Abtak Media Google News

આકર્ષક ફલોટસ સાથેની વિશાળ શોભાયાત્રા નિકળશે : ભૂદેવો માટે એક પંગતે બ્રહ્મભોજનની વ્યવસ્થા : બ્રહ્મ સમાજની પેટા જ્ઞાતિઓ દ્વારા અલગ-અલગ જગ્યાએ કાર્યક્રમો : કાર્યક્રમને સફળ બનાવવા આગેવાનો સક્રિય : શોભાયાત્રામાં મહિલાઓએ ગુલાબી સાડી પહેરી તલવાર રાસમાં ભાગ લીધો

જૂનાગઢમાં ભગવાન પરશુરામની જન્મ જયંતીની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે આ માટે આકર્ષક ફલોટસ સાથે ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવશે, જે શોભાયાત્રાની જવાબદારી જૂનાગઢમાં બ્રહ્મ પરિવારોની સતત ખેવના અને ઉત્કર્ષની સાથે બ્રહ્મ સમાજનું સંગઠન મજબૂત કરવાની જબરજસ્ત કામગીરી કરનાર સમસ્ત બ્રહ્મ યુવા સંગઠને સંભાળી છે, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્ર્રહ્મ યુવા સંગઠન દ્વારા દિવસોથી જહેમત ઉઠાવાય રહી છે

Advertisement

ઉપરાંત શોભાયાત્રા બાદ જૂનાગઢના ભૂદેવો માટે એક પંગતે બ્રહ્મ ભોજન લે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ભૂદેવોના આરાધ્ય દેવ પરશુરામ દાદાની જન્મ જયંતી હર્ષોલ્લાસ સાથે ઉજવાય અને વધુમાં વધુ ભૂદેવો જોડાય અને જૂનાગઢના ભૂદેવો એક તાંતણે બંધાય તે માટે બ્રહ્મ યુવા સંગઠન દ્વારા દિવસોથી તૈયારી આદરવા માં આવી છે બ્રહ્મ સમાજ ની પેટા જ્ઞાનીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ આરતીના આયોજન કરવામાં આવ્યા હતા

આજે તારીખ ૭મી મેના રોજ ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની જન્મ જયંતી છે ત્યારે પરશુરામ દાદા ની જન્મ જયંતી ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાના આયોજન માટે એક અગત્યની બેઠક તાજેતરમાં જૂનાગઢ ખાતે મળી હતી જે મિટિંગ અંગે શ્રી પરશુરામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિના ક્ધવીનર પુનિતભાઈ શર્માએ જણાવ્યું હતું કે, ઉજવણીના આયોજન અંગે લેવાયેલ મહત્વના નિર્ણયમાં ભારત સાધુ સમાજના પ્રમુખ મુકતાનંદબાપુના અધ્યક્ષ સ્થાને આ ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે, ઉજવણીમા શોભાયાત્રાનું આયોજન સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ના સ્થાપક જયદેવભાઈ જોષી, કાર્તિકભાઈ ઠાકર, પ્રમુખ આશિષભાઈ રાવલ તેમજ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવસે

આ ઉપરાંત પરશુરામ જયંતીની ઉજવણીના ક્ધવીનર તરીકેની જવાબદારી પુનિતભાઈ શર્માને જ્યારે બ્રહ્મભોજનની જવાબદારી મુકેશભાઈ મહેતા અને ભરતભાઈ લખાણી તથા તેમની ટીમને સોંપવામાં આવી છે. ભગવાન પરશુરામ દાદા જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા મળેલી આ મિટિંગમા ભીખાભાઈ જોશી, પ્રફુલભાઈ જોશી, કે બી પંડ્યા, સનતભાઈ પંડ્યા, શિલ્પાબેન જોશી,  નિર્ભયભાઈ પુરોહિત,  પીસી ભટ, સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

મીટીંગ દરમિયાન બ્રહ્મ યુવા સંગઠન ના સ્થાપક જયદેવભાઈ જોષીના જણાવ્યા અનુસાર આવતીકાલે અખાત્રીજના શુભ દિવસે ભુદેવના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા જુનાગઢમાં નીકળશે જેમાં અનેક આકર્ષક ફ્લોટ્સ જોડાશે અને બ્રહ્મસમાજના જૂનાગઢમાં રહેતા યુવમ- યુવતીઓ તથા વડીલો અને ભાઇ-બહેનો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાશે, બ્રહ્મ મહિલાઓ પિન્ક કલરના વસ્ત્ર ધારણ કરશે અને મહિલાઓ દ્વારા તલવારબાજી, તલવાર રાસ સહિતના આકર્ષક કાર્યક્રમો યોજાશે

દરમિયાન પુનિત શર્માના જણાવ્યા અનુસાર શોભાયાત્રા જય જય પરશુરામના ગગનભેદી નારા, રાસની રમઝટ, ધુન-કીર્તન મંડળીઓ અને ફ્લોટ્સ સાથે જૂનાગઢના રાજમાર્ગો વિહાર કરી બાદમાં દામોદર કુંડ ખાતે વિસર્જિત થશે, ત્યાં પરશુરામ ભગવાનની મહા આરતી અને બાદમાં જૂનાગઢના બ્રહ્મ પરિવારો એક પંગતે બેસી હર હર મહાદેવના નાદ સાથે બ્રહ્મ ભોજન પ્રસાદ લેશે  કાર્યક્રમની પુર્વ સંધ્યાએ ભૂદેવો દ્વારા ૫૦૦ થઈ વધુ બાઈક સાથેની એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું ,આ રેલી ને ધારાસભ્ય ભીખા ભાય જોષી સહિત ના અગ્રણી ઓએ પ્રસ્થાન કરાવ્યું હતું શહેરના મધુરામથી શરૂ થયેલી આ બાઇક રેલી શહેરના રાજમાર્ગો પર ફરી દામોદરકુંડ ખાતે પૂર્ણ થય હતી

ભગવાન પરશુરામની આવતીકાલે  જન્મ જયંતીને અનુલક્ષી નિકળનારી ભવ્ય શોભાયાત્રાના ભાગ રૂપે આ રેલીનું આયોજન જુનાગઢ સમસ્ત બ્રહ્મ સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ના સ્થાપક જયદેવ જોશી, કાર્તિક ઠાકર અને પ્રમુખ આશિષ રાવલના જણાવ્યા અનુસાર આજે સોમવારે સાંજના ચાર વાગ્યે મધુરમથી ૫૦૦થી વધુ યુવક અને યુવતીઓ અને વડીલો સાથેની એક બાઇક રેલી યોજાશે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી દામોદર કુંડ ખાતે પૂર્ણ થશે, આ બાઈક રેલીનું દામોદર કુંડ ખાતે નિર્ભય પુરોહિત અને નીરવ પુરોહિત દ્વારા સ્વાગત, દાદાની મહા આરતી થય હતી અને બાદમાં બાઇક રેલીમાં જોડાયેલા ભૂદેવોનું બ્રહ્મભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.