Abtak Media Google News

ઉમેદવારોનું શુભેચ્છાસહ ફૂલહાર અને ઢોલ-નગારા સાથે સ્વાગત-સન્માન

ધોરાજી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત જયેશભાઈ રાદડિયાની ટીમનો ભવ્ય વિજય થતાં તમામ ઉમેદવારોનું શુભેચ્છા સહ ફુલહાર અને ઢોલ-નગારા સાથે સ્વાગત-સન્માન કરાયું હતું.

ધોરાજી માર્કેટીંગ યાર્ડની 11 ઉમેદવારોની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી. જેમાં જિલ્લા રજિસ્ટ્રારની ટીમ દ્વારા આજે સવારે 9 કલાકથી મત ગણતરી શરૂ કરાઈ હતી. જેમાં ખેડૂત નેતા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા પ્રેરીત માર્કેટીંગ યાર્ડના ડિરેકટરોની ટીમનો ભવ્ય વિજય થતાં જયેશભાઈ રાદડીયા, મનસુખભાઈ ખાચરીયા સહિતના મહાનુભાવો આ વિજય ઉત્સવમાં હાજર રહીને તમામ ડિરેકટરોમાં નિલેશ કણસાગરા, ચાવડા પ્રદ્યુમનભાઈ, જયસુખભાઈ ઠેસીયા, પ્રકાશ નારીયા, ગીરીષ પેથાણી, ધીરૂભાઈ બાબરીયા, હરકીશન માવાણી, અર્જુનસિંહ સરવૈયા, સાપરીયા કિરીટભાઈ એમ મળી તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થતાં અને તમામ ડિરેકટરોને જયેશભાઈ રાદડીયા સહિતના મહાનુભાવો, કાંતિભાઈ જાગાણી, આર.સી.જીત, મનસુખભાઈ વૈષ્ણવ, કે.પી.માવાણી, વિજય અંટાળા, ચીન્ટુ કોયાણી, અશ્ર્વીન વઘાસીયા, નરેન્દ્ર બેરા, સત્યેન્દ્રસિંહ સરવૈયા, જીતુ કઢાણીયા, જગદીશ ધડુક, વી.ડી.પટેલ, હરસુખભાઈ ટોપીયા, મહેશભાઈ રાવલ સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતા અને ઉમેદવારોને શુભેચ્છાઓ આપેલ અને ઉમેદવારોનું ફુલહાર અને ઢોલ નગારાથી ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.