Abtak Media Google News

કોસ્મેટીક ચિજવસ્તુઓના વેચાણમાં ઓનલાઈન નું ચલણ વધ્યું

સમગ્ર વિશ્વ ડિજિટલ અને ઓનલાઈન તરફ અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે ઘણી મોટી કંપનીઓ તેમની વિવિધ પ્રોડક્ટ અને ઓનલાઈન બજારમાં વેચાણ માટે મુક્તિ હોય છે ત્યારે એ વાતની સ્પષ્ટતા થઇ રહી છે કે દાતા અને રિલાયન્સ પણ તેના મેકઅપની ચીજ વસ્તુઓ એટલે કે કોસ્મેટિક આઇટમો નું ઓનલાઈન વેચાણ શરૂ કરશે જેમાં તેઓને ખૂબ મોટી સ્પર્ધા પણ જોવા મળી શકે છે.

પહેલાના સમયમાં લોકોને જે પ્રમાણે વિવિધ વેરાઈટી મળવી જોઈએ તે ન મળતા તે સ્થિતિ હવે ઓનલાઇન બજારમાં નજરે પડે છે જેમાં લોકો ને ખૂબ વિવિધ વેરાયટીઓ મળતી રહેશે જેમાંથી તેઓ પોતાની ચોઈસ મુજબ ખરીદી કરતા હોય છે પહેલાના સમયમાં મહિલાઓના પર્સમાં લેકમે જોવા મળતું પરંતુ હાલ એરેન્જ માં ઘણી નામાંકિત કંપનીઓના કોસ્મેટીક પ્રોડક્ટ જોવા મળે છે અને તેની ખરીદી પણ પુરજોશમાં થઈ રહી છે.

ઓનલાઇન નું ચલણ વધવાની સાથે રિલાયન્સ તાતા જેવી કંપનીઓએ કોસ્મેટિક ક્ષેત્રે પોતાની સ્થિતિ સુધારવી હોય તો ઓનલાઇન એકમાત્ર વિકલ્પ રહ્યો છે જેથી હવે ચા ની સાથે અંબાણી પણ તેની કોસ્મેટીક ચિજવસ્તુઓ નો વ્યાપાર ઓન લાઈન મારફતે કરશે. ટાટાના સંપર્ક સૂત્રો દ્વારા એ વાતની સ્પષ્ટતા થઇ રહી છે કે કોસ્મેટિક બ્રાન્ડ માટે ટાટા ઇનહાઉસ નવી લાઈનો શરૂ કરી રહી છે અને આ તમામ પ્રોડક્ટ પોતાના વેસ્ટ સાઇડ ના આઉટલેટ ઉપર જોવા મળશે.

એટલું જ નહીં આ તમામ પ્રોડક્ટો ઓનલાઇન પણ જોવા મળશે. રિલાયન્સ પણ પોતાની કોસ્મેટિક ચીજવસ્તુઓના વેચાણ માટે એક ડેડીકેટેડ વેબ સ્ટોર ઊભા કરશે જેમાં કોસ્મેટિક ની દરેક ચીજવસ્તુઓ લોકોને મળતી રહેશે. રિલાયન્સના સંપર્ક સૂત્રોના જણાવ્યા મુજબ રિલાયન્સ તેની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ ની સાથે પ્રાઇવેટ લેબલ વાળી ચીજ વસ્તુઓનું પણ ઓનલાઇન વેચાણ કરશે.

હાલ જે સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે તેમાં એ વાત સ્પષ્ટ થાય છે કે ટાટા અને અંબાણી સિવાય પણ અન્ય ઘણી કંપની કે જે કોસ્મેટિક ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવી રહી છે તે પણ હવે ઓનલાઇન વ્યાપારમાં આગળ વધશે. કોરોના ના કપરા કાળમાં પણ ઓનલાઇન નું ચલણ વધ્યું હતું પરિણામે આવનારા દિવસોમાં પણ વધુને વધુ નવી ઉદભવી તો કંપનીઓ આ ક્ષેત્રે આગળ આવશે અને પોતાનો વ્યાપાર ઓનલાઈન માં રૂપાંતરિત કરશે. લોકોનું પ્રમાણ પણ ઓનલાઇન ખરીદી નું વધ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે અહીં લોકોને વિવિધ પ્રકારની અને ચીજવસ્તુઓ ઓપ્શન સાથે મળતું હોય છે. સામે લોકો પણ ફિઝિકલ ખરીદીના બદલે ઓનલાઇન ખરીદી કરવા માટે વધુ આગળ આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.