Abtak Media Google News

બોલિવુડ અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાની કારનો અકસ્માત થયો હતો. શનિવારના રોજ સાંજે છ વાગે મુંબઈની શ્રીજી હોટલની પાસે આ અકસ્માત થયો હતો. સિદ્ધાર્થ શુક્લા પોતાની BMW કાર ચલાવતો હતો, ત્યારે તેની કાર ઈનોવા કારને ભટકાઈ હતી. જેને કારણે BMW ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને કારને ઘણું જ નુકસાન થયું હતું. સિદ્ધાર્થની કાર સહિત ત્રણ અન્ય વાહનોને ડેમેજ થયું હતું અને આ ઘટનામાં સાત લોકો ઘાયલ થયા હતાં.

Coun1Csc Siddarth Shukla Accident Mumbai July 2018પોલીસે આ દુર્ઘટના પછી સિદ્ધાર્થ શુક્લાની વિરુદ્ધ લાપરવાહીથી ગાડી ચલાવવાની ધારાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે.મીડિયામાં ચાલી રહેલ ખબરો પ્રમાણે સિદ્ધાર્થની ગાડીની ટક્કરથી લગભગ 7 લોકો ઘાયલ થયા છે, જેમને ગોરેગાંવ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Siddharth Shukla Crash D

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.