Abtak Media Google News
વાંકાનેર હાઇ-વે પર આવેલ શકતી ચેમ્બરમાં આજે રાત્રે સવા નવેક વાગ્યાના અરસામાં ફિલપ કાર્ટની ઓફિસમાં ધૂસીને આશરે ત્રણેક લાખની લૂટ ચલાવીચાર શખ્શો નાસી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી
(રાત્રીના સમયે બનેલી ઘટનાને  પગલે પોલીસ તંત્રમાં દોડધામ: બુકાનીધારી ૪ શખ્શો સીસીટીવીમાં કેદ)
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ૨પથી 30 વર્ષની વયના ચાર શખ્સો મોઢે રૂમાલ બાંધીને પાર્સલ લેવાના બહાને ઓફિસ જે આવ્યા હતા કર્મચારી મે માર મારીને આ શખ્શોએ લૂંટ ચલાવ્યાની જાણ થતા બિ -ડીવીઝન ના પીઆઇ કોઢીયા સહિત પોલીસ કાફલો અને એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોચ્ચા હતા.
લુંટ ચલાવીને બે શખસો લાલ પર બાજુ અને બે શખશો મોરબીના સો ઓરડીવીસ્તાર તરફ નાસી છૂટયાનુ જાણવા મળતા પોલીસે  સોધવા માટે હડીયા પટી શરૂ કરી દીધી હતી લુટનો આક સતાવાર રીતે જાણવા જાણવા મળ્યો નહોતો કુલ કેટલી રકમ ગઈએ જાણવા પોલીસે સ્ટાફની પૂછપરછ હાથ ધરી હતી સુત્રોના દાવા પ્રમાણે અઢીથી ત્રણ લાખની રકમ શાખશો લુંટી ગયા હતા લુંટારા શખસો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા આ શખસોમાં કેમેરાનોડવાનો પ્રયાસ પણ ક્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.