Abtak Media Google News

વર્ષ 2021ની શરૂઆતમાં પણ જમ્મુમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં હેલિકોપ્ટરમાં બે પાયલોટ હતા અને એકનું મોત થયું હતું ત્યારે ફરી એક વખત જમ્મુ -કાશ્મીરના કઠુઆ પાસે આજે સવારે ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટર કઠુઆના રણજીત સાગર ડેમમાં ક્રેશ થયું છે. ઘટના બાદ રાહત કાર્ય ચાલી રહ્યું છે, ટીમો તળાવ નજીક પહોંચી છે.

મળતી માહિતી મુજબ, 3 ઓગસ્ટના રોજ સવારે લગભગ 10.20 વાગ્યે ભારતીય સેનાના 254 આર્મી AVN સ્ક્વોડ્રોનનું હેલિકોપ્ટર મામુન કેન્ટમાંથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર ડેમ વિસ્તારની નજીક ઓછી ઊંચાઈનો રાઉન્ડ લઈ રહ્યું હતું, ત્યારબાદ તે ડેમમાં ક્રશ થઈ ગયું.

અકસ્માત બાદ NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે. કઠુઆ જિલ્લાના SSP આરસી કોટવાલના જણાવ્યા અનુસાર, ડાઇવર્સ વતી હવે તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરમાં કેટલા લોકો હતા અને  કુલ નુકસાન કેટલું થયું છે તેના વિશે હજુ કોઈ માહિતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.