Abtak Media Google News

માતાનું સર્વપ્રથમ દૂધ ગુણોનો ભંડાર:નિષ્ણાંત તબીબ: માતાના દૂધ ઉપર ઉછર્યા બાળકનો માનસિક વિકાસ યોગ્ય અને પર્યાપ્ત

નવજાત બાળક માટે માતાનું દૂધ એટલે ખરા અર્થમાં અમૃત છે.માતાના દૂધના શિશુ માટે જે લાભ છે તેને ગણાવીએ એટલા ઓછા છે.માતાનું સર્વપ્રથમ દૂધ ગુણોનો ભંડાર છે.માતાનું દૂધ શીશુને જરૂરી બધા જ પોષક્તત્વો પૂરતી માત્રામાં ધરાવતું હોય છે. અન્ય કોઈ દૂધ કે બહારના આહારની સાપેક્ષે માતાનું દૂધ એ શીશુને માટે એકદમ સહજતાથી પચી જતો આહાર છે. બાળકના જન્મ પછી સૌ પ્રથમ આવતું દૂધ એ ચીંકણું-પીળું પ્રવાહી હોય છે. આ દૂધને કોલસ્ટ્રમ તરીકે ઓળખાય છે.

શરૂઆતનું આ કોલસ્ટ્રમ દૂધ જેવો સફેદ રંગ ધરાવતું ન હોવાથી ઘણી વખત સાચી સમજણના અભાવે માતાઓ શીશુને આ દૂધ પીવડાવતી નથી. ઘણી વખત ઘરના વડીલો જૂનવાણી માન્યતાઓને સાચી માની લઈ આ કોલસ્ટ્રમને બાળકને પચવામાં ભારે પડશે એવું માની તેને પીવડાવવાની મનાઈ કરે છે. હકીકતે બાળક માટે કોલસ્ટ્રમએ પ્રોટીન, વિટામીન અને રોગપ્રતિકારક દ્રવ્યોનો ખજાનો સાબિત થાય છે. આથી જ માતાનું પહેલું દૂધ બાળકને અવશ્ય પીવડાવવું જોઈએ. નિષ્ણાંત ગાયનેક તબીબનું પણ કેવું છે કે,માતા શિશુને જન્મ આપ્યા પછીના પહેલા અડધા કલાકથી બાળકને સ્તનપાન કરાવવાનું શરૂ કરી શકે છે.

માતાનું દૂધ સંપૂર્ણ પોષણ આપે છે.શિશુના જન્મ પછીના શરૂઆતના છ મહિના સંપૂર્ણ રીતે માતાના દૂધ પર નિર્ભર હોય છે. શીશુની ભોજન   અને પોષણ સંબંધી પ્રત્યેક જરૂરિયાતો, ત્યાં સુધી કે પાણીની જરૂરિયાત પણ ફક્ત અને ફક્ત માતાના દૂધમાંથી જ પૂરી પડે છે. માતાના દૂધમાં રહેલા પ્રોટીન અને ચરબીની ખાસીયત એ છે કે તે બાળકને કોઈપણ આડા અસર વગર સહેલાઈથી પચી જાય છે. માતાના દૂધમાં પહેલા છ મહિના બાળકના વિકાસ માટે અતિ આવશ્યક એવા ડોકોઝાહેક્ઝોઈક એસીડ (ઉઇંઅ)ની માત્ર  પર્યાપ્ત હોય છે.

જન્મના શરૂઆતના છ મહિનામાં શિશુના મગજના વિકાસ માટે ઉઇંઅ અતિ આવશ્યક હોય છે. આને લીધે અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે જે બાળકો વિશેષત: માતાના દૂધ ઉપર ઉછર્યા હોય તેમનો માનસિક વિકાસ યોગ્ય અને પર્યાપ્ત થાય છે.બાળક માટે દૂધનું તાપમાન વધુ પડતું ઠંડુ કે ગરમ નહીં પણ એકદમ સાનુકૂળ હોય છે.માતાના દૂધમાં રહેલા રોગપ્રતિકારક દ્રવ્યો બાળકને બીમારીઓ અને ચેપથી બચાવે છે.

માતાના દૂધમાંથી બાળકને શક્તિ, પ્રોટીન, વિટામીન, ખનીજક્ષારો ઉપરાંત વૃદ્ધિકારક પરીબળો, અને ચયાપચયની ક્રિયા માટે ખૂબ જરૂરી એવા ઉત્સેચકો અને અંતસ્ત્રાવો પણ મળી રહે છે.શિશુમાં અતિસાર કરતા ઈ-કોલાઈ પ્રકારના બેક્ટેરીયા અને હાનીકારક સૂક્ષ્મજીવાણુઓનો નાશ કરતા એંટીબોડી, લેક્ટોફેરીન અને રોગપ્રતિકારકતા આપતા ઈમ્યુનોગ્લોબ્યુલીન અ પણ માતાના દૂધમાં રહેલા હોય છે.

સ્તનપાન માતાને સુડોળ શરીર આપે છે.સ્તનપાન માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે. દૂધ બનતી વખતે માતાના શરીરની ચરબી અવશોષાઈને દૂધમાં ચરબી રૂપે ભળી શીશુને પોષણ આપે છે. આમ જે માતા શીશુને સ્તનપાન કરાવતી હોય તે સગર્ભાવસ્થા પછી પોતાનું વધેલું વજન અને શરીર પરની ચરબી ઝડપથી ગુમાવે છે અને સગર્ભાવસ્થા પહેલાનું વજન પુન: પ્રાપ્ત કરી લે છે.સર્વે એવું પણ દર્શાવે છે કે પ્રસૂતિ પછી સ્તનપાન કરાવતી માતાઓનું ગર્ભાશય ઝડપથી સંકોચાઈને મૂળ કદ પ્રાપ્ત કરી લે છે અને સ્તનપાન કરાવતી માતાઓમાં સ્તનકેંસરના કિસ્સા ઓછા જોવા મળે છે.ત્યારે અબતકે શહેરના નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ તબીબ સાથે ખાસ વાતચીત કરી વિશેષ અહેવાલ રજૂ કર્યો છે.

4 મહિના ફક્ત માતાનું દૂધ બાળક માટે 100 ટકા ન્યુટ્રીશન:ડો. ડી.ડી તરાવીયા

નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ ડો. ડી.ડી તરાવીયા જણાવ્યું કે,માતાએ શુરુઆતના ચાર મહિના ફકત શિશુને સ્તનપાન કરાવું જરૂરી છે.બાળક માટે 100 ટકા માતાનું શુરુઆતનું દૂધ ન્યુટ્રીશનથી ભરપુર હોય છે.અમુક સંજોગોમાં બાળકને બહારનું દૂધ કે પાવડર આપવું.સ્તનપાન કરવાથી માતા અને બાળક વચ્ચેનું બોન્ડિંગ વધે છે.ઘણી વખત માતાને દૂધ આવતું નથી તેની ફરિયાદ રહે છે.આવા સંજોગોમાં તબીબએ આપેલ પ્રિકીપશન મુજબ દવા કરવાથી દૂધ આવી શકે છે. પ્રેગનેન્સી દરમિયાન અને ડીલેવરી બાદ માતાએ સ્ટ્રેસ લેવું જોઈએ નહીં આ સમય માતાએ આનંદમાં રહેવાનું હોય છે જેની બાળક પર ખૂબ સારી અસર પડે છે.

માતાના દૂધમાં એન્ટીબોડી બાળકને રક્ષણ આપે:ડો.વર્ષાબેન ધ્રુવ

નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ ડો.વર્ષાબેન ધ્રુવએ જણાવ્યું કે, માતાના દૂધમાં એન્ટી બોડી હોય છે જે બાળકને રોગ સામે રક્ષણ આપે છે તેમજ બેક્ટેરિયાના વાયરસ સામે પણ રક્ષણ આપે છે. બાળકને સ્તનપાન કરાવવામાં આવે તો તેનું આઈ ક્યુ વધે છે તેની વિશેષતામાં વધારો થાય છે બાળકમાં બુદ્ધિની સાક્ષરતામાં વધારો થાય છે. બાળકને ફીડિંગ કરાવતી વખતે માતાએ તેને ખોળામાં રાખવો થોડુંક માથું ઊંચું રાખવું ફીટીંગ કરાવ્યા બાદ બાળકને તરત સુવડાવો નહીં ઘડી ખંભા પર ઉભો રાખી અને પાછળ પીઠ થપ થપાવી ત્યારબાદ જ સુવડાવાનો.માતાએ બાળકને સ્તનપાન કરાવવું અત્યંત જરૂરી છે.

સ્તનપાન કરાવવાથી માતા અને શિશુ વચ્ચે બંધન વધે:ડો.અવની કંનન

હેરિસ પ્રેગનેન્સી એક્સપર્ટ ડો.અવની કંનને જણાવ્યું કે, માતાએ ફરજિયાત બાળકને સ્તનપાન કરાવવું જરૂરી છે ડીલેવરી બાદ થોડાજ સમય બાદ શિશુંને સ્તનપાન કરાવવાથી માતા અને બાળક વચ્ચેનું બંધન વધે છે.યોગ્ય બ્રેસ્ટ ફીટીંગ કરાવતી માતાઓને ગર્ભાશયનું કેન્સર થતું ઘટી જાય છે સર્વેમાં જણાવવામાં આવ્યું છે. શરૂઆતના સમયમાં જ્યારે માતા બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે સ્વાભાવિક રીતે તેમના નીપલ પાસે દર્દ કે દુખાવો રહેતો હોય છે પરંતુ 20 થી 25 દિવસ બાદ એ સ્કીનને તેની આદત પડી જાય છે અને બાળકો પણ સરળતાથી સ્તનપાન કરી શકે છે અને કોઈ માતાને દુખાવો થતો નથી. છ મહિના સુધી શિશુને માતાનું ફક્ત ધાવણ જ આપવું જરૂરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.