Abtak Media Google News

ડિપ્રેશન શારીરિક- માનસિક સ્વાસ્થ્યને નુકશાન પહોચાડે:  કેટલાક લોકો સવારે ઉઠીને તણાવ અને ચિંતા અનુભવે: કોઈ કાર્યમાં  સવારે રસ  પડતો નથી આ સમસ્યાને હળવાશથી ન લેવી જોઈએ:   ડો. ધારા દોશી

ડિપ્રેશન એક માનસિક સમસ્યા છે. ડિપ્રેશન શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે.  કેટલાક લોકો સવારે ઉઠીને તણાવ અને ચિંતા અનુભવે છે.  કોઈ કાર્યમાં સવારે રસ નથી પડતો. આ સમસ્યાને હળવાશથી ન લેવી જોઈએ.  આ સવારના ડિપ્રેશનનું એટલે કે મોર્નિંગ ડિપ્રેશનના લક્ષણ હોઈ શકે છે.  કેટલાક સંશોધનો મુજબ સવારે કામ પર જતા લોકોમાં મોર્નિંગ ડિપ્રેશનના લક્ષણો વધુ જોવા મળે છે.  કામની ચિંતાને કારણે અથવા આળસ હોવાને કારણે અથવા કામમાં અસંતોષ હોવાને કારણે સવારે ઉઠીને ઉદાસીનતા અનુભવાય છે.  કોઈપણ વિદ્યાર્થી પણ આવો અનુભવ કરી શકે છે.  જો સવારે ઉઠ્યા પછી મૂડ ખરાબ હોય તો બની શકે વ્યક્તિ મોર્નિંગ ડિપ્રેશનમાં હોય.  ઓફિસમાં કામના દબાણ, શારીરિક સમસ્યાઓ, નાણાકીય સમસ્યાઓ કે અન્ય કોઈ કારણથી પણ ડિપ્રેશન આવી શકે છે.  ડિપ્રેશનને કારણે, વ્યક્તિ સવારે ઉઠ્યા પછી થાક અનુભવે છે.

વ્યક્તિ હંમેશા સુસ્તી અને આળસની પકડમાં રહે છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રો.ડો. યોગેશ એ.જોગસણ અને અધ્યાપક ડો. ધારા આર. દોશી દ્વારા 1213 લોકો પર સર્વે કરવામાં આવ્યો જેમાં નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા.

મોર્નિંગ ડિપ્રેશનથી બચવાની રીત

સવારે ડિપ્રેશનથી બચવા માટે યોગ્ય નાસ્તો કરવો.  સવારનો પહેલો નાસ્તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સારું રાખે છે.  નાસ્તો કરવાથી શરીરને જરૂરી વિટામિન મળે છે, જે ડિપ્રેશનના લક્ષણોને ઘટાડે છે, બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે. સવારે ચાલવા જવું અથવા કસરત કરવી. કસરત કરવાથી એન્ડોર્ફિન હોર્મોનનો સ્ત્રાવ થશે, જેના કારણે મૂડ સારો રહેશે. ચિંતા અને તણાવ ઘટાડવા માટે સવારે શ્વાસોશ્વાસ પર એટલે કે બ્રિધીંગ કસરત કરો.  તેનાથી શરીર અને મનને ઓક્સિજન મળે છે અને તણાવ ઓછો થાય છે. સૂર્યપ્રકાશ ખુશી ધરાવતા હોર્મોનને એટલે કે ડોપમાઇન, ઓક્સીટોસીન, સેરેટોનિનને વેગ આપે છે.  સવારે ઉઠીને થોડીવાર સૂર્યપ્રકાશમાં બેસવુ.  તેનાથી ડિપ્રેશનના લક્ષણોમાં ઘટાડો થશે. જાતને પ્રોત્સાહિત કરવી જોઈએ. જ્યારે પણ

સવારે જાગીએ ત્યારે  જાતને પ્રોત્સાહિત કરવી.  આપણે સક્ષમ છીએ, આવા વિચારોથી દિવસની શરૂઆત કરવી.  જ્યારે આપણે સકારાત્મક વિચાર કરીએ છીએ, ત્યારે આપણું ઉર્જા સ્તર ઊંચું બને છે અને ડિપ્રેશનની સમસ્યામાંથી બહાર  નીકળી શકીએ છીએ. યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા મોર્નિંગ ડિપ્રેશનથી બચી શકાય.

મોર્નિંગ ડિપ્રેશનના કારણો

સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં વધારો થવાને કારણે સવારે ડિપ્રેશન અનુભવાય છે.કોર્ટિસોલ હોર્મોન વધવાને કારણે બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા અને શ્વાસના ધબકારા પણ વધી શકે છે.  સ્લીપ એપનિયા લીધે સવારના ડિપ્રેશનના લક્ષણો પણ અનુભવાય છે. રાત્રે અનિદ્રાની સમસ્યાને કારણે, સવારે ઉઠ્યા પછી વ્યક્તિ હતાશા અનુભવી શકે છે. શારીરિક પીડા અથવા અસ્વસ્થતાને કારણે સવારે તણાવ અથવા ડિપ્રેશનના લક્ષણો જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.