Abtak Media Google News

ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં 24 વર્ષના યુવકે આત્મહત્યા કરી છે. આ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે આત્મહત્યા કરવાનું ખૂબ જ આઘાતજનક કારણ બતાવ્યુ છે.

વીડિયોમાં તેની પત્ની અને સાસુ તેને પરેશાન કરે છે અને તેની પાસેથી પૈસા પચાવી લેવાનું તેણે જણાવ્યુ હતું . આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ યુવકનું નામ ઋષભ છે જેની ઉંમર 24 વર્ષની છે, તેના લગ્ન વર્ષ 2020માં ઓરૈયાના કોતવાલી વિસ્તારમાં થયા હતા.

મને અપમાનિત કરવા માટે અન્ય છોકરાઓ સાથે શારીરિક સંબંધો બનાવે છે

વીડિયોમાં તેણે જણાવ્યુ હતું કે, “તેની પત્ની અન્ય છોકરાઓ સાથે શારીરિક સંબંધ ધરાવે છે. તે મને અપમાનિત કરવા માટે આવું કરે છે. સાસુએ પણ બે વાર લગ્ન કર્યા અને બંને પતિની હત્યા કરાવી દીધી હતી. તેઓ સિગારેટ પીવે છે અને દારૂ પીવે છે. પૈસા માટે મને પરેશાન કરે છે. તેમના કારણે  મારા પર 7 લાખ રૂપિયાનો કરજો થઈ ગયો છે. આવું કોઈની સાથે ન થવું જોઈએ, તેથી હું એક વીડિયો બનાવી રહ્યો છું. ”

આવો વીડિયો બનાવ્યા બાદ ઋષભે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી , જેની જાણ પરિવારના સભ્યોએ પોલીસને કરી હતી. તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. રિષભના પરિવારના સભ્યોએ તેની પત્ની અને સાસુ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. પરિવારે આરોપ લગાવ્યો કે પોલીસે કાર્યવાહી કરી નથી. પોસ્ટમોર્ટમ બાદ સંબંધીઓ એમ્બ્યુલન્સમાંથી મૃતદેહ સાથે કોતવાલી ઓરૈયા પહોંચ્યા અને કાર્યવાહીની માંગ કરી. પોલીસે તાત્કાલિક કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહીની વાત કરતી જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.