Abtak Media Google News

પતિ-પત્નીના સંબંધ ખૂબ નજીકના હોય છે જે લાગણીના સંબંધ સાથે સાથે શારીરિક સંબંધથી પણ એકબીજાથી ખૂબ નિકટ હોય છે. અને એ પ્રેમનું ફળ એટલે તેનું બાળક,પરંતુ જ્યારથી પત્ની ગર્ભવતી થયી હોય છે ત્યારથી જ પતિ-પત્નીના સંબંધમાં થોડી દૂરી આવી જતી હોય છે કારણ કે શરૂઆતના ત્રણ મહિના સુધી બાળકની સુરક્ષ માટે ડોક્ટર જ શારીરિક સંબંધ માટે ના કહેતા હોય છે અને પછી પત્નીને કોઈ તકલીફ ન રહે એ માટે પતિ ખુદ એ બાબત સતર્ક રહી દૂરી રાખતો હોય છે. આટલું જ નહીં જયરે બાળકનો જન્મ થ્ય છે ત્યાર બાદના છ મહિના સુધી પણ એ પત્ની સાથે સેક્સ રિલેશન નથી રાખતો જેનું મુખ્ય કારણ બાળક જ હોય છે. પરંતુ આટલા સમય સુધી સેક્સ ના કરવાથી શું પતિ-પત્નીના સંબંધને પણ અસર થતી હોય છે, અને જો થાય છે તો કેવી અસર થાય છે ?

અનેક સ્ત્રીઓને માં બન્યા પછી સેક્સમાથી રસ ઓછો થતો જોવ મળ્યો છે. જ્યારે પણ પતિ સમાગમના મૂડમાં હોય અને પ્રેમ કરવાની શરૂઆત કરે ત્યારે પત્ની કોઈ જાતનો રિસ્પોન્સ નથી આપતી જેનું મુખ્ય કારણ તેની ડિલિવરી હોય છે. પ્રેગ્નેન્સી અને ડિલિવરી દરમિયાન સ્ત્રીમાં અનેક હોર્મોનિકલ બદલાવ આવ્યા હોય છે જેના કારણે તેનામા માનસિક રીતે પણ બદલાવ આવ્યા હોય છે. તેની અસર પતિ-પત્નીના શારીરિક સંબંધ પર પણ પડતી હોય છે, પતિ અને પત્નીના જીવનમાં બાળકના આવવાથી અનેક રીતે બદલાવ આવતા હોય છે, પત્ની આખો દિવસ એક માતાની જવાબદારી નિભાવતી હોય છે તો પતિને પણ પિતા તરીકેની પૂરી જવાબદારી સાંભળવાની આવે છે. આખો દિવસ આ રીતે જ પસાર થતો હોય છે, તેવા સમયે જો પતિ પત્ની પાસેથી સેક્સની અપેક્ષા રાખે છે તો પત્ની તેને અવગણી દૂર જતી રહે છે. જો પતિ સમજદાર હો તો આ બાબતને સમજે છે પરંતુ જો આવેગશીલ પતિ હોય છે તો સંબંધને ભારે નુકશાની ભોગવવાનો વારો આવે છે.

Depositphotos 11210605 M 2015

આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ…???

જ્યારે પતિ-પત્ની હોય છે ત્યારે બંને વચ્ચે ખુબ જ પ્રેમ હોય છે એકબીજા સાથે સમય પસાર કરવાનો સમય ઓન હોય છે. સતત એકબીજાના વિચારો જ કર્યા કરતાં હોય છે. તેવી પરિસ્થિતિમાં જ્યારે માતા-પિતા બને છે તો પહેલા જેવો પ્રેમ તો હોય છે પરંતુ તેને જટાવવાનો સમય એકબીજા પાસે નથી હોતો. ખાસ તો સ્ત્રીની વાત કરીએ જેમાં તેને હજુ આ બાબત માટે માનસિક રૂપથી તૈયાર નથી હૂતિ અનેય કેટલીક વાત તે આ વાત પોતાના પતિને ખુલા મને પણ નથી કહી શક્તિ.તેવા સમયે બંને પતિ-પત્નીએ ડોકટની સલહ લેવી જોઈએ અને યોગ્ય સલહ મુજબ ડોક્ટર બંનેનું કૌન્સેકિંગ કરી આ મુશ્કેલીને દૂર કરી શકે છે. આટલું કર્યા બાદ બંને પતિ અને પત્ની પહેલાની જેમજ લાગણી સભર સંબંધોની સાથે સાથે પોતાની સેક્સ લાઈફને પણ માણી શકે છે.     

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.