Abtak Media Google News

મોબાઈલ એપ પર આવતી ફરિયાદો ઉકેલાતી નથી: લોકોમાં રોષ

જુનાગઢ મનપાએ સ્વચ્છ ભારત અભિયાનમાં ઝંપલાવી કંઈક નવુ દેખાડી પ્રસિઘ્ધીની લ્હાપ સંતોષવા ૩૧૧ એપ્લીકેશન લોંચ કરી હતી. આમાં શહેરભરમાંથી મનપાને લગતી ફરિયાદો આપવા મનપા તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો પણ આ એપ્લીકેશનના નામે નાટક ભજવાતું હોય તેમ શહેરમાંથી ઉઠતી ફરિયાદોના નિકાલ કે કામગીરી કરવાની સ્ટાઈલમાં કોઈ ફેરફાર હાલ જુનાગઢના શહેરીજનોને દેખાઈ રહ્યો નથી.

જુનાગઢમાં સ્વચ્છ ભારત અભિયાનમાં ઉપરવાળાઓ પાસે લાડકા થવા અને સરકારી ગ્રાન્ટોનો સોપ બોલાવવા નત નવા નુસખા જુનાગઢના પદાધિકારીઓને સારી રીતે ફાળી ગયા હોય તેમ સ્વચ્છ ભારત અભિયાનમાં ઝંપલાવ્યા બાદ શહેરમાં સ્વચ્છતાને લગતી એકપણ નકકર કામગીરી પ્રજાને જોવા મળતી નથી. પ્રજામાં આ અંગે જાગૃતતા આવે અને સ્વયંભુ સ્વચ્છતાનો માહોલ ઉભો થાય તેવી પણ એક કામગીરી કે નકકર પગલા લેવાયા નથી. ફકત ફોટો સેશનની અખાડી જ શહેરીજનોને જોવા મળ્યા છે. શહેરભરને એક સમયે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ૩૧૧ એપ્લીકેશન લોંચ કરી તેને ડાઉનલોડ કરી તેમાં મનપાને લગતી કમ્પલેઈનો આપવા અનુરોધ કરાયો હતો પણ જાણે આ એપ્લીકેશન શોભાના ગાંઠીયો હોય તેમ આ એપ્લીકેશનમાં મળતી અનેક ફરિયાદોના નિકાસ કરવામાં મનપા તંત્ર વામણુ પુરવાર થતુ જોવા મળ્યું છે.

શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઉઠતી ફરિયાદોનો નિકાલ નથી થતો સાથે સાથે આ ફરિયાદ કરનારાઓને પોતાની ફરિયાદ માટે સંતોષકારક જવાબ પણ નથી મળ્યો સૌથી વધારે ખુબીની વાત એ છે કે સ્વચ્છ ભારત અભિયાનના નામે ઠેર-ઠેર સ્ટોલ નાખી બરાડા પાડી એપ્લીકેશન અને સ્વચ્છ ભારતની જાહેરાત કરનારા આ એપ્લીકેશનમાં જ આવતી ફરિયાદોના નિકાલ માટે એપ્લીકેશન કરનારાને એવા જવાબ પરખાવે છે કે તમારી ફરિયાદના સુચનો ફોરવર્ડ કર્યા છે પણ કર્મચારીઓ ગાંઠતા નથી સાથે કર્મચારીઓનું વર્તન પણ જયારે કમ્પલેઈનર પાસે પહોંચે ત્યારે જુનાગઢનો મનપા કર્મચારી નહીં પણ કમિશનર હોય તેવા વર્તનનો અહેસાસ ફરિયાદીને કરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.