Abtak Media Google News

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં સત્સંગ દિનની ઉજવણી – આજે સમજણ દિન ઉજવાશે

Mg 0652બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગતસત્સંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

આજે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં મંદિરે સામુહીક વર્તમાન વિધીનો કાર્યક્રમ 

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાથી ભક્તોની ભીડ મંદિર પ્રાંગણમાં જોવા મળે છે. યુવાનો અને વડીલો સહિત નાના બાળકો પણ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનો લાભ લઇ રહ્યા છે. નાના બાળકોએ વહેલી સવારમાં પ્રાતઃપૂજામાં પોતાની કાલી-ઘેલી ભાષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સ્વામી સમક્ષ રજુઆતો કરી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવવા અનેકવિધ મહિલા હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક બનાવેલ કલાત્મક પતંગિયાનો વિશિષ્ટ હાર પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને સંતો દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રાતઃ પૂજા બાદ પૂજ્ય ડોક્ટર સ્વામીએ મોબાઈલના વધતા ઉપયોગ પર ટકોર કરતા જણાવ્યું હતું કે ભગવાને રાજ છોડ્યા પણ આપણે મોબાઈલ નથી છોડી શકતાં, મોબાઈલના ફાયદા ઘણા છે તેની સામે નુકશાન પણ ઘણું છે.

Mg 0661યુવકોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સમક્ષ પ્રસ્તુતિ કરી હતી કે જીવનમાં પૈસા, શારીરિક સ્વસ્થતા અને સારું પાત્ર એમાં જ જીવનનું સાચું સુખ છે કે નહી એ વિષયક રસપ્રદ ચર્ચાની રજૂઆત કરી હતી. અંતમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે જીવનમાં પૈસા, શારીરિક સ્વસ્થતા અને સારું પાત્ર એમાંજીવનનું સાચું સુખ નથી પરંતુસાચું સુખ સત્સંગની સમજણમાં જ છે. ભગવાનની આજ્ઞાએ કરીને મન વાળે તો સુખ મળે છે. સત્સંગમાં દરેક હરિભક્તને મોટો જાણવો. કુસંગથી ડરવું, ચેતતા રહેવું એ બધું બગાડે છે. અભિમાન ન રાખવું. અભિમાન આવે તો જ્ઞાન રહેતું નથી.

5 25 18 Rajkot Satsang Din 2112આજનો દિન સમજણ દિન તરીકે ઉજવાશે. જે અંતર્ગત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં સમૂહ વર્તમાન વિધિનો કાર્યક્રમ સાંજે ૬ વાગ્યે યોગીસભાગૃહમાં યોજાશે. સાયંસભામાં ૬ થી ૭ સત્સંગ કથાવાર્તાનો લાભ મળશે. સત્સંગની સમજણ દ્રઢ કરાવતો રસપ્રદ સંવાદ ૭ થી ૭:૩૦ દરમ્યાન યોજાશે અને અંતમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ મળશે.

5 25 18 Rajkot Satsang Din 2172

ગઈ કાલે સત્સંગ દિને સાયંસભામાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સેવક સંત પૂજ્ય બ્રહ્મવત્સલ સ્વામીએ પારાયણમાં કથાવાર્તાનો લાભ આપ્યો હતો જેમાં તેઓએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના પ્રસંગો રજૂ કર્યા હતા. ત્યારબાદ સૌ હરિભક્તો સંધ્યા આરતીમાંજોડાયા હતા. સત્સંગનું મહત્વ સમજાવતી ‘સત્સંગમાંથી રાજીનામું’ સંવાદ દ્વારા ભક્તોને જીવનમાં ભક્તિ કર્યા પછી પણ દુઃખોનો સામનો કરવો પડતો હોવાની વાતને વણી લીધી હતી અને સંવાદ દ્વારા દુઃખમાં પણ ભક્તિમાં લીન રહેવાથી સુખ ચોક્કસ મળશે તેવો સંદેશો આપ્યો હતો.ત્યારબાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌ હરિભક્તોને વિડીયો આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે,‘સત્સંગ છોડીને જતા નહી. સત્સંગ દ્રઢ કરીને રાખજો.સત્સંગ મળવો ખૂબ દુર્લભ છે. સત્સંગ કરે છે તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે માટેભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ કરીને રાખજો.’

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.