Abtak Media Google News
મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક બાઇક લઈને જઇ રહેલા યુવાનને અજાણ્યા ટ્રેલર ચાલકે હડફેટે લેતા આશાસ્પદ યુવાનનું કરુંણ મોત નીપજ્યું હતું.
ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની નીલકંઠ સોસાયટીમાં રહેતા મીત પ્રકાશભાઈ કાલરીયા ઉ. ૨૦ નામનો યુવાન ગતરાત્રીના પોતાનું બાઇક લઈને જતો હતો ત્યારે મહેન્દ્રનગર ચોકડી નજીક અજાણ્યા ટ્રેલર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા સાથે યુવાનને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બાદમાં આ આશાસ્પદ યુવાનની હાલત નાજુક જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો જ્યાં મિત કલરીયાએ દમ તોડી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મહેન્દ્રનગર ચોકડીએ ગોકળગાય ગતિએ બ્રિજનું કામ ચાલી રહ્યું હોય રોજે રોજ અકસ્માતો સર્જાઈ છે અને આવા અકસ્માતના કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.