Abtak Media Google News

Table of Contents

કલોઝ ધ કેર ગેપ – આ વર્ષનું લડત સૂત્ર

કેન્સરને અંકુશ કરવા ર0રર થી ર0ર4 સુધી ત્રણ વર્ષના અભિયાનનો હેતુ તેની સંભાળમાં અસમાનતા, સમજવા કે ઓળખવાના નવા આયામો સાથે વૈશ્ર્વિક પડકાર અને ભયંકર તથ્યો વિશે જાગૃતિ લાવવાનો છે

વર્ષોથી જે રોગનું નામ સાંભળતા જ માનવી પર દુ:ખના ડુંગર પડતા અને માનવી તેનું નામ સાંભળતા જ અડધો થઇ જતો હતો. વિજ્ઞાન અને મેડીકલ સંશોધનનો પગલે નવી ટ્રીટમેન્ટ આવતા દર્દીઓને બચવાના ચાન્સ વધતા ગયા છે. આજે સર્જરી, શેક અને કિમોથેરાપી જેવી ટ્રીટમેન્ટ ઘણા કેન્સરોને કંટ્રોલ કરી શકયા છે. વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું મોતનું કારણ કેન્સર છે. આર્થિક સ્થિતિ પણ મહત્વનું કારણ હોવાથી કેન્સર થતાં 70 ટકા મૃત્યુ ઓછી આવક વાળા દેશોમાં થાય છે. આપણા દેશમાં પ્રતિ વર્ષે 14 લાખ કેસો થાય છે જે ર025 સુધીમાં 1પ લાખે પહોચવાનો એક સર્વે છે.

Advertisement

ભારતમાં તમાકુથી થતાં કેન્સરની ટકાવારી ખુબ જ ઉંચી છે, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પાન, માવા, તમાકુ, ધુમ્રપાનના ચલણને કારણે આપણે ત્યાં જડબાના કેન્સર સાથે ગર્ભાશયના મુખના અને બેસ્ટ કેન્સરના કેસો વધુ જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધુ કેન્સરના કેસો ઉત્તર પૂર્વ ક્ષેત્રોમાં જોવા મળ્યા છે. આ સર્વેમાં ફેફસા, મો, પેટ, અન્નનળી જેવા કેન્સર પુરૂષોમાં વધુ જોવા મળે છે. તમાકુ ને કારણે થતાં કેન્સરની ટકાવારી 27.1 ટકા જેટલી છે. સ્તન કેન્સરના કેસો વઘ્યા છે તો સર્વાઇકલ કેન્સરમાં ઘટાડો જોવા મળ્યો છે.

બ્રેસ્ટ કેન્સરના કેસો હૈદરાબાદ, ચૈન્નાઇ ,, બેગલુરુ અને દિલ્હીમાં વધુ જોવા મળે છે.

આપણાં દેશમાં સૌથી વધારે ફેફસાના કેન્સરને લીધે મોત થાય છે, 2020 ની તુલનામાં દર્દીની સંખ્યામાં 47 ટકાનો વધારો થઇ ગયો છે: યુવા વર્ગમાં તમાકુ અને ધુમ્રપાનના વધતા ચલણને કારણે ગભંરી પરિણામ ભોગવવા આપણે તૈયાર રહેવું પડશે

આફ્રિકામાં દર વર્ષે 1.1 મિલિયન નવા કેન્સરના કેસો નોંધાય છે, જો તાત્કાલિક પગલાના ભરાય તો ર030 સુધીમાં કેન્સરના મૃત્યુ દરમાં ભયંકર વધારો થશે

કેન્સર વિનાનું ભવિષ્ય નિર્માણ કરવાનો સમય પાકી ગયો છે,કેન્સર એ એક ગંભીર આરોગ્ય અને માનવીય સમસ્યા છે

નાના બાળકોની વય જુથમાં 0 થી 14 અને 0 થી 19 વર્ષમાં અનુકમે 7.7 ટકા અને 9.9 ટકા જોવા મળ્યું છે. લ્યુકેમિયાએ બન્ને વય જુથમાં કેન્સરનું સૌથી સામાન્ય નિદાન છે, કેન્સરએ રોગોના જુથનું સામાન્ય નામ છે, જેના શરીરના અંદરના કેટલાક કોષો અમુક કારણોસર અનિયંત્રિત બનીને વધે ત્યારે કેન્સર થાય છે. સારવાર ન થવાથી તે આસપાસના સામાન્ય પેશીઓમાં કે શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, આથી તે ગંભીર, અપંગતતા કે મૃત્યુનું કારણ બને છે.

કેન્સરના કારણોમાં તમાકુ, પિઝર્વેટિવ્સ ખોરાકો, વારસાગત કેન્સરો સાથે પર્યાવરણ ઝેરને કારણે થાય છે. કેન્સરના સામાન્ય લક્ષણોમાં અચાનક વજન ઘટાડો, ભારે થાક, ગાંઠ, ઝાડા-પેશાબમાં અનિયમિતતા, ચામડીમાં ગંભીર ફેરફારો કે તીવ્ર પીડા મુખ્ય છે. ભારતીય મહિલાઓમા મુખ્યત્વે પાંચ પ્રકારના કેન્સરોમાં બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર અને કોલોરેકટલ કેન્સર જોવા મળે છે. કેન્સરને રોકવા લીલાશાકભાજી, ફલો, લીંબુ, બદામ અને આખા અનાજને ભોજનમાં સામેલ કરવા જરુરી છે. મેદસ્ી પણાથી દૂર રહેવું અને હળવી નિયમિત કસરત પણ તેનો બચાવ છે.

વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ર008 થી શરુ કરાય હતી અને તેનો ઉદ્ેશ કેન્સરના નિવારણ, વહેલી તપાસ, તેની સારવારની માહીતી અને જાગૃતતા લાવવાનો છે. ર000 માં કેન્સરની વર્લ્ડ સમિટમાં વિશ્વભરના સંગઠનો એ આજના દિવસ ઉજવવાનું નકકી કર્યુ હતું. કેન્સરને રોકી શકાય છે. જેમાં લગભગ એક તૃતીયાંશ કેસમાં સામાન્ય કેન્સરનું નિવારણ અને સારવાર થઇ શકે છે. આજે પણ વિશ્વના કેન્સર જેવા કેટલાય રોગો છે જેની સામે વિજ્ઞાન અને ટેકનોલોજી એ હજી સંઘર્ષ કરવાની જરુર છે. કેન્સરની સારવાર લેતા પ્રત્યેક દર્દીએ મનોબળ મજબુત રાખવાની જરુરી છે.

સ્વસ્થ લોકોને પણ કેન્સર થઇ શકે છે. આપણી આસપાસનું વાતાવરણ, આહાર-વિહાર:, જીવન શૈલી, તણાવ, પ્રદુષણ, ધુમ્રપાન, નશીલા દ્રવ્યોનું સેવન, પારિવારિક હિસ્ટ્રી, કુપોષણ, વ્યવસાય, ચેપ લાગવો, સ્વચ્છતાનો અભાવ, જેવા મુખ્ય કારણો છે. કેન્સર થયા પછી તેના દર્દીની માનસિક સ્થિતિ બદલાય જાય છે, પણ હિંમત ન હારીને વાસ્તવિકતા સ્વીકારવાથી પણ ફરક પડતો જોવા મળે છે. કેન્સરની નિદાન પ્રક્રિયામાં આજે આધુનિક ટેકનોલોજી આવી ગઇ છે. છેલ્લા સ્ટેજના કેન્સરના દર્દીઓ આજે સાજા થયા ના દાખલા જોવા મળે છે. યોગ્ય તપાસ અને સચોટ માર્ગ દર્શન સાથે સેક્ધડ ઓપિનિયન ટ્રીટમેન્ટ નો મુખ્ય ભાગ છે.

વિશ્વમાં 1933 થી કેન્સર નિયંત્રણ માટે કાર્ય શરુ થયેલ હતું. દર ત્રણ વર્ષની ઝુંબેશના ભાગરુપે 2019 થી 2021 ની થીમમાં હું છું અને હું હોઇશ સૂત્ર હતું હવે આ વર્ષે 2022 થી 2024 સુધી ‘કલોઝધ કેર ગેપ’ સૂત્રના નેજા હેઠળ જનજાગૃતિ કાર્યક્રમો થશે. ઝુંબેશ શરુ થઇ તે 1933 માં પણ વિશ્વ લેવલે 12.7 મિલિયન દર્દીઓ હતા અને લગભગ દર વર્ષે 7 મિલિયન લોકો કેન્સરથી મૃત્યુ પામતા હતા.

કેન્સરના ઘણા પ્રકારો છે જેમાં સ્તન કેન્સર, પેટનું કેન્સર, સર્વાઇકલ કેન્સર, બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, ગર્ભાશય, અંડાશય, પ્રોસ્ટેટ, મગજ, યકૃત, હાડકાનું કે ફેફસાનું કેન્સર છે. શરીરના જે ભાગમાં થાય તેને ભાગના નામથી કેન્સરનું નામ અપાય છે. કેન્સરનું સમયસર નિદાન કરાવી તેની સારવાર કરવાથી દર્દી બચવાના ચાન્સ બહુ જ વધી જાય છે.

કેન્સરના દર્દીઓ માટે સાયબર નાઇફ, ટોમોથેરાપી અને લિનીયર એકસીલેટર જેવા તમામ પ્રકારના અદ્યતન સાધનો જેવા અત્યાધુનિક મશીનથી રોગનું વહેલું નિદાન શકય બન્યું છે. આ ઉપરાંત મેડીકલ ઓન્કોલોજી વિભાગ દ્વારા કિમોથેરાપી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનો થેરાપી, જેવી વિવિધ સારવાર અપાય છે. રેડીએશન થેરાપીના પણ ઘણા સારા રીઝલ્ટ જોવા મળે છે. કેન્સરના દર્દીઓની સચોટ સારવાર માટે સૌના સહિયારા પ્રયાસો

ની જરુરીયાત છે. કેન્સર મુકત વિશ્વ નિર્માણ માટે સૌનું યોગદાન જરુરીછે.

“વિશ્વ કેન્સર દિવસની સાર્થકતા એટલે કેન્સર પર વિજયનો સંકલ્પ”

સ્વસ્થ નાગરિક, સશકત રાષ્ટ્ર

ચાલો આપણે કેન્સર અંગે મહત્તમ જાગરુકતા ફેલાવીએ અને સૌ સાથે મળીને આ રોગ સામે લડત આપીએ. કેન્સરને હરાવવું છ, હારવું નથી.

કેન્સર એટલે શું?

માનવ શરીર અનેક કોષોનું બનેલું છે. કોષોના સપ્રમાણ વિભાજનથી બધા અંગોનો વિકાસ થાય છે. કેટલાક આંતરીક ખામી કે બાહ્ય પરિબળોને કારણે કોષોની વૃઘ્ધિ અને વિભાજન ની ક્રિયાની લય તૂટી જાય છે. આથી કોષોની કાબુ બહારની વૃઘ્ધિ શરીરમાં ગાંઠ કે ચાંદા સ્વરુપે દેખાય જેને કેન્સર કહેવાય છે.

કેન્સર એક ખતરનાક બિમારી !!

વિશ્વમાં કેન્સર એક એવી બિમારી છે જેમાં સૌથી વધુ લોકોના મૃત્યુ થયા છે. એક સર્વે મુજબ 40 લાખ લોકો તેના સમય પહેલા એટલે કે 30 થી 60 વર્ષ વચ્ચે મૃત્યુ પામ્યા છે. 2025 સુધીમાં કેન્સરને કારણે થતાં દર વર્ષે મૃત્યુનો આંક 60 લાખે પહોંચી જશે. એક સર્વે સંશોધન મુજબ લીલી ચા પિવાથી કેન્સરનો ખતરો ઘટે છે. તેમાં એન્ટિ ઓકસિડેન્ટ તત્વ હોવાથી ખતરો ટળે છે. આ ચા હદ્રયરોગ અને ડાયાબીટીસ માટે પણ ઉ5યોગી છે. નિયમિત કસરત કરવાથી બેસ્ટ કેન્સરથી બચી શકાય છે. વધ વજને કારણે કેન્સરનો ખતરો વધતો હોવાથી તેને નિયંત્રણમાં રાખવું.

ભારતમાં દર 8 મિનિટે એક સ્ત્રીનું મોત ગર્ભાશયના કેન્સરના કારણે !!

વર્ષ 2020 માં 3.77 લાખ કેન્સરના કેસો માત્ર તમાકુના સેવનના કારણે થયા હતા તો આ વર્ષે નવા 69660 કે સો નોંધાયા હતા. 2025 સુધીમાં દર વર્ષે 80 હજાર કેસો નોંધાવાનો અંદાજ છે. હાલ ભારતમા: દર 8 મીનીટે એક સ્ત્રીનું મોત ગર્ભાશયના કારણે થાય છે. વહેલું નિદાનથી કેન્સર ને નાથી શકાય તો બીજા અને ત્રીજા તબકકામાં યોગ્ય સારવારથી કેન્સરને કાબુમાં લાવી શકાય છે. ભારતના કુલ કેન્સર ના દર્દીમાં અડધાનો મોઢા,  સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરના જોવા મળે છે.

ભારતમાં કેન્સરની સુનામીથી 2.84 કરોડ કેસો નોંધાશે

આપણા દેશમાં ડાયાબીટીસ બાદ કેન્સરના વધતા કેસો અંગે વિશ્વભરના કેન્સર નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે જો તકેદારી નહી લેવાય તો કેન્સરની સુનામીથી 2.84 કરોડ કેસો નોંધાશે. જીવન શૈલીના બદલાવ સાથે તમાકુ- ધુમ્રપાનના વધતા ચલણને કારણે દેશમાં કેન્સરના કેસોમાં દર વર્ષે ઉત્તરોતર વધારો થતો જોવા મળે છે જે ગંભીર બાબત છે.

પુખ્યવયના લોકોમાં કેન્સરનું પ્રમાણ

વિશ્વ આરોગ્ય સંસ્થાનના આંકડા અનુસાર સ્તન કેન્સર (16.5 ટકા), સર્વાઇકલ કેન્સર (13.11 ટકા), પ્રોસ્ટેટ (9.4 ટકા), કોલોરેકટલ (6ટકા), અને લીવર (4.6 ટકા) જેવા કેન્સરનો સમાવેશ થાય છે. સબ-સહારના આફ્રિકામાં બાળકોમાં કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. વિશ્વના અગિયાર દેશોને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશનને રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ યોજના વિકસાવવા સહાય કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.