Abtak Media Google News

ગેરકાયદે બાંધકામોને નિયત ફી વસુલી કાયદેસરતા અપાશે: સુચિત સોસાયટીઓ માટે મોટી લોટરી, ચોમાસુ સત્ર દરમિયાન ઇમ્પેકટ ફીનો ડ્રાફટ ગૃહમાં પસાર કરાશે

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં મતો લણવા માટે રાજયની ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર ગેરકાયદે બાંધકામોને નિયમીત કરવા માટે ઇમ્પેકટ ફીનો કાયદો લાવશે. આગામી સપ્ટેમ્બર માસમાં મળનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઇમ્પેકટ ફી બીલને ગૃહમાંથી પસાર કરવામાં આવશે અને વિધાનસભાની ચુંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા જ ઇમ્પેકટ ફીનો કાયદો અમલમાં આવી જશે હાલ કટ ઓફ ડેટ સહીતના મામલે અંતિમ પ્રક્રિયા ચાલી રહી છે.

રાજયમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝડ ડેવલપમેન્ટ એકટ-2011 અંતર્ગત જે બીલ્ડીંગસે પ્લાન પાસ કર્યા વિના ગેરકાયદે બાંધકામ ખડકી દીધું છે અથવા મંજુર થયેલા પ્લાનથી વધારાનું બાંધકામ કર્યુ છે. તેની નિયત કરાયેલી ફી વસુલીને નિયમિત કરવામાં આવે છે. આજથી 11 વર્ષ પહેલા રાજય સરકાર દ્વારા ઇમ્પેકટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો. જેમાં ત્રણથી ચાર વખત મુદતમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં ઇમ્પેકટ ફીને ધારી સફળતા મળી ન હતી. દરમિયાન તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વમાં રાજયમાં 3પ ટકાથી વધુ બીલ્ડીંગ બી.યુ. સર્ટિફીકેટ વિના ધમધમતી રહી છે. બીજી તરફ અદાલત દ્વારા પણ  ગેરકાયદેસ બાંધકામના મામલે સરકારને અનેક વાર ટકોર કરી છે. વિધાનસભાની ચુંટણ વર્ષમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવે તો વિધાનસભાની ચુંટણીમાં મતોમાં ખાડા પડે તેમ છે.

આવામાં રાજયની પટેલ સરકાર ગેરકાયદે બાંધકામોને નિયમીત કરવા માટે ઇમ્પેકટ ફીનો કાયદો વધુ એક વખત લાવી રહી છે. આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઇમ્પેકટ ફીના ડ્રાફટ બીલને રજુ કરવામાં આવશે અને બહાલીમાં આવશે અને ચુંટણીની તારીખ જાહેર થાય તે પૂર્વ ઇમ્પેકટ ફીના કાયદાની અમલવારી શરુ કરી દેવામાં આવશે.

ઇમ્પેકટ ફીના નવા કાયદામાં મુખ્ય વિશેષતા એ હશે કે જે મિલ્કતોએ ર0 થી 30 ટકા પાકિંગમાં દબાણ ધરાવતી હોય તેવા બીલ્ડીંગો પોતાના ગેરકાયદે બાંધકામો નિયમતી કરવા માટે અરજી કરી શકશે. આટલું જ નહી આખુ બાંધકામ નિયમીત કરવાથી પાડોશીઓને પણ કોઇ વાંધો હોવો જોઇએ નહીં. જો રહેઠાણો,માં ર0 ટકા સુધી માર્જીન સ્પેસનું ઉલ્લંધન થતું હોય તો આ કાયદા હેઠળ અરજી કરી શકાશે ગેરકાયદેસ બાંધકામો નિયમિત કરા માટે સોસાયટીઓએ પણ સહમત થવું પડશે રાજયમાં તાજેતરમાં કરવામાં આવેલા સર્વમાં 3પ ટકાથી વધુ બીલ્ડીંગો બી.યુ. સર્ટિફીકેટ વિના ધમધમી રહ્યા છે.

ઇમ્પેકટ ફીના કાયદાની સૌથી મોટો ફાયદો સુચિત સોસાયટીઓને થતો હતો પરંતુ હવે રાજય સરકાર સુચિત સોસાયટીઓને પણ નિયમિત કરી રહી છે. ત્યારે હવે ઇમ્પેકટ ફીનો નિયમ સફળ રહેશે કે કેમ? તેની સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

ભાજપ સરકાર જો બાંધકામ તોડે તો તેના મતો તુટે તેવો ભય છે આવામાં ઇમ્પેકટ ફીનો કાયદો આવી વચગાળાનો રસ્તો કાઢવામાં આવશે.આવતા મહિને ઇમ્પેકટ ફીના કાયદા અંગે વિધિવત ઘોષણા કરી દેવામાં આવશે હાલ આખો ડ્રાયટ તૈયાર છે માત્ર કટ ઓફ ડેટ સહિતના ત્રણ થી ચાર મુદ્દાઓ ની ચર્ચા વિચારણા થઇ રહીછે. ટૂંકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આજથી 11 વર્ષ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા ઇમ્પેક્ટ ફીના કાયદાને ધારી સફળતા મળી ન હતી. ત્રણથી ચાર વખત મુદ્તમાં વધારો કરવામાં આવ્યો હતો અને નિયમોમાં પણ મોટી છૂટછાટ અપાઇ હતી છતાં લોકોએ આ યોજનાનો લાભ લેવામાં ભારે ઉદાસીનતા દાખવી હતી. આ વખતે આ યોજનાનો લાભ મોટી સંખ્યામાં લોકો ઉઠાવે તે માટે નિયમો સરળ બનાવવામાં આવશે. સાથોસાથ કટ ઓફ ડેટ પણ ખૂબ જ નજીકની રાખવામાં આવશે. જેથી તમામ ગેરકાયદેસર બાંધકામો આસાનીથી નિયમિત બની શકે. ઇમ્પેક્ટ ફીની રકમ પણ નજીવી રખાશે જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવકમાં પણ વધારો થાય સંભવત: આવતા મહિને ઇમ્પેક્ટ ફીના કાયદાની સત્તાવર ઘોષણા કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.