Abtak Media Google News

રાજકોટ કલેકટર કચેરી ખાતે કાર્યરત જન સેવા કેન્દ્ર ખરા અર્થમાં જન દુવિધા કેન્દ્ર બન્યું છે. આ કેન્દ્રમાં તંત્રની અણઆવડત અરજદારોને ધોળે દિવસે તારા દેખાડી દયે છે. અહીં એક દાખલા માટે અરજદારે કલાકો સુધી કતારમાં રહેવું પડે છે. જો કે અરજદારોને થતી હેરાનગતિ દૂર કરવા કલેકટર કચેરી ખાતે લાખોના ખર્ચે આ આધુનિક જન સુવિધા કેન્દ્ર બનાવાયું હતું. પણ ખરા સમયે જ આ કેન્દ્રનું સુરસુરીયું થઇ ગયું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અરજદારોના વહીવટી કામો સરળતાથી થઈ શકે તેમજ જિલ્લાના તમામ વિસ્તારોના દાખલાઓનું કામ એક જ સ્થળે થઈ શકે તે માટે અનેક જિલ્લાઓમાં જન સેવા કેન્દ્ર શરૂ કરાવ્યા હતા. રાજકોટ જિલ્લામાં પણ પૂર્વ કલેકટર રેમ્યા મોહને અંગત રસ લઈને અનેકવિધ સુવિધાથી સજ્જ જન સુવિધા કેન્દ્રનું લાખોના ખર્ચે નિર્માણ કરાવ્યું હતું. પણ હવે આ જન સેવા કેન્દ્ર જન દુવિધા કેન્દ્ર બની ગયું છે.

20210628 115117

હાલ શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું હોય વાલીઓને આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રીમીલેયર સર્ટી, ડોમિસાઈલની જરૂર પડે છે. જેથી મામલતદાર કચેરીઓમાં વાલીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જો કે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાના તમામ વિસ્તારોના દાખલાની કામગીરી થતી હોય ત્યાં પણ અરજદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેને કારણે જન સુવિધા કેન્દ્રની બહાર લાઈનો લાગી હતી. માત્ર એક દાખલા માટે અરજદારોને ભરતડકામાં ઉભું રહેવાની ફરજ પડી હતી.

20210628 115238

બહાર કતારમાં ઉભા અરજદારોને અડધી કલાકના સ્લોટનો સમય આપીને ટોકન અપાઈ તો સરળતા રહે જિલ્લા કલેકટર કચેરી ખાતેના જન સેવા કેન્દ્રની અંદર હકડેઠઠ ભીડ જામી હતી. સાથે બહાર પણ અરજદારોની કતારો જામી હતી. વ્યવસ્થા માટે એક મામલતદાર અને અંદાજે બે જેટલા નાયબ મામલતદાર પણ ત્યાં ફરજમાં હતા. જો તેઓ દ્વારા બહાર કતારમાં ઉભા રહેલા અરજદારોને અડધી કલાકના સ્લોટમાં સમય ફાળવીને ટોકન આપવામાં આવે તો આ અરજદારોને તડકામાં ઉભું રહેવું ન પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.