Abtak Media Google News

જયાં વાડ જ ચીભડા ગળતી હોય ત્યાં..

નગરપાલિકા માત્ર નોટિસ આપી બેસી રહી

દામનગર શાસક પક્ષના મહિલા સદસ્યના મકાનના ગેરકાયદે બાંધકામ અંગે પાલિકાએ નોટિસ આપી હોવા છતાં ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યું છે. પાલિકાએ માત્ર નોટિસનું નાટક જ કરતું હોવાનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે.

દામનગર નગર પાલિકાના શાસક પક્ષના મહિલા સદસ્યના ગેરકાયદેસર બાંધકામમાં પાલિકાની શંકાસ્પદ ભૂમિકા ભજવી રહ્યાં છે. નાટક કરતા વોર્ડ નં.૩ના મહિલા સદસ્ય દર્શનાબેન ત્રિવેદીને પાલિકાએ તા.૩૧/૭/૨૦૨૦ ના રોજ નોટિસ પાઠવી પ્લાન નકશા માલિકી આધારો રજૂ કરવા જણાવતા  મહિલા સદસ્યના પતિએ તા.૪/૮/૨૦૨૦ રોજ સ્કૂલ લીવીંગ સર્ટી અને ફરિયાદીની સનદ આપી ભગો કર્યો ફરી પાલિકાએ તા.૫/૮/૨૦૨૦ના રોજ નોટિસ આપી ગેરકાયદે બાંધકામ બંધ કરવા ચૂસના આપી પાલિકાના શાસક પક્ષના મહિલા સદસ્ય હોવા થી નોટિસનું નાટક કરી આધાર પુરાવા રજૂ કરવા કહેતા મહિલા સદસ્ય અને પાલિકાની સ્કૂલના કર્મચારી પતિ એ પાલિકાને ભ્રમિત કરવા પાડોશી ફરિયાદીની સનદ અને પોતાનું સ્કૂલ લીવીંગ સર્ટી આપી પોતાનું ગેરકાયદેસર બાંધકામ શરૂ રાખવા નવો નુસખો અજમાવ્યો.

દામનગર પાલિકાના મહિલા સદસ્ય અને પતિ પાલિકા સંચાલિત સ્કૂલના કર્મચારી હોવાથી કોઈ પણ પ્રકારના માલિકી આધારો, રેવન્યુ, ઉતારો, પ્લાન, નકશા, સનદ વગર સંપૂર્ણ ગેરકાયદેસર બાંધકામ કરતા પાડોશી શ્રમજીવી પરિવારે પોલીસ અને પાલિકા તંત્રને લેખિત રજુઆત કરી હતી. પાલિકા તંત્રની શંકાસ્પદ ભૂમિકા નોટિસનું નાટક કર્યું હતું. પાલિકાના શાસક પક્ષના મહિલા સદસ્ય અને પાલિકા સંચાલિત સ્કૂલના કર્મચારી પતિ હરેશભાઈ ત્રિવેદી દંપતી જાહેર રસ્તાની જમીન ઉપર સંપૂર્ણ ગેરકાયદેસર મકાન બનાવતા ગરીબ શ્રમિક પરિવારની લાચાર સ્થિતિ કોઈ પણ જાતની માલિકી વગર જાહેર રસ્તાની જમીન ઉપર વિશાળ બાંધકામમાં સ્થાનિક પાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાથી ગરીબ પરિવારને ન્યાય મળશે કે કેમ? તેવો સવાલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.