Abtak Media Google News

વિશ્વમાં સૌથી પોષ્ટિક મેનું ‘કાઠિયાવાડી’ ડીશ

આજના શિયાળા કરતા પહેલાના શિયાળાની  મજા કંઈક ઔર જ હતી: સવારનો  કુણોતડકો અને રાત્રે તાપણાની હુંફ સાથે મિત્રોની ટોળીના ગપાટાના સોનેરી દિવસો હતા: ગ્લોબલ વોર્મિંગે ઋતુચક્રમાં ફેરફાર કર્યો પણ હજી ઋતુઓનો કુદરતી મિજાજ બદલાયો નથી

વૈશ્ર્વિક આબોહવા સાથે ભારતની  આબોહવાનો પણએક રંગ છે.ગ્લોબલ વોર્મિંગ અનેબગડતા પર્યાવરણે ઋતુચક્રોનેમોટુ નુકશાન   કર્યું છે. શિયાળો,  ઉનાળો અને   ચોમાસા જેવી ચાર મહિનાની ત્રણ ઋતુનું વર્ષઆપણને   ઘણા અનુભવો  સાથે જીવન જીવતાં  શીખવે છે કુદરતના   ખોળે ખુંદવા કે હરવા ફરવાથી મળતો નિજાનંદ  સ્વર્ગ સમો આનંદ આપે છે દરેક ઋતુનું  આપણા જીવનમાં અને કુદરતી ચક્ર માટે ઘણુ મહત્વ છે. આજથી લગભગ ચાર દાયકા પહેલા  જ આ ઋતુનોઆનંદ કંઈકઔર જ હતો. આજે પણ આ  ઋતુ,તેનોમિજાજ,   વાતાવરણ  બધુ જ છે. પણએ  આનંદ માણવા છે કોઈપાસે સમય  ? દરેક ઋતુ પ્રમાણેના આહારોનોપણ ક્રમ જોડાયેલો છે તે પ્રમાણેની  જીવન શૈલી જ આપણને લાંબુ અને તંદુરસ્ત  જીવન આપે છે.

Advertisement

આજે આપણે અત્યારે ચાલતી  શિયાળાની  વાત કરવી છે. દિવસ ટુંકો  ને લાંબી રાત  સાથે કડકડતી ઠંડી અનેરા અનુભવ સાથે જીવન  જીવતાં સૌને  શિખવે છે.  નાના બાળકને દરોક   ઋતુંની પ્રથમવાર અસર નાની મોટી બિમારીઓ આપે છે. તો જુનોદુ:ખાવો શિયાળામાં   ફરીતેનો  રંગ રૂપ બતાવે છે.  મોટી ઉંમરનાં   વૃધ્ધોને    શ્ર્વાસન  તંત્રને   લગતા રોગોની સમસ્યા સાથે  શિયાળો સૌ કોઈને   પજવે છે પણ આપણા કાઠિયાવાડના ચલણ પ્રમાણે શિયાળો મીઠી  નીંદર માણવા અને   ફુલગુલાબી ઠંડીમાં પણ   આઈસ્ક્રીમની મોજ માણવા માટે  જાણીતો છે. દરેક ઋતુ અનુસાર   વસ્ત્રોની પણ પસંદગી  કરવી પડે છે.  શિયાળો શરીર સ્વાસ્થ્યની તાકાત વધારવા સૌથી  શ્રેષ્ઠ હોય છે.

શિયાળો સાવચેત રહેવાનો અને તંદુરસ્ત જીવવાનો સંદેશ આપે છે:  હાલ આ ઋતુ તેના ફુલ ગુલાબી મિજાજમાં જોવા મળે છે: શરીર સ્વાસ્થ્ય બાબતે શિયાળો  કુદરતનો આશિર્વાદ ગણાય છે: આ ઋતુમાં  શ્વસન તંત્રના રોગો વિશેષ જોવા મળે છે

પહેલા તો સૌ પરિવાર  સંયુકત   રહેતા ત્યારે  તો રાત્રે વાળુ પાણી કરીને તાપણા કરીને મોડી રાત્રી સુધી પરિવારજનો, મિત્રોની ટોળી, વડિલો વિગેરેના ગપાટા સાથે અલગમલકની વાતો જીવનનું  શિક્ષણ ગણતર  સાથે આપી જતુ હતુ. આપણુ કાઠિયાવાડી મેનુ વિશ્વભરની તમામ મેનુ ડીશમાં  સૌથી શ્રેષ્ઠ   પૌષ્ટિક ડીશ ગણાય છે, ત્યારે એ  જમાનામાં મિકસ શાક,  રોટલા  નળેલા મરચા, દહી-સલાડ, લસણની ચટણીજેવો  તીખોતમતમતો પણ ટેસ્ટી ખોરાક શેર લોહી  ચડાવી દેતો હતો.  શિયાળો વાહ પણ છેઅને ‘આહ’ પણ છે.

પહેલાના  જમાનામાં ટીવી-મોબાઈલ , કોમ્પ્યુટર જેવી  કંઈ  ફેસીલીટી ન હોવા છતાં   માત્ર રેડિયો  એક જ મનોરંજનનુંસાધન  હતુ ત્યારે પણ   આખી શેરીના  છોકરાઓ  ભેગા મળીને  ધીંગા મસ્તી  કરતાં ત્યારે  ધરતી પર સ્વર્ગ આવી જતું હતુ. પરિવાર અને  આખી શેરીના  લોકો પ્રેમ-હુંફ, લાગણી સધીયારાની  પવિત્ર ભાવના સાથે  એકમેકની ઓથે જીવનની  તમામ ઋતુઓનો અનેરો આનંદ  માણતા જીવન ચક્રની સંસારયાત્રા  આનંદ ઉત્સાહ સાથે પૂર્ણ કરતા હતા.

દરેક ઋતુ માનવીને  સંદેશ આપે છે તેમ શિયાળો  પણ સૌ    માનવીને   સાવચેત રહેવા અને તંદુરસ્ત જીવન શૈલીથી જીવવાની  વાત કરે છે. શરીર સ્વાસ્થ્ય બાબતે શિયાળો કુદરતનો આર્શિવાદ ગણાય છે.   આ ઋતુ બધી ઋતુની જેમ  વિવિધ  રોગો પણ લાવે છે. પણ શ્ર્વાસન તંત્રને લગતી તકલીફો   વિશેષ   જોવા મળે છે. આ  ઋતુ શાકભાજી સસ્તા હોવાથી, લીલાશાકભાજીના વિવિધ  શાકોથી  ખોરાકમાં તકેદારી લેવાથી શરીરનો બાંધો  બદલાય જાય છે.

બોર,જામફળ, સફરજન, ચીકુ,  કેળા, સંતરા જેવા   ફળો સાથે  ખજૂર-ચીકી,તલ-મમરાના લાડવા વિગેરે પણ લોકો ભરપૂર માત્રામાં લેતા હોવાથી હિમોગ્લોબીનની ટકાવારી વધતી જોવા મળે છે. આ ઋતુ વાગ્યાના ઘા ઉપર રૂઝ  ઝડપથી   આવે છે તેથી લોકો ઓપરેશન શિયાળામાં  વધુ કરાવે છે. કાઠિયાવાડી સંસ્કૃતિમાં શિયાળાની  સવારનો   કુણોતડકો ખાવાની   પરંપરા  જોવા મળે છે.  લોકો સૂર્યના પ્રથમ કિરણે  મફતનું વિટામીન ‘ડી’ લેવા  તડકા સામે  ઉભા રહી જાય છે.   સવાર-સાંજ વોકિંગ કરવા વાળા માટે તો આ ઋતુ સોના જેવી ક્મિંતી ગણાય છે. આ ઋતુ  નાની-મોટી કસરત શરીરને   હજાર ગણો   ફાયદો કરાવી જાય છે.

એક જમાનામાં  ગોદડાં  ઓઢીને  પણ બહાર બેસતાંતો  આજે ગોદડા જેવા જાડા સ્વેટર પહેર્યા  હોવા છતાં બારે કોઈ બેસતુ જોવા મળતું  જ નથી.  બદલાતા યુગે ઋતુ ચક્રની સાથે માનવજીવન અને જીવન શૈલીને પણ  બદલી નાંખી છે. ખુબ તીવ્ર ઠંડીનેકારણે  હૃદય અને મગજની  સમસ્યા, ચામડીની  વિવિધ સમસ્યા સાથે આ ઋતુમા લકવો,  પક્ષઘાત કે બ્રેઈન સ્ટ્રોકનું   પ્રમાણ વધારે   જોવા મળે છે.  શિયાળામાં   પુષ્કળ પાણી પીવું જરૂરી છે. મોટી ઉંમરની  વ્યકિતઓએ  પડવા વાગવાથી  સાવચેતી રાખવી જોઈએ.

શિયાળામાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારો

તંદુરસ્ત સ્વાસ્થ્યનો મુખ્ય આધાર  ખોરાક હોવાથી આ શિયાળામાં  પૌષ્ટિક આહાર ભરપૂર  માત્રામાં લેવાથી  શરીરની  રોગ પ્રતિકારક શકિત વધે છે. ગરમ પાણી પીવું,દુધ,દહી, છાસ, ઘી માખણ,ગોળ, તલ, સિંગ, ખજુર, બદામ,  આદુ, લસણ,હળદર, આદુ, મોગરી, મુળા, રીંગણ, સરગવા જેવાનો વધુ ઉપયોગ  કરો સાથે જામફળ, બોર,આંબળા જેવા ઋતુ ફળોનું વધારે  સેવન કરીને શરીરની તંદુરસ્તી ટનાટન બનાવો, શિયાળામાં  મેથીપાક, અડદીયા, ખજૂરપાક, તલ-શીંગની ચીકી, ગુંદરપાક જેવા વિવિધ  વસાણા પણ સ્વાસ્થ્ય  માટે આર્શિવાદ રૂપ ગણાય છે. આ ઋતુ આપણને  આનંદીત  જીવન અને   ઉતમ  સ્વાસ્થ્ય  પ્રદાન કરવામાં મદદ કરે છે.આ ઋતુ જો તમે શરીરની પૂરતી કાળજી ન લો તો   શિયાળો   નુકશાનકર્તા પણ બની શકે છે.  આ ઋતુમાં ખાન-પાન આહાર-વિહાર સાથે વિવિધ બાબતોનું ધ્યાન રાખીએ તો શિયાળો  મસ્ત રહે અને  આપણુ જીવન  પણ ‘ફુલ ગુલાબી’  સાથે ટનાટન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.