Abtak Media Google News

દર વર્ષે આદ્ર નક્ષત્ર જૂના મહિનામાં બેસે છે ત્યારે આ વર્ષે સ્થાનકવાસી તિથિ મુજબ આદ્રા નક્ષત્ર 21મી જૂને બેસે છે જો કે અમુક પંચાગમાં તા.22 જૂનના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થાય છે.આપણા શાસ્ત્રોમાં જે નક્ષત્રો બતાવ્યાં છે તેમાંનુ એક એટલે આદ્રા નક્ષત્ર સામાન્ય રીતે આદ્ર નક્ષત્ર એટલે ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્ર બેસે એટલે જૈનો કેરી જેવા ફળો ખાવાનો ત્યાગ કરે છે. કારણ કે આ દિવસો દરમ્યાન ભેજવાળુ વાતાવરણ રહેતા કુદરતી રીતે કેરી, જાંબુ જેવા કેળામાં જીવાત આવી જતી હોય છે.

વરસાદનું એક ટીપુ પડે એટલે અમુક ફળો કિટાળુવાળા બની જાય છે. ત્યારે જૈનો જીવદયાનું ચુસ્ત પાલન કરતા હોય જેથી કેરી જેવા ફળો ખાવાનો ત્યાગ કરે છે.આ ઉપરાંત કિટાણુ-જીવાણુ વાળા ફળો ખાવાથી પેટના રોગો થવાની સંભાવના છે આપણા આયુર્વેદમાં આ દિવસો દરમ્યાન રોગચાળો થતો હોવાનું જણાવાય છે. જેથી આદ્રા નક્ષત્ર બેસતાંથી સાથે જ જૈનો ઉપરાંત ઘણા જૈનેતરો પણ કેરી ખાવાનો ત્યાગ કરે છે.

સુર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં આવે ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત

મોટાભાગે દર વર્ષે જૂન મહિનામાં આદ્રા નક્ષત્ર બેસે છે ત્યારે પંચાગ મુજબ સુર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં આવે ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત થઇ હોવાનું ગણાય છે. આદ્ર નક્ષત્ર સાથે વરસાદનું આગમન થાય છે. આ ઉપરાંત આદ્રા નક્ષત્રમાં જે સમયે સુર્ય આવે ત્યારે કુંડળી નીકળે છે અને આ કુંડળીના આધારે વર્ષ દરમ્યાન ચોમાસુ કેવુ રહેશે તે જાણી શકાય છે.

જીવદયાના લક્ષે વર્ષોની પરંપરાને અનુસરી જૈનો કેરીનો ત્યાગ કરી જીવદયાનું જતન કરશે

21મી જૂન સોમવારે સાંજે 5 : 40 મિનિટે આદ્રા નક્ષત્ર શરૂ થાય છે. કેરી,જાંબુ જેવા અમુક ફળો એવા હોય છે કે કયારેક ઉપરથી ખૂબ સુંદર દેખાય છે પરંતુ વર્ષાકાળ-ચોમાસાના વાતાવરણની અસરને કારણે આવા ફળોની અંદર જીવોની ઉત્પત્તિ થઈ જતી હોય છે. જૈનાગમ શ્રી દશ વૈકાલિક સૂત્રમાં આગમકાર ભગવંતોએ ફરમાવ્યુ કે  “સવ્વે જીવાવિ ઈચ્છંતિ જીવવું ” અર્થાત જગતના દરેક જીવોને જીવવું ગમે છે, મરવું કોઈને ગમતું નથી. જૈનો તો જીવદયાના હિમાયતી હોય છે. જૈન આગમ શ્રી ચંદ્ર – સૂયે પ્રજ્ઞપ્તિ, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં અભિજિત, સ્વાતિ, રોહિણી,પુષ્યથી લઈ ઉત્તરાષાઢા એમ વિવિધ પ્રકારના નક્ષત્રનો ઉલ્લેખ આવે છે તેમાં આદ્રા પણ એક નક્ષત્ર છે.આદ્રા બેસતા આમ્રફળના સ્વાદમાં પણ ફેર પડી જાય છે. આદ્રા પછી કેરી આરોગવાનું ચાલુ રાખવામાં આવે તો પેટ – વાયુનાં રોગો થવાનો પણ સંભવ રહેલો છે. જૈનો તો ઠીક પરંતુ અમુક જૈનેતરો પણ આદ્રા પછી કેરી ખાતા નથી.

સ્થાનકવાસી તિથિ પંચાંગ મુજબ 21/6/2021 તથા તિથિ વધઘટના કારણે અમુક પંચાંગમાં 22/6/2021 ના આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે તેવો ઉલ્લેખ છે.દરેક જીવો પર જીવદયા અને અનુકંપાના ભાવો રાખવાથી શાતા વેદનીય કમે ઉપાજેન થાય છે. જીવદયાના લક્ષે પરાપૂર્વેની વર્ષોની પરંપરાને અનુસરી આદ્રા નક્ષત્ર બેસતા જૈનો કેરીનો ત્યાગ કરી જીવદયાનું જતન કરશે. – મનોજ ડેલીવાળા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.