આઝાદીના 75 વર્ષ: 75 સપ્તાહમાં દોડશે 75 “વંદે ભારત”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં રૂપિયા 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજનાની જાહેરાત કરી આંતરમાળખાકીય ગતિવિધિઓ વધુ મજબૂત બનાવી અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવા તરફ મોટુ આહવાન કર્યુ છે. પીએમ મોદીએ કહ્યું કે, આજથી દેશએ 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે અને અહીંથી આજની 100 વર્ષ સુધીની સફર “ભારત સર્જનનું અમૃતકાલ ” સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ અને સૌના પ્રયાસથી દેશને આગળ લઈ જઈશું.

સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખૂણા ખૂણાને જોડવા માટે એક મહત્વની જાહેરાત કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે આગામી 75 સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેન દોડવા લાગશે. આઝાદીના અમૃત મહોત્સવના 75 સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેનો દેશના ખૂણે ખૂણે જોડાશે.

નવી દિલ્હી અને વારાણસી વચ્ચે T18 ટ્રેનનો ટ્રાયલ રન 2 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયો હતો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં તેને ફ્લેગ ઓફ કરી હતી. તે પછી આ ટ્રેન કોરોના લોકડાઉન સુધી ચાલુ રહી. કોરોના લોકડાઉન દરમિયાન આ ટ્રેન 173 દિવસથી બંધ છે.

નોંધનીય છે કે, 15 ઓગસ્ટ 2022ના રોજ, રાષ્ટ્ર સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવશે, તેને વિશેષ બનાવવા માટે, રેલવની 75 વંદે ભારત ટ્રેનોને પાટા પરથી ઉતારવાની યોજના છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, વંદે ભારત ટ્રેનની આ યોજનાને અમલમાં મૂકવા માટે તાજેતરમાં રેલવે બોર્ડની એક બેઠક પણ યોજાઈ હતી.