Abtak Media Google News

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને “બેટી બચાવો બેટી પઢાઓ” જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. ભારત સરકાર દ્વારા ઘટતા સ્ત્રી જાતિદરને નિયંત્રણમાં લાવવા તેમજ દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે સમગ્ર દેશમાં “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અમલી છે. આ યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ વર્ષ-2015માં કરવામાં આવ્યો છે.

Advertisement

તેની અમલવારી માટે જિલ્લા કક્ષાએ નોડલ ઓફિસર તરીકે જિલ્લા મહિલા અને બાળ અધિકારીને નિયુક્ત છે. બેઠકમાં યોજનાના એકશન પ્લાન વર્ષ 2021-22ની કામગીરી વિષયક સમગ્રલક્ષી ચર્ચા કરવામાં આવી હતી. “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના વર્ષ 2022-23ના એકશન પ્લાન બાબતે પણ ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી. આજની બેઠકમાં “બેટી બચાવો બેટી પઢાઓ” યોજનાના ઈનોવેટિવ કાર્યક્રમ અંગે સભ્યઓ તરફથી સૂચનો પણ કરવામાં આવ્યા હતા જેમાં, સમગ્ર જિલ્લામાં “બેટી બચાવો બેટી પઢાઓ”ને લઈ વિવિધ માધ્યમો થકી જાગૃત્તિ વધારવી. “બેટી બચાવો બેટી પઢાઓ” વિષય પર કોલેજોમાં સંશોધનાત્મક નિબંધો તૈયાર થાય અને જનજાગૃત્તિ વધે તે બાબતે વિસ્તત ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા નિવાસી અધિક કલેક્ટર રવિન્દ્રસિંહ વાળા દ્રારા દરેક તાલુકામાં અને નગરપાલિકાઓમાં ઇનોવેશન અને આઉટરીચ એક્ટિવિટીઝ અંતર્ગત કિશોરીમેળાના આયોજન બાબતે સૂચન કરવામાં આવ્યું હતું. “બેટી બચાવો બેટી પઢાઓ” યોજનાની જિલ્લા કક્ષાની ટાસ્ક ફોર્સ કમિટીની બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો.જનકસિંહ ગોહિલ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ અને સાયબર ક્રાઇમ-અમરેલીના પી.આઈ એચ.કે.મકવાણા સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.