Abtak Media Google News

અબતક, રાજકોટ

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુકુલ પરંપરાનો પ્રારંભ પૂજ્યપાદ ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મ જીવનદાસજી સ્વામીએ સને 1948માં રાજકોટથી  કર્યો. જેને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અમૃત મહોત્સવ ઉજવાશે.

પરંતુ ગુરુકુલ કરવાનો શુભ સંકલ્પ ગંગા કિનારેથી થયો. તે ગંગા કિનારે ઋષિકેશ સ્વર્ગાશ્રમ ખાતે યજ્ઞ કરવાનો સંકલ્પ ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ  કર્યો. મહંત  દેવપ્રસાદદાસજી સ્વામી તથા  ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ગંગાકિનારે સ્વામિનારાયણ મહામંત્રની 1100000 આહૂતીઓ આપવામાં આવેલ

સાધના અને આરાધનાના પર્વ નવરાત્રીના દિવસોમાં ઋષિકેશ સ્વર્ગ આશ્રમ ખાતે ગંગાકિનારે યોજાયેલ આ યજ્ઞમાં સંતો હરિભક્તો જોડાયા . જેમા છેલ્લા પાંચ વરસથી ફલાહાર કરીને નીલકંઠધામે નિત્ય યજ્ઞ કરી રહેલા પુરાણી સ્વામી ધર્મ સંભવદાસજી સ્વામી, સુરત ગુરુકુળના હતા. ભંડારી સ્વામી કૃષ્ણ પ્રસાદદાસજી સ્વામી તથા કેશોદ ગુરુકુલના મહંત વિજ્ઞાનદાસજી સ્વામી,’ શાસ્ત્રી  મધુસુદનદાસજી સ્વામી,  હરિકૃષ્ણદાસજી સ્વામી તેમજ રમેશ ભગત વેકરીયા, વિરેન્દ્ર ત્યા ઉર્વેશભાઈ લાઠીયા, રવિભાઈ વાલાણી’, ઘનશ્યામભાઈ કાતરીયા, કેયૂરભાઈ પાંભર વગેરે હરિભક્તોએ 11 લાખ સ્વામિનારાયણ મહામંત્રની આહૂતિઓ અર્પી શ્રીજી મહારાજ અને પૂજનીય સદગુરૂ સંતોને રાજી કર્યા..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.