Abtak Media Google News

5 માસમાં 1.19 લાખ કરોડ રૂપિયાના રિફંડ અપાયા : ગત વર્ષની સરખામણીમાં વધુ

ઘણા સમયથી દેશની અર્થ વ્યવસ્થા પુર ઝડપે આગળ વધી રહી છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જે ફેસલેસ એસેસમેન્ટ સ્કીમને આમલી બનાવી છે તેનાથી ઘર દાતાઓને સૌથી વધુ ફાયદો પહોંચ્યો છે અને તેમને ઉદ્ભવતા પ્રશ્નો અને લીટીગેશન માં ઘણા ખરા અંતે ઘટાડો પણ જોવા મળ્યો છે. કાર દ્વારા લેવામાં આવેલા પગલાંથી આવકવેરા ઉપર લોકોનો ભરોસો વધ્યો છે અને પરિણામે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં અધધ વધારો નોંધાયો છે. ભારતમાં હાલ 8 કરોડથી વધુ કરદાતાઓ છે જે પૈકી સાડા છ લાખ કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન થતા 36 ટકાનો ઉછાળો નોંધાયો છે જે આગામી સમયમાં હજુ પણ વધુ જોવા મળશે.

સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓને લઈ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 36 ટકા વધી 6.5 લાખ કરોડએ પહોંચ્યું છે અને આવનારા દિવસોમાં પણ કરની આવક બમણી થવાની શક્યતા સેવાઇ રહી છે. બીજી તરફ ડાયરેકટ ટેકશ કલકેસનમાં નેટ કલેકશન 30 ટકા વધી 5.3 લાખ કરોડ રૂપિયાએ પોહચ્યું. જે બજેટના 37 ટકા જેટલું છે. સરકારને આવક વધતા 1લી એપ્રિલથી 8 સપ્ટેમ્બર સુધીમાં 1.19 લાખ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું હતું. જે ગત વર્ષની સરખામણીમાં 65.3 ટકાનો વધારો પણ નોંધાયો છે.

આવકવેરા વિભાગ અને જીએસટીમાં સરકાર દ્વારા જે નવી યોજનાઓ અમલી બનાવવામાં આવી રહી છે તેનાથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આવક દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થામાં વધારો કરવા સરકાર માટે ડાયરેકટ અને ઇનડાઈરેક્ટ ટેક્સ કલેકશન ખુબજ ઉપયોગી સાબિત થશે. બીજું સૌથી મોટું કારણ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં જે વધારો થયો તે એ છે કે જે લીટીગેશનના પ્રશ્નો કરદાતાઓને જે તકલીફ ઉભી કરતા હતા તેમાંથી તેઓને મુક્તિ મળી છે. અને આવકવેરા ઉપર તેમનો ભરોસો વધ્યો છે. 15 સપ્ટેમ્બરે એડવાન્સ ટેક્સ કલેક્શન ની ડ્યુ ડેટ હોવાથી કરની આવકમાં વધારો થવાની શક્યતા પણ સેવવામાં આવી છે.

આવતા દિવસોમાં જીએસટી કલેકશન રેકોર્ડ બ્રેક થવાની શક્યતા

ઉદ્યોગોની સ્થિતિમાં સતત સુધારો આવતા જીએસટી કલેક્સનમાં પણ અધધ વધારો થવાની સંપૂર્ણ શક્યતા છે અને હાલની સ્થિતિ મુજબ જે રીતે આગળ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે અને નવી યોજનાઓને આમલી બનાવાય છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે સરકારે સમગ્ર વર્ષમાં જે ટાર્ગેટ નિર્ધારિત કરેલો છે તેનાથી પણ વધુ આવક ઊભી થશે અને વિકાસ કાર્યોમાં તેને ઉપયોગમાં લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.