Abtak Media Google News

કંપનીનું થયું રિબ્રાન્ડીંગ

મોબાઈલ દર વધવાના કંપનીના સંકેત આપતા રવિન્દર

આર્થિક સંકટનો સામનો કરી રહેલા વોડાફોન આઈડીયા કંપની હવે ટશ બની ગઈ છે. કંપનીએ આજે પોતાની રિબ્રાન્ડીંગની જાહેરાત કરી છે.

Advertisement

આ કંપનીના માલિકી હક્ક બ્રિટનના વોડાફોન તથા આદિત્ય બિરલા ગ્રુપ પાસે છે. જીયોના આગમન બાદ બંને કંપનીઓએ એકબીજામાં વિલીન થઈ નવી કંપની વોડાફોન આઈડીયા નામે અંકિત કરવામાં આવી હતી. કંપની હવે રિબ્રાન્ડીંગ થઈ છે. કંપનીએ દર વધારવાના પણ નિર્દેશ આપ્યા છે. કંપનીના સીઈઓ રવિન્દર ટક્કરે નવી બ્રાંડ લોન્ચ કરતા જણાવ્યું હતું કે, વોડાફોન આઈડીયા વિલીનીકરણને બે વર્ષ થયા છે. અમે ત્યારથી બે મોટા નેટવર્ક, અમારા કર્મચારીઓ તથા પ્રોસેસ એક કરવાના પ્રયાસ કરતા હતા. આજે વી.આઈ. બ્રાન્ડ રજૂ કરતા મને ખૂબ ખુશી થઈ રહી છે. આ એક મહત્વનું પગલું છે અમારે એકીકરણ હવે પૂરું થયું છે. તેમણે કહ્યું કે અમે અમારા પહેલા પગલા તરીકે મોબાઈલ દરમાં વધારો કરવાની તૈયારીમાં છીએ નવા દરથી કંપનીના એઆરપીયુ સુધારવામાં મદદ મળશે. અમારે એઆરબીયુ અત્યારે ૧૧૪ છે જ્યારે એરટેલનું ૧૫૭ અને જીયોનું રૂા.૧૪૦ છે.

આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે ૧૯૯૦ દશકના મધ્યથી અમે કેટલાય અવતારોમાં વોડાફોન અને આઈડીયાએ અલગ અલગ રહીને ટેલીકોન ક્ષેત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વોડાફોન આઈડીયા નેટવર્કનો અનુભવ, ગ્રામીણ કનેકટીવીટી ગ્રાહક સેવા અને એન્ટરપ્રાઈઝ મોબાઈલ સોલ્યુશન્સમાં નવા સીમાચિન્હો સ્થાપ્યા છે. કંપનીની આજની જાહેરાત ઉપર વપરાશકારો તથા શેરધારકોની નજર હતી. વોડાફોન આઈડીયાએ આ અંગે શેરબજારને જાણકારી આપી હતી.

આર્થિક સંકટના કારણે તીવ્ર સ્પર્ધાવાળા ટેલીકોમ ક્ષેત્રમાં કંપની પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહી છે. આ કારણે જ આજથી આ જાહેરાત પર સૌની નજર મંડાઈ હતી.

અગાઉ અમેરિકી દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન તથા વેચઝોન વોડાફોન આઈડીયામાં ૪ અબજ ડોલર રોકાણ કરશે તેવા અહેવાલ હતા જો કે વોડાફોન આઈડીયા આ અહેવાલને નકાર્યા હતા. કંપની બોર્ડે તાજેતરમાં જ ઈકવીટી શેર ફાળવીને અથવા ગ્લોબલ ડિપોઝીટરી રીસીપ્ટ અમેરિકન ડિપોઝીટરી રીસીપ્ટ, ફોરેન કરન્સી બોન્ડઝ, ક્ધવર્ટીબલ ડિબેન્ચર દ્વારા ૨૫ હજાર કરોડ એકઠા કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. આનાથી રોકડ સંકટમાં ફસાયેલી વીઆઈએલને રાહત મળવાની શકયતા છે. દેશમાં જીયોના આગમન બાદ કંપનીના ગ્રાહકોની સંખ્યામાં ઉતરોતર ઘટાડો થઈ રહ્યો છે. જેના લીધે એઆરબીયુમાં પણ ઘટાડો થયો હતો.

માય વોડાફોન એપ થયું વીઆઈ એપ

ગૂગલ સ્ટોર તથા એપલ પ્લે સ્ટોર પર માય વોડાફોન એપનું નામ બદલાઈ ગયું છે અને હવે બીઆઈ એપનું નામ થયું છે. જો તમે વોડાફોન ઉપયોગ કરતા હો તો તમે એપ અપડેટ કરી શકો છો. હેપી સરપ્રાઈઝ અંતર્ગત આ એપમાં ઈનામ પણ જીતી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.