Abtak Media Google News

ઝળહળતી સિઘ્ધિ બદલ સંસ્થાના પ્રમુખે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા

મોરબીની નવયુગ વિદ્યાલયના ત્રણ વિદ્યાર્થીઓએ ધો. ૧ર સાયન્સના પરિણામમાં એ-ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઇન જાહેર થયેલ ધો.૧ર સાયન્સના પરિણામમાં મોરબી જિલ્લાના કુલ ૩ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે ત્રણેય વિદ્યાર્થીઓ નવયુગ વિદ્યાલય છે.

નવયુગ સ્કુલના ગોધાણી ચાંદનીએ ૬૫૦ માંથી ૬૧૦ માર્કસ અને ૯૯.૮૯ પી.આર., મુકાસણા હેત્વીએ ૬૫૦માંથી ૬૦૫ માર્કસ અને ૯૯.૯૯ પી.આર તથા  છગાણી કૃણાલે ૬૫૦માંથી ૬૦૦ માર્કસ અને ૯૯.૯૭ પી.આર. મેળવ્યા છે. સમગ્ર મોરબી જિલ્લામાં ગ્રુપ-એ અને ગ્રુપ-બી બન્નેમા નવયુગ સાયન્સ સ્કુલ પ્રથમ રહ્યું છે. આ ઝળહળતી સિઘ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. એ-ગ્રેડ પ્રાપ્ત કરનાર ચાંદની ગોધાણી કહે છે કે તેને ડોકટર બનવું છે તે તેની સફળતાનો શ્રેય શાળાનો સ્ટાફ તથા માતા-પિતાને આપે છે તેને ભવિષ્ય માં ડોકટર બની એઇમ્સ સાથે જોડાઇ દેશની સેવા કરવી છે.

૯૯.૯૯ પીઆર મેળવનાર હેત્વી મુકાસણા કહે છે કે તેને પણ ડોકટર બની દેશની સેવા કરવાની ઇચ્છા છે તેણે સારા પરિણામ માટે ખૂબ મહેનત કરી હોય અને મનને શાંત રાખવા યોગ નિયમિત કરતા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત છગાણી કૃણાલે જિલ્લામાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેને ભવિષ્યમાં સોયફટવેર એન્જિનીયર બનીને ગુગલમાં જોબ કરવાનું સ્વપ્ન સેવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.