Abtak Media Google News

૧૫૦૦થી વધુ લોકો એકસાથે ઉમટી પડતા ધક્કામુકી : બેંકના રૂટિન કામકાજ ઠપ્પ

મોરબીની ખાનગી બેંકમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવતા એક સાથે ૧૫૦૦ જેટલા લોકો ઉમટી પડ્યા હતા. ભારે ભીડને કારણે બેંકની બહાર અફરાતફડી જેવો માહોલ સર્જાયો હતો.

Img 20180521 Wa0008જાણવા મળ્યા મુજબ મોરબીની એક્સીસ બેંકમાં ગઈકાલથી પ્રધાન મંત્રી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું જેમા પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ધક્કા મુક્કી સર્જાઈ હતી. અંદાજે ૧૫૦૦ થી વધુ લોકો બેંકની બહાર ફોર્મ મેળવવા માટે ઉમટી પડ્યા હતા. ભારે ભીડને કારણે બેંકની બહાર અફરાતફડીનો માહોલ સર્જાયો હતો.

લોકોની ભારે ભીડના કારણે બેંકનું રૂટિન કામકાજ ઠપ્પ થયું છે. વિશાળ સંખ્યામાં લોકો આવાસ યોજનાના ફોર્મ મેળવવા આવ્યા હોય , ત્યારે વ્યવસ્થા અર્થે, કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલીસ સ્ટાફે હાજર રહેવું અનિવાર્ય બને છે. આમ છતાં પોલીસની ગેરહાજરી રહી હતી.

Img 20180521 Wa0010નોટબંધી વખતે બેંકની બહાર લોકોની જે ભીડ જોવા મળતી હતી. તેવી જ ભીડ હાલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ વિતરણ વખતે થઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે લોકો વહેલી સવારે ૫ વાગ્યાથી બેંકની બહાર ઉમટી પડ્યા હતા. હાલ આ ઘટના નોટબંધી વખતની યાદ તાજા કરાવતી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.