Abtak Media Google News

બોલિવુડના ‘બાદશાહ’ શાહરૂખ ખાનનો 52મો જન્મદિવસ છે. કિંગખાનનો જન્મદિવસ તેના ચાહકો માટે એક ગ્રાન્ડ પાર્ટી જેવું હોય છે. SRK ના ચાહકો 2 નવેમ્બરના રોજ તેના ‘મન્નત’ બંગલાની બહાર તેને જોવા માટે બહાર ઉભા રહે છે. આમ તો કિંગ ખાન પોતાના ચાહકોને ક્યારેય નિરાશ કરતો નથી અને તેની છત પર આવી શુભકામનાનો સ્વીકાર કરે છે. શાહરૂખ ખાને તેના અભિયનની શરૂઆત ટેલિવિઝન દ્વારા કરી હતી. દિલ દરિયા, ફૌજી, સર્કસ જેવી સિરિયલ દ્વારા પોતાની ઓળખ બનાવી હતી.

તેના ફિલ્મ કેરિયરની શરૂઆત ફિલ્મ ‘દિવાના’થી કરી હતી અને તેને સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. શાહરૂખ ખાન મૂળ દિલ્હીનો રહેવાસી છે. તેણે પ્રાથમિક શિક્ષણ દિલ્હીની સેન્ટ કોલમ્બસ સ્કૂલમાં કરી હતી. શાહરૂખ ખાનના ચાહકો દિલ્હીમાંજ નહી દેશભરમાં તેના જન્મદિવસનું સેલિબ્રેશન કરવાનું ભુલતા નથી. તો બીજી તરફ શાહરૂખ ખાન મિડીયાવાળા સાથે તેના જન્મદિવસની ઉજવણી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.