Abtak Media Google News
જોવા જેવી જગ્યા

શાળાએ અપનાવ્યું અનોખુ ‘વિષયખંડ’ મોડેલ, વિદ્યાર્થીઓની હાજરી પૂરવાની રીત પણ અનોખી

Smt 0090

ગીર સોમનાથ જિલ્લાની ઉના તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી ડમાસાની આ શાળા વર્ષ 1956માં સ્થપાયેલી છે. આ શાળાના પ્રવેશદ્વારમાં પગ મૂકતાંની સાથે જ આંખો સમક્ષ હરિયાળી છવાયેલી જોવા મળે છે તો બગીચામાં ડ્રિપ ઇરિગેશનથી ઉછરેલા ગલગોટા, ડોલરથી લઈ ગુલાબની સુગંધ મનને તરબતર કરી દે છે. રમતના મેદાનમાં બાળકોનો મસ્તીભર્યો કિલકિલાટ કાનમાં પડતાની સાથે જ તમારૂ બાળપણ નજર સમક્ષ તરવા લાગશે. બાળકોના મૂલ્યાત્મક અને સર્વાગી વિકાસને ધ્યાનમાં લઈ પાયાનું શિક્ષણ પૂરી પાડતી અંતરિયાળ વિસ્તારની આવી સુંદર શાળા એટલે ઉના તાલુકાની ડમાસા પ્રાથમિક શાળા. અહીં દરેક દિવાલ પરથી જ્ઞાન મળે છે.

આ શાળામાં પગથિયાંથી લઈને છત અને તમામ વ્વિાલો સુધી તમને બધે જ શિક્ષણ સામગ્રી જ ચિત્ર કરેલી જોવા મળશે. સૌથી સારી બાબત એ છે કે આ તમામ ચિત્રકામ શિક્ષકોએ જાતે જ બનાવેલા છે. જેમાં બારાક્ષરી, જિલ્લાના નામ, તત્વોની સંજ્ઞા, તારામંડળ, ગ્રહથી લઈ નકશા પણ દોરેલા જોવા મળશે. બાળકો રોજ શાળાએ આવે એટલે આ તમામ શૈક્ષણિક સામગ્રી તેમની નજર સમક્ષ હોવાથી યાદ રાખવામાં પણ સરળતા રહે છે. આ જ કારણે બાળકો પણ પ્રેમથી કહે છે કે, અમારી શાળાની દિવાલો જ્ઞાનનો ખજાનો છે.

બાળકોની સંસદ સમિતિ: એક સમય એવો હતો કે આ શાળાનો સમાવેશ ‘ઇ’ ગ્રેડમાં થતો હતો. આચાર્ય અને શિક્ષકોના અથાગ પરિશ્રમથી છેલ્લા કેટલાક વર્ષોમાં આ શાળા ‘એ’ ગ્રેડ લાવતી થઈ છે. શાળાના આચાર્ય ભરતભાઈ નકુમે કહ્યું હતું કે, બાળક સતત અને નિરંતર શિક્ષણ લે છે. અમારી શાળામાં શિક્ષણ બાળકો પર થોપવામાં નથી આવતું પણ સોંપવામાં આવે છે. અહીં બાળકોની સાંસદ બનાવી એમને કામની વહેંચણી કરવામાં આવે છે. અહીં કમ્યુટર લેબ, મધ્યાહન ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ, શાળા સફાઈ, પુસ્તકાલય, રમતગમત, આરોગ્ય અને પ્રાર્થના સમિતિ બનાવી બાળકોને કામની સૌપણી કરવામાં આવે છે. જેથી એમનામાં મેનેજમેન્ટના ગુણો નાનપણથી જ વિકસે.

‘ભાર વગરના ભણતર’ને યથાર્થ કરતી શાળા: આ શાળાની બીજી એક ખાસિયત છે કે, અહીં દરેક બાળકોને પુસ્તકોના જૂના-નવાં એમ બે સેટ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ એક સેટ ધરે રાખે છે અને બીજો સેટ શાળામાં રાખે છે. જેથી દફતરમાં એમને માત્ર એક નોટબુક જ લાવવાની રહે છે. આ રીતે ખરા અર્થમાં આ શાળા ગુજરાત સરકાર શ્રીના ભાર વગરના ભણતર’ ની વ્યાખ્યાને યથાર્થ ઠેરવે

Untitled 1 Recovered Recovered 47

શાળાની વિષયખંડ પદ્ધતિ કરી પણ અલગ છે: આ શાળાના વર્ગખંડના નામ પણ ચાણક્ય, ગદિશ ચંદ્ર બોઝ, રામાનુજન જેવી મહાન વિભૂતીઓ પરથી રાખવામાં આવ્યા છે. જેમાં અપનાવવામાં આવતી વિષયખંડ પદ્ધતિ અલગ જ લાગુ કરવામાં આવી છે. પરંપરાગત પદ્ધતિમાં વિધાર્થીઓ વર્ગખંડમાં હોય છે અને શિક્ષકો ભણાવવા આવે છે. જ્યારે વિષયખંડ પદ્ધતિમાં શિક્ષકો વર્ગખંડમાં રહે છે અને અલગ-અલગ ધોરણનાં બાળકો સામાજીક, ગણિત, વિજ્ઞાન અને ભાષાખંડ જેવા વિષયખંડમાં વારાફરતી વિષયને લગતું જ્ઞાન મેળવવાં આવતા રહે છે. વળી આ શાળામાં બાળકોની હાજરી પૂરાય ત્યારે યસ સર’ બોલવાના બદલે જિલ્લાના નામ’, ‘વિજ્ઞાનના તત્વોની સંજ્ઞા’ વગેરે બોલીને હાજરી પૂરવામાં આવે છે.

અભ્યાસ ઉપરાંતની ઈતરપ્રવૃત્તીઓ: આ સરકારી શાળાનું સંકુલ 10 વિધામાં ફેલાયેલું છે. સ્કૂલમાં ધો.1થી 4નું અને ધો.પથી 8નું અલગ બિલ્ડિંગ છે. શાળામાં શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તીઓમાં ગાર્ડનિંગ, સંગીતમાં ઢોલક-તબલાં, ખો-ખો, ફૂટબોલ, કબડ્ડી જેવી રમતગમતની પ્રવૃત્તીઓનો પણ સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.