણા નામનો યુવાન ગઈકાલે જામનગરમાં રાધિકા સ્કૂલની સામેથી પસાર થઈ રહયો હતો ત્યારે પોલીસે તેની તલાશી લેતાં તેના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની એક બોટલ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી જિલ્લાના પડસર ગામે રહેતો રમેશભાઈ બાબુભાઈ ગોગરા નામનો યુવાન જોડિયા તાલુકાના માવના ગામ પાસેથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.

આ ઉપરાંત લાલપુર તાલુકાના મીઠોઈ ગામે રહેતો અને અભ્યાસ કરતો કિશોર વાલજીભાઈ કાચા નામનો ૧૯ વર્ષનો યુવાન ગઈકાલે મેઘપર નજીકના પડાણા ગામે પસાર થઈ રહયો હતો. ત્યારે પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી. આથી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.