Abtak Media Google News

એનઆરઆઈ, ડોન અને કાઠિયાવાડિ યુવાનો એક જ છોકરી (મૌસમ)ને ઈમ્પ્રેસ કરી શકશે?

ગુજરાતી સિનેમામાં નવા યુગનો ઉદય થઈ ચૂકયો છે. હાલ અર્બન ગુજરાતી ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. દરેક વર્ગના લોકો આ ફિલ્મોને જોવાનું પસંદ કરે છે. એવી જ એક કોમોડી ફિલ્મ ‘લપેટ’ ૧૫મીથી સિનેમાઘરોમાં જોવા મળશે.

આ ફિલ્મ એકશન-કોમેડી અને ડ્રામાથી ભરપુર એક રોમેન્ટીક સ્ટોરી છે. અપૂર્વ જોષી જેના પ્રોડયુશર તો ફિલ્મનું ડાયરેકશન નિશીત બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મૌસમનું કિરદાર ભક્તિ કુબાવત નિભાવી રહી છે તો મેઈલ કેરેકટરમાં નય શુકલ, કેતન કુમાર સાગર, વીકી શાહ અને પિતાના રોલમાં પ્રશાંત બારોટ જોવા મળશે.

ફિલ્મ એક ટવીસ્ટેડ લવ સ્ટોરી ઉપર નિર્ધારીત છે જેમાં અલગ અલગ ક્ષેત્રમાંથી આવતા ત્રણ યુવાનો એક જ યુવતીના પ્રેમમાં પડે છે. આ ત્રણ યુવાનોમાં એક ડોન, એક કાઠિયાવાડી અને એક એનઆરઆઈની ભૂમિકામાં નજરે પડશે અને છોકરી એટલે કે, મૌસમ ત્રણેય છોકરાઓને અલગ અલગ ટાસ્ક આપી તેમની અગ્નિ પરીક્ષા લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.