Abtak Media Google News

નલિયા સમાચાર Whatsapp Image 2023 12 22 At 12.15.36 D001165B

અબડાસા તાલુકાના નલિયા ખાતે રેન્જ આઇ.જી દ્વારા નલિયા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સપેકશન કરવામાં આવ્યું હતું.જેમાં આ લોક દરબારમાં ટ્રાફિક સમસ્યા અને ગામમાં સીસીટીવી લગાડવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.નલિયા પોલીસ સ્ટેશનની હદમાં આવતી મોથાળા ચોકીનું રેન્જ આઇ.જી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.

જેમાં પશ્ચિમ કચ્છ SP મહેન્દ્ર બગડીયા , DYSP બી.બી ભગોરા,  ઇન્ચાર્જ PI  ડી આર ચૌધરી,  નલિયા PSI આર.બી ટાપરિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા .  નલિયા ગામના સરપંચ રામજીભાઈ કોલી, ભાનુશાલી સમાજના અગ્રણી ગોવિંદજીભાઈ ભાનુશાલી, સૈયદ પીર તકીછા બાવા, વેપારી એસોસિયનના પ્રમુખ હકુમતસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, દિનેશભાઈ ચાંદ્રા, નવીનભાઈ ભાનુશાલી, લાલજીભાઈ કટુવા, ગૌતમ જોશી સહિતના ગામ લોકો હાજર રહ્યા હતા.

રમેશ ભાનુશાલી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.