Abtak Media Google News

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. આવતી કાલે મેળાનો છેલ્લો દિવસ રહેશે. પાંચ દિવસમાં અત્યાર સુધી ત્રીસ લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે. આજે છઠ્ઠા દિવસે પણ અંબાજી મંદિર સહિત અંબાજીના માર્ગોને જોડાૉતા અંબાજી નગરમાં પદયાત્રીનું મોટું માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે. આજે પણ મોટી સંખ્યામાં લાલ રંગની 52 ગજવાળી મોટી ધજાઓ સમગ્ર અંબાજી પંથકમાં લહેરાતી જોવા મળી રહી છે. અંબાજી મંદિરમાં પણ ગત રાત્રિએ 501 દીવા ચાચરચોકમાં ઝળહળતા જોવા મળ્યા છે. અંબાજી મંદિરમાં દીવડાની ઝામખઝોળ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંબાજીમાં વર્ષ-2023 નો ભાદરવી પૂનમનો મેળો વર્લ્ડ રેકોર્ડ બની શકે છે.

મોટી સંખ્યામાં લાલ રંગની 52 ગજવાળી મોટી ધજાઓ સમગ્ર અંબાજી પંથકમાં લહેરાતી જોવા મળી: અત્યાર સુધી અંબાજી મંદિરમાં દાન ભેટની આવક 1.53 કરોડ રૂપિયા થઈ

વિશ્વમાં કોઈ પણ સ્થળે આટલી સંખ્યામાં પગપાળા પહોંચી ભરાતો મેળો કોઈ સ્થળે નથી. અંબાજીમાં જ ભાદરવી પૂનમનો મેળા દરમિયાન 40 લાખ જેટલા પદયાત્રીઓ સાત દિવસમાં પહોંચતા હોય છે.ભાદરવી પૂનમના દર્શન કરવા મોટી સંખ્યામાં માઇ ભક્તો પગપાળા ચાલીને અંબાજી મંદિરે દર્શન કરવા જાય છે.ભાદરવી પૂનમના દર્શન કરવા ભક્તો પૂનમ પહેલા જ શક્તિપીઠ અંબાજી પહોચી રહ્યા છે. અંબાજી મંદિરના પ્રાંગણમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યુ છે.અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા અંબાજીને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે.

પાંચ દિવસમાં 30 લાખ માઇભક્તોએ દર્શન કર્યા

ભાદરવી પૂનમના મેળાના પાંચમા દિવસે દિવસે 10 લાખથી વધુ માઈભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા. 5 દિવસમાં સાડા 30 લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યાં છે. 5 દિવસમાં માતાજીના મંદિરે 2240 ધજાઓ ચઢી છે. 5 દિવસમાં સાડા 12 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું છે. અત્યાર સુધી અંબાજી મંદિરમાં દાન ભેટની આવક 1.53 કરોડ રૂપિયા થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.