Abtak Media Google News

ટંકારામાં સવારે ૨ કલાકમાં અઢી ઈંચ ખાબકયો: રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં સવારી વરસાદ ચાલુ: ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનિક સકર્યુલેશનની અસરતળે છેલ્લા બે દિવસી સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન યા છે. ગઈકાલે સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાી માંડી પાંચ ઈંચ સુધી વરસાદ પડયા બાદ આજ સવારી અનેક વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહયાં છે. સવારે બે કલાકમાં ટંકારામાં સાંબેલાધારે અઢી ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્િિત સર્જાવા પામી હતી. સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમી ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. આજે સવારી રાજકોટ, જૂનાગઢ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં કયાંક ધીંગી ધારે તો કયાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

આજે સવારે પુરા તા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૨૧ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌી વધુ વરસાદ ગિર-સોમના જિલ્લાના કોડીનાર તાલુકામાં ૧૧૫ મીમી પડયો છે. આ ઉપરાંત કલ્યાણપુરમાં ૧૦૯, ધ્રોલમાં ૧૦૪, સુત્રાપાડામાં ૯૭ અને ટંકારામાં ૯૦ મીમી જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ અને જામકંડોરણામાં ૧૮ મીમી, જસદણ અને જેતપુરમાં ૧૦ મીમી, રાજકોટ શહેરમાં ૧૫ મીમી અને પડધરીમાં ૧૭ મીમી વરસાદ વરસ્યો છે. સવારે લોધીકામાં ૧૯ મીમી વરસાદ પડયો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા, ચુડા, ધ્રાંગધ્રા, લખતર, મુળી, સાયલા અને વઢવાણમાં ૫ થી ૧૦ મીમી વરસાદ વરસ્યો છે. સવારે દસાડામાં ૭ મીમી અને જુનગઢમાં ૨૦ મીમી વરસાદ પડયો હતો.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભેંસાણમાં ૨૨, જૂનાગઢમાં ૩૦, કેશોદમાં ૨૭, માળિયા હાટીનામાં ૩૬, માણાવદરમાં ૩૨, માંગરોળમાં ૧૩, મેંદરડામાં ૨૧, વંલીમાં ૪૦ અને વિસાવદરમાં ૬ મીમી વરસાદ વરસ્યો છે. જયારે સવારે ૬ થી ૮ એમ બે કલાકમાં વંલીમાં ૨૫ મીમી, માણાવદરમાં ૩૭ મીમી અને જૂનાગઢમાં ૧૧ મીમી વરસાદ પડયો છે. પોરબંદર શહેરમાં ૨૩ મીમી, રાણાવાવમાં ૩૦ મીમી અને કુતિયાણામાં ૨૧ મીમી વરસાદ વરસ્યો છે.

ગીર સોમના જિલ્લામાં મેઘરાજા વધુ ઓળધોળ યા હોય તેમ કોડીનારમાં ૧૧૫ મીમી, સુત્રાપાડામાં ૯૭ મીમી,તાલાલામાં ૪૧ મીમી, વેરાવળમાં ૩૩ મીમી, ઉનામાં ૨૧ મીમી અને ગીરગઢડામાં ૧૫ મીમી વરસાદ પડયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ૪૧ મીમી, દ્વારકામાં ૧૧ મીમી, કલ્યાણપુરમાં ૧૦૯ મીમી, ખંભાળિયામાં ૪૩ મીમી,જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ૧૦૪ મીમી,જામજોધપુરમાં ૨૧ મીમી, જામનગરમાં ૮૨ મીમી, જોડિયામાં ૫૦, કાલાવડમાં ૨૦, લાલપુરમાં ૫૯ મીમી વરસાદ પડયો છે.

સવારી જામજોધપુર અને જામનગરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મોરબી જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવ્યું છે. હળવદમાં ૨૧ મીમી, ટંકારામાં ૩૦ મીમી અને વાંકાનેરમાં ૨૧ મીમી વરસાદ વરસ્યો છે. જયારે ટંકારામાં સવારે ૬ થી ૮ એમ બે કલાકના સમયગાળામાં અનરાધાર ૫૫ મીમી વરસાદ વરસી ગયો છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર હાલ અરબી સમુદ્રમાં દ્વારકા નજીક અપરએર સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતી કેરેલા સુધી ઓફશોર ટ્રફ છે. જેની અસરતળે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં આગામી ત્રણ દિવસ સુધી મધ્યમી ભારે વરસાદ વરસે તેવી સંભાવના જણાય રહી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં અમુક સ્ળોએ અતિભારે પણ વરસાદ વરસી શકે છે.

કોડીનાર અને કલ્યાણપુરમાં સાડા ચાર ઈંચ, ધ્રોલ, સુત્રાપાડા, ટંકારા અને માળિયા મિયાણામાં ચાર ઈંચ, જોડિયા, લાલપુર, ભાણવડ ખંભાળિયામાં બે ઈંચ વરસાદ

આનંદો… સૌરાષ્ટ્રના ૩૪ જળાશયોમાં નવા નીરની આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨ દિવસી મેઘરાજા કૃપા વરસાવી રહ્યાં છે. જેના કારણે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને મોરબી જિલ્લાના ૩૪ જળાશયોમાં નવા નીરની આવક વા પામી હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સૂત્રોએ જણાવ્યું હતું. આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના મોજ ડેમમાં ૦.૧૦ ફૂટ, વેણુ-૨માં ૧.૦૫ ફૂટ, આજી-૧માં ૦.૫૨ ફુટ, આજી-૨માં ૦.૯૮ ફૂટ, આજી-૩માં ૨.૯૫ ફૂટ, ડોંડીમાં ૦.૬૬ ફૂટ, ૪.૫૯ ફૂટ, ખોડાપીપરમાં ૧.૬૪ ફૂટ, ભાદર-૨માં ૧.૩૧ ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ-૨ ડેમમાં ૧.૬૭ ફૂટ, ૦.૦૩ ફૂટ, ૭.૨૨ ફૂટ, બંગાવાડીમાં ૫.૫૮ ફૂટ, મચ્છુ-૩માં ૦.૪૯ ફૂટ, જામનગર જિલ્લાના સસોઈ ડેમમાં ૨.૫૬ ફૂટ, પન્નામાં ૪.૭૬ ફૂટ, ફૂલઝર-૧માં ૬.૮૨ ફૂટ, સપડામાં ૫.૪૫ ફૂટ, ફૂલઝર-૨માં ૯.૮૪ ફૂટ, કંકાવટીમાં ૪.૪૪ ફૂટ, ઉંડ-૨માં ૧૬.૪૦ ફૂટ, વાડીસંગમાં ૩.૨૮ ફૂટ, ‚પારેલીમાં ૧.૩૧ ફૂટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાની ડેમમાં ૪.૫૯ ફૂટ, વર્તુ-૨માં ૧૯.૩૬ ફૂટ, સોનમતીમાં ૧૯.૫૨ ફૂટ, સેઢાભાડરીમાં ૧૯.૮૫ ફૂટ, ૧૦.૫૦ ફૂટ, સીંધણીમાં ૮.૫૯ ફૂટ, તાબરકામાં ૬.૦૪ ફૂટ, ૧૭.૩૯ ફૂટ, મીણસારમાં ૧૦.૫૦ ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ભોગાવો-૨ ૦.૦૮ ફૂટ અને પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં ૨૭.૯૫ ફૂટ પાણીની આવક વા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.