Abtak Media Google News

Table of Contents

1882માં આજના દિવસે રોબર્ટ કોએ નામના વૈજ્ઞાનિકે ટીબીના  બેસીલાઈ માઈક્રોબેકટેરિયમ ટયુબરકયુલોસીસની શોધ કરી હોવાથી તેની યાદમાં આજે વિશ્ર્વ ટીબી દિવસ ઉજવાય છે

આપણાં દેશમાં 2025 સુધીમાં ટીબીને નાબુદ કરવાનું અભિયાન  શરૂ કરેલ છે: જોહાન શોનલેને એ 1834માં ‘ક્ષય’ શબ્દ લોકપ્રિય બનાવ્યો છતાં આ રોગ તેના પહેલા 30 લાખ  વર્ષથી અસ્તિત્વમાં હોવાનું  મનાય છે

આ વર્ષની થીમ: ‘વી કેન એન્ડ ટીબી’ એટલે કે હા અમે ટીબીને ખતમ કરી શકીએ છીએ:  આજનો દિવસ  ડબલ્યુએચઓની માર્ગદર્શિકાને ઝડપથી અપનાવવા સાથે અદ્યતન  ટેકનોલોજીના ઉપયોગનાં મહત્વ પર ભાર મૂકે છે

ટીબીને   વર્ષો પહેલા રાજરોગ પણ કહેવાતો હતો, ક્ષય  નામથી જાણિતા રોગને ટયુબરકયુલોસીસ પણ કહેવાય છે જેને ટુકાક્ષરીમાં ટીબી કહેવાય છે. આજે વિશ્ર્વ ટીબી દિવસની  વૈશ્ર્વિક  સ્તરે ઉજવણી થઈ રહી છે. ત્યારે આ રોગ 30 લાખ વર્ષ પહેલા અસ્તિત્વમા હોવાનું મનાય છે. 1834માં જોહાન  શોનલેને ક્ષયરોગ શબ્દને લોકપ્રિય બનાવ્યો હતો.  બાદ 1882માં આજના દિવસે   રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે ટીબીના બેસીલાઈ માઈક્રોબેકટેરિયમ ટયુબલરકયુલોસીસની શોધ   કરી હતી. આજે   તેમની યાદમાં દર વર્ષે આ દિવસ ઉજવાય છે.

ટીબી એક ચેપીરોગ હોવાથી તેની  તકેદારી રાખવી જરૂરી છે.  સામાન્ય માનવી કરતા  એચઆઈવી  વાયરસ સાથે જીવતાં લાકેોમાં ચેપ લાગવાની શકયતા 10 ગણી વ ધી જાય છે. 2023નું ચાલુ વર્ષ તેનાથી  પીડીત લાખો લોકોની  વેદનાનો અંત  લાવવા અને અસરગ્રસ્તો માટે વ્યાપક  અને સાર્વત્રિક સંભાળની હાકલ કરે છે.વિશ્ર્વના તમામ દેશોએ અસમાનતાનો સામનો કરી અને તેને  અટકાવી શકાય તેવી ઉપચાર પધ્ધતિમાં દર્દીને સામેલ કરીને બિમારીનો અંત લાવવાની આપણી સામુહિક જવાબદારી છે. કોવિડ 19ના રોગચાળા સમયમાં ટીબી અંકુશમાં મળેલ પ્રગતિને જોખમાં મૂકી હતી ડબલ્યુ.એચ.ઓ. દ્વારા  ટીબી નિયંત્રણ માટે અકસીર સારવાર  વિકલ્પો, ટુંકી સારવાર પધ્ધતિ, ઝડપી તપાસ અને   સારવારમાં નવીની ઉપકરણો સાથે ડીજીટલ   સાધનોનો ઉપયોગ કરવા જણાવાયું છે. રોગીની  સારવારમાં   અસમાનતા અને  અવરોધોને દૂર કરવાની તાતી જરૂરીયાત છે.

ટીબીને   ખતમ કરવાના વૈશ્ર્વિક પ્રયાસો દ્વારા 2000થી  ગત વર્ષના પ્રારંભ  સુધી અંદાજે  74 મિલિયન લોકોના જીવન બચાવાયા છે. 2021માં કુલ 10,6 મિલિયન લોકો ટીબીનો શિકાર થયા હતા.  જયારે આજ વર્ષે 1.6 મિલિયન લોકોટીબીથી મૃત્યુ  પામ્યા હતા ક્ષયનું કારણ શોધાયું ત્યારના ગાળામાં ટીબી યુરોપ અને   અમેરિકામાં  ફેલાયો હતો. જેને કારણે  દર સાત પૈકી એક વ્યકિતનું મૃત્યુ   થયું હતુ.  રોબર્ટ કોકની   શોધને   કારણે ટીબીના નિદાન-સારવારનો માર્ગ ખ્ુૂલ્યો હતો.

ટીબી રોગ શરીરમાં   કયા જોવા મળે છે. તેને આધારે તેના વિવિધ નામો છે.ટીબી શબ્દનો પ્રાચિનગાળામાં ‘ફથિસિસ’ પ્રાચિનરોમમાં ‘ટેબ્સ’ અને પ્રાચિન  હિબ્રુમાં શેએફેથ તરીકે ઓળખવામાં આવતો હતો 1800ના દાયકામાં તેને   વિવિધનામોથી ઉદબોધન કરાતું હતુ. ગરદન અને લસીકાગ્રંથીની ગાંઠોના ટીબીના  વર્ણન માટે મધ્ય યુગમાં ‘સ્કોફુલા’ શબ્દ પ્રયોગ વપરાતો હતો જોઆ બિમારી સંપૂર્ણ પણે અલગ બીમારી છે. જે ફેફસાને  અસર કરે છે.

દુનિયામાં   વિવિધ પ્રકારની ખતરનાક   બિમારીમાં ક્ષય રોગનો પણ સમાવેશ  થાય છે. આ  બિમારીમાં દર્દીનું ઝડપથી મૃત્યુ  નથી થતું પણ ફેફસામાં  થયેલા સંક્રમણના લક્ષણને નજર અંદાજ કરાય તો દર્દી બચી શકતો  નથી.બેકેટેરીયાથી થતુ આ સંક્રમણ દુનિયાનું સૌથી  જીવલેણ   સંક્રમણ  મનાય છે. આજના યુગમાં ક્ષય કે ટીબીનો ઈલાજ છે, પણ જીવલેણ ચેપ હોવાથક્ષ લોક જાગૃતિની જરૂરીયત છે. લોકો નિદાન  કરાવતા ન હોવાથી અંતે   ચેપવકરી જાય છે.   આ દિવસે સમગ્ર  વિશ્ર્વમાં   ટીબીને કારણે થતી   સામાજીક અને આર્થિક અસરો વિશે  જાગૃતિ લાવવાની જરૂર છે.

છેલ્લા એક  દાયકામાં પહેલી વખ્ત કોરોનાને લીધે વર્ષ 2020માં ટીબીને કારણે મરનારની  સંખ્યા વધી ગઈ હતી. જયાં ટીબી વધુ ફેલાયો હતો. ત્યાં પણ સંશોધનો  કોવિડ તરફ ગયા હોવાથી દર્દીઓ પ્રભાવિત થયા  હતા.વિશ્ર્વ  આરોગ્ય સંસ્થાએ રાગેના અંકુશ માટે વિવિધ  ગાઈડલાઈન   જારી કરી છે. વૈશ્ર્વિક સ્તરે  સ્ટોપ ટીબી પાર્ટનરશિપે  આ વર્ષની થીમમાંજ    આપણે ટીબી ને ખતમ કરવાની વાત કરી છે, અને આવનારા 2030 સુધીમાં ટીબીનો અંત લાવવાની  વૈશ્ર્વિક  હાકલ કરી છે. ડબલ્યુ.એચ.ઓ.નો 2022નો રિપોર્ટ જણાવે છે કે  સતત બીજા વર્ષે ટીબી  થતા મૃત્યુ   દરમાં વધારો થયો છે.  જેને કારણે લક્ષ્યાંકો  હાંસલ કરવામાં મુશ્કેલી  પડી રહી છે.   ટીબી સામાન્ય રીતે  ફેફસાને અસર કરે છે, પણ તે કરોડરજજુ, કિડની અને મગજ સહિત અન્ય અંગો પર હુમલો કરી   શકે છે. ટીબી જે યુએસ આરોગ્ય પ્રણાલી છે.

ટયુબર કયુલોસિસ ચેપના બે સ્વરૂપો છે

ટીબીના બે પ્રકારોમાં એક સુસુપ્ત ટીબી અને ટીબીરોગ  હોય છે.   સુસુપ્ત ટીબી ધરાવતા લોકો સામાન્ય રીતે બીમાર પડતા નથી, કારણકે તેની રોગ પ્રતિકારક   શકિત બેકટેરીયા સામે લડે છે.અને તેની વૃધ્ધિ અટકાવે છે, તેથી સુસુપ્ત  ટીબી ચેપ (એલ.ટી.બી.આઈ.) નિષ્ક્રિય છે અને તે એક માંથી બીજી વ્યકિતમાં  સંક્રમણ ફેલાવતા નથી. બીજી તરફ બીજુ સ્વરૂપ ટીબી રોગ એક સક્રિય રોગ છે. કારણ કે શરીરની  ઈમ્યુન સિસ્ટમ બેકટેરીયા સામે લડવામાં અસમર્થ છે પરિણામે બેકટેરીયાની વૃધ્ધિ થતા છેલ્લે ટીબી થાય છે. આરોગ વાળા અન્ય લોકોમાં ચેપ  ફેલાવી શકે છે. ટીબીમાં સમયસર સારવાર ન  કરાય તો જીવલેણ બને છે.

1834માં પ્રથમવાર ‘ક્ષય’ શબ્દ પ્રયોગ કરાયો હતો

200 વર્ષ પહેલા ‘ક્ષય’ નામ આપવમાં આવેલ હતુ, પણ ટીબી ડે ક્ષય જેવાજ ચિન્હો ધરાવતો રોગ 3 મિલિયન વર્ષોથી  પૃથ્વી ઉપર   અસ્તિત્વમાં છે. 1834માં પ્રથમવાર ‘ક્ષય’  શબ્દ પ્રયોગ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.