Abtak Media Google News

જીલ્લા કલેકટરના અઘ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સુચના અને માર્ગદર્શન અપાયું

જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરનાં સામના માટે આગોતરા આયોજન અને અમલીકરણમાં કોઇ કચાશ ના રહે તેની તકેદારી લેવા જિલ્લા કલેકટર રાજે આરોગ્ય સત્તાવાળાઓને સૂચના આપી છે.

જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પટેલ, આસીસ્ટન્ટ કલેક્ટર અંકિત પન્નુની ઉપસ્થિતીમાં યોજાયેલ બેઠકમાં ત્રીજી લહેરની સ્થિતિમાં આઇ.સીયુ.બેડ વધારવા, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી દવાનો પુરતો જથ્થાની ખરીદી સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપી સમીક્ષા કરવામાં આવી હતી. સાથોસાથ જિલ્લા કલેક્ટર એ આરોગ્ય જિભાગની આગોતરી તૈયારી સાથે તેનુ સમયમર્યાદા સાથે અમલીકરણ જરૂરી છે. તેમાં તંત્ર દ્વારા કોઇ કચાશ ના રહે તેની તકેદારી લેવા તાકીદ કરી હતી.

બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચેતન મહેતા, મેડીકલ સુપ્રીટેન્ડેર ડો. સુશીલ કુમાર, સીવીલ સર્જન ડો. લાખણોત્રા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  જાડેજા, સહિત મેડીકલ ઓફિસરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.